Ahmedabad : નારોલમાં હિચકારી ઘટના! તીક્ષ્ણ હથિયારના ઘા મારી મહિલાની હત્યા, CCTV ફૂટેજ આવ્યા સામે
- Ahmedabad ના નારોલમાં યુવતી પર જીવલેણ હુમલો
- અલ હબીબ રેસિડેન્સી પાર્લર પાસે બની હતી ઘટના
- તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવતીની હત્યા
- અગાઉની અંગત અદાવત રાખીને હુમલો
- નારોલ પોલીસે હત્યાના મામલે તપાસ હાથ ધરી
Ahmedabad : અમદાવાદનાં નારોલ વિસ્તારમાં (Narol) હિચકારી ઘટના બની છે. અલ હબીબ રેસિડેન્સી પાર્લર પાસે તીક્ષ્ણ હથિયારના ઘા મારી એક યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. યુવતીની હત્યા અગાઉની કોઈ અંગત અદાવતમાં કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નારોલ પોલીસે યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, યુવતીની હત્યા પાછળનું સાચું કારણ હાલ સામે આવ્યું નથી. સીસીટીવી ફૂટેજનાં (CCTV Footage) આધારે પોલીસે હત્યારાઓને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો - હાઇકૉર્ટમાં રજૂ કરેલા Covid ના બૉગસ સર્ટિફિકેટની પોલ ખુલી જતાં આરોપી અને તેના સાગરિતને અદાલતે 3-3 વર્ષની સજા ફટકારી
Ahmedabad નાં નારોલમાં યુવતીની હત્યા, બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા
અમદાવાદનાં (Ahmedabad) નારોલ વિસ્તારમાં સરાજાહેર હત્યાની વધુ એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. અલ હબીબ રેસિડેન્સી પાર્લર (Al Habib Residency Parlor) પાસે યુવતીની બે શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં દેખાય છે કે યુવતી શાકભાજીની દુકાન પર ખરીદી કરે છે ત્યારે બે શખ્સ ત્યાં આવે છે અને તીક્ષ્ણ હથિયારથી યુવતી પર હુમલો કરે છે. જો કે, દુકાનદાર દ્વારા હુમલાખોરોનો સામનો કરી યુવતીને બચાવવાનો પ્રયાસ કરાય છે.
આ પણ વાંચો - Cannabis Farming ગ્રામ પંચાયતની જમીન ભાડે રાખી સિક્યુરિટી ગાર્ડ ગાંજાની ખેતી કરાવતો હોવાનો ઘટસ્ફોટ
અગાઉની અંગત અદાવત રાખીને હુમલો કરાયો હોવાના પ્રાથમિક અહેવાલ
ઇજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ યુવતીનો જીવ બચી શક્યો નથી. આ મામલે નારોલ પોલીસે (Narol Police) મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી કોણ હતી? હત્યારાઓ કોણ છે? કયાં કારણોસર યુવતીની હત્યા કરવામાં આવી? તે સહિતનાં પ્રશ્નોનો જવાબ પોલીસ ટીમ શોધી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, અગાઉની કોઈ અંગત અદાવત રાખીને યુવતીની હત્યા કરવામાં આવી છે. જો કે, આ મામલે પોલીસે સઘન તપાસ આદરી છે.
આ પણ વાંચો - Rivaba Jadeja : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વીટ સામે મંત્રી રીવાબા જાડેજાનો વળતો જવાબ!