Ahmedabad: પોલીસે આયુર્વેદિક દવા આપવાના નામે ડોલર પડાવતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપ્યું
- Ahmedabad: સાકાર નવ બિલ્ડિંગમાંથી ઝડપાયું ફ્રોડ કોલ સેન્ટર
- દરોડા દરમિયાન પોલીસે 24 લોકોની ધરપકડ કરી
- માલિક અભિષેક પાઠક લોકોને નોકરી પર રાખી પૈસા પડાવતો
Ahmedabad: અમદાવાદના નવરંગપુરામાં પોલીસે ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપ્યું છે. જેમાં સાકાર નવ બિલ્ડિંગમાંથી ફ્રોડ કોલ સેન્ટર ઝડપાયું છે. તથા દરોડા દરમિયાન પોલીસે 24 લોકોની ધરપકડ કરી છે. તેમજ માલિક અભિષેક પાઠક લોકોને નોકરી પર રાખી પૈસા પડાવતો હતો. જ્યાં આયુર્વેદિક દવા આપવાના નામે ડોલર પડાવતો હતો. તથા અમેરિકામાં રહેતા ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા.
નબળી ગુણવત્તાની દવા અપાતી હોવા અંગે ફરિયાદ
મુખ્ય આરોપી અભિષેક પાઠક, મેનેજર નિખિલ જૈનની ધરપકડ સાથે ટીમ લીડર ગણપત પ્રજાપતિ અને કરણસિંહ ચૌહાણની પણ ધરપકડ કરાઇ છે. તથા પોલીસે કમ્પ્યુટર, મોબાઇલ અને અન્ય સાધનો કબજે કર્યા છે. તેમજ સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આશ્રમ રોડ ઉપર સાકાર-9 બિલ્ડીંગમાં કોલ સેન્ટરની ઓફિસમાં યુવક-યુવતીઓને નોકરીએ રાખીને અમેરિકાથી જ બોલતાં હોવાનું કહીને દવા મોકલવાના બહાને ડોલર મેળવી લેવામાં આવતાં હતાં. અમેરિકામાં રહેતા ભારતીયો પાસેથી ડોલર મેળવ્યા પછી દવા મોકલવામાં આવતી નહોતી અથવા તો નબળી ગુણવત્તાની દવા અપાતી હોવા અંગે નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધી છે.
Ahmedabad: ઓફિસ ઉપર સવારે સાત વાગ્યે દરોડો પાડયો
આરોપીઓ પૈસા મેળવી લીધા પછી કોઈપણ પ્રકારની દવા નહીં મોકલી અથવા તો નબળી ગુણવત્તાની દવા મોકલીને છેતરપિંડી આચરવામાં આવતી હોવાની વિગતો પોલીસને મળી હતી. આ વિગતોના આધારે નવરંગપુરા પોલીસની ટીમે મુનરાઈઝ રેમેડી કેર પ્રા.લિ.ની ઓફિસ ઉપર સવારે સાત વાગ્યે દરોડો પાડયો હતો.
જુદી જુદી દવાઓની લોભામણી લાલચ આપવામાં આવતી
દરોડા દરમિયાન ઓફિસના સંચાલક-મેનેજિંગ ડાયરેક્ટર, વસ્ત્રાલના અક્ષરધામ હાઈટ્સમાં રહેતા અભિષેક રામનારાયણ પાઠકની પૂછપરછ કરતાં તેણે આ કંપની પોતાના ભાઈ મનીષ પાઠકના નામે રજીસ્ટર કરાવી દવાઓના વેચાણને લગતી કામગીરી બતાવી બિમારીની દવાઓના વેચાણનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. ગુગલના માધ્યમથી અમેરિકામાં મોટેલ, સબ-વે અને લિકર શોપ સર્ચ કરીને તેમાં જે નંબરો મળે તેના ઉપર કોમ્પ્યુટર ડાયલરથી કોલ કરીને જુદી જુદી દવાઓની લોભામણી લાલચ આપવામાં આવતી હતી.
આ પણ વાંચો: Ahmedabad ની ઉદગમ સ્કૂલના સંચાલકોની મનમાની જોવો! રૂપિયા કમાવવાનો ધંધો