Ahmedabad : ખરેખર..! કોલેજનાં વાઈસ પ્રિન્સિપાલ એ જ કરી 8 લાખની ચોરી, થઈ ધરપકડ!
- અમદાવાદમાં નર્સિંગ કોલેજનાં વાઈસ પ્રિન્સિપાલની ધરપકડ (Ahmedabad)
- શુભમ નર્સિંગ કોલેજનાં વાઈસ પ્રિન્સિપાલ સૂચિ રાયની ધરપકડ
- કોલેજમાંથી રૂપિયા 8 લાખ રૂપિયાની ચોરીનો આરોપ
- પોલીસે બે લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરી
Ahmedabad : અમદાવાદમાં નર્સિંગ કોલેજનાં વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ થઈ હોવાનાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોલેજમાંથી રૂપિયા 8 લાખની ચોરીનાં આરોપ હેઠળ શુભમ નર્સિંગ કોલેજનાં (Shubham Nursing College) વાઈસ પ્રિન્સિપાલ સૂચિ રાયની (Suchi Rai) પોલીસે ધરપકડ કરી હોવાની પ્રાથમિક માહિતી છે. પોલીસે બે લાખ રૂપિયાની રોકડ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોરીની ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો - Amreli : ધારીનાં MLA ના પુત્ર, તા. BJP પ્રમુખ સામે દુષ્કર્મ, સ્મગલિંગનાં ધંધામાં ધકેલ્યાનો યુવતીનો આરોપ
શુભમ નર્સિંગ કોલેજનાં વાઈસ પ્રિન્સિપાલ સૂચિ રાયની ધરપકડ
અમદાવાદનાં અસારવા વિસ્તારમાં (Asarva) આવેલ શુભમ નર્સિંગ કોલેજનાં વાઈસ પ્રિન્સિપાલ સૂચિ રાય સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સૂચિ રાયની ચોરીનાં આરોપ હેઠળ ધરપકડ કરી છે. માહિતી અનુસાર, ગઈકાલે સવારે કોલેજમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હતી. આ અંગે ફરિયાદ બાદ મેઘાણીનગર પોલીસે (Meghaninagar Police) તપાસ હાથ ધરી હતી. પોલીસે નર્સિંગ કોલેજનાં CCTV ફૂટેજની તપાસ કરી હતી.
અમદાવાદમાં નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સીપાલની ધરપકડ
શુભમ નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સીપાલ સૂચિ રાયની ધરપકડ
સૂચિ રાય નામના વાઈસ પ્રિન્સીપાલ પર ચોરી કરવાનો આરોપ
કોલેજમાંથી રૂપિયા 8 લાખ રૂપિયાની ચોરીનો છે આરોપ
પોલીસે બે લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરી#Gujarat #Ahmedabad… pic.twitter.com/Byef1mqKZO— Gujarat First (@GujaratFirst) July 23, 2025
આ પણ વાંચો - Surat : જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ વિથ હત્યા કેસમાં વધુ બે આરોપી બિહારમાંથી ઝડપાયા
કોલેજમાંથી રૂપિયા 8 લાખ રૂપિયાની ચોરીનો આરોપ
નર્સિંગ કોલેજનાં (Ahmedabad) CCTV ફૂટેજનાં આધારે પોલીસે વધુ તપાસ કરતા ચોરી વાઈસ પ્રિન્સિપાલ સૂચિ રાય દ્વારા કરવામાં આવી હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે ત્વરિત એક્શન લઈને પ્રિન્સિપાલ સૂચિ રાયની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. નર્સિંગ કોલેજનાં CCTV ફૂટેજમાં એક નકાબપોશ મહિલા ઓફિસમાંથી લાખો રૂપિયાની ચોરી કરતા નજરે પડે છે.
આ પણ વાંચો - Banaskantha : દાંતામાં ST બસને નડ્યો અકસ્માત, અચાનક ગરમ થઈ, ઝાડી ઝાંખરામાં પલટી મારી!


