Ahmedabad : દારૂનો અડ્ડો બંધ કરાવવા મુદ્દે થયેલ મારામારીમાં એકનું મોત થયાનો આરોપ
- Ahmedabad ચમનપુરામાં દારૂના અડ્ડા મુદ્દે હત્યાનો આરોપ
- ગઈકાલે રાત્રે થયેલ બબાલ બાદ એક શખ્સનું થયું મોત
- બુટલેગરોનાં સાગરીતોએ શખ્સને માર માર્યાનો આરોપ
- દારૂના અડ્ડો બંધ કરાવવા બાબતે થઈ હતી બબાલ
Ahmedabad : અમદાવાદનાં ચમનપુરામાં દારૂનો અડ્ડો બંધ કરાવવા મુદ્દે ગઈકાલે થયેલ મારામારીમાં એક શખ્સનું મોત નીપજ્યું હોવાનો આરોપ થયો છે. જો કે, પોલીસનું કહેવું છે કે શખ્સનું મોત હાર્ટ એટેકથી (Heart Attack) થયું છે. હાલ, મેઘાણીનગર પોલીસે (Meghaninagar Police Station) અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો અડ્ડો બંધ કરાવવા મામલે ગઈકાલે થયેલ બબાલમાં 3 મહિલા બુટલેગર સામે મારામારીનો આરોપ પણ થયો છે.
આ પણ વાંચો - Gujarat Police : ગ્રામ્ય સ્તરે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા, 'ઓપરેશન સિંદૂર' સમયે પોલીસ સાથે સંકલન સરળ બન્યું
Ahmedabad નાં ચમનપુરામાં દારૂનો અડ્ડો બંધ કરાવવાની બબાલમાં એકનું મોત!
આરોપ મુજબ, અમદાવાદનાં (Ahmedabad) ચમનપુરા વિસ્તારમાં (Chamanpura) આવેલી ચીમનલાલ મહાસુખ રામની ચાલી પાસે દારૂનો અડ્ડો બંધ કરાવવા બાબતે માથાકૂટ થઈ હતી. દરમિયાન, સંજય વણઝારા અને ભરત વણઝારા નામની વ્યક્તિને બુટલેગરોનાં સાગરીતોએ માર માર્યો હતો. આ મારામારીમાં સંજય વણઝારાનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તેમણે 3 મહિલા બુટલેગરોએ સામે ગંભીર આરોપ કર્યા છે.
આ પણ વાંચો - Vadodara : કાળા કાચ વાળી સ્કોર્પિયોમાં નિયમો તોડીને કરેલી 'રીલબાજી' વાયરલ
Ahmedabad : ચમનપુરામાં દારૂના અડ્ડા મુદ્દે હત્યાનો આરોપ
ગઈકાલે રાત્રે થયેલ બબાલ બાદ એકનું મોત
બુટલેગરોના સાગરીતોએ માર માર્યાનો આરોપ
દારૂના અડ્ડો બંધ કરાવવા બાબતે થઈ હતી બબાલ
3 મહિલા બુટલેગર સામે મારામારીનો આરોપ | Gujarat First#Gujarat #Ahmedabad #Chamanpura #MurderCase… pic.twitter.com/8hn96Nm2l6— Gujarat First (@GujaratFirst) August 10, 2025
હાર્ટ એટેકથી મોત થયું હોવાનો પોલીસનો દાવો
આ મારામારીની ઘટનામાં ભરત વણઝારા નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. બીજી તરફ આ મામલે પોલીસે (Meghaninagar Police) દાવો કરતા જણાવ્યું કે, મૃતક સંજય વણઝારાનું મોત હાર્ટ એટેક આવવાથી થયું છે. હાલ, મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકનાં પરિવારજનોએ આ મામલે યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરી છે.
આ પણ વાંચો - Junagadh : નશામાં ધૂત કારચાલકે અનેક વાહન-લોકોને અડફેટે લીધા! 10 કિમી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે ઝડપ્યો


