Ahmedabad: પાલડીમાં યુવકની જાહેરમાં ઘાતકી હત્યા, પગ હલ્યો અને ગાડી ચડાવી દિધી
- નૌશલ ઠાકોર નામના યુવકની અજાણ્યા શખ્સોએ કરી ઘાતકી હત્યા
- સમગ્ર ઘટના CCTV ફુટેઝ આવ્યા સામે
- ભઠ્ઠા ચાર રસ્તા નજીક મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ
Ahmedabad: પાલડીમાં યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. જેમાં નૌશલ ઠાકોર નામના યુવકની અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી હતી. સમગ્ર ઘટના CCTV ફુટેઝ સામે આવ્યા છે. પાલડી પોલીસ મથક નજીક આ ઘટના બની છે. જેમાં ભઠ્ઠા ચાર રસ્તા નજીક મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો છે. તેમાં ધોકા અને હથિયારો વડે માર મારી હત્યા નિપજાવી છે. તેમજ હત્યા કર્યા બાદ આરોપીઓએ મૃતક પર ગાડી ચડાવી હતી. ઘાતકી હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો ફરાર થયા છે. તેમજ 10 જેટલા આરોપીએ ઘટનાને અંજામ આપ્યો છે. તથા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ભઠ્ઠા ચાર રસ્તા પાસે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી
અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશન પાસે આવેલ ભઠ્ઠા ચાર રસ્તા પાસે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ સવારે ૩.30 વાગ્યાની આસપાસ હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર નૈસલ ઠાકોર નામના યુવકને કારથી ટક્કર માર્યા બાદ છરીના ઘા મારવામાં આવ્યા હતા. હત્યારાઓ નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા. જેની બાદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
ભઠ્ઠા વિસ્તારમાં નામચીન યુવક નૈશલ ઠાકોર અંજલી ફ્લાય ઓવરબ્રિજ નીચે પહોંચ્યો
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં નામચીન યુવક નૈશલ ઠાકોર અંજલી ફ્લાય ઓવરબ્રિજ નીચે પહોંચ્યો હતો. ત્યારે બીજી કારમાં આવેલા હત્યારાઓએ તેની કારને ટક્કર મારી હતી. તેમજ તેની બાદ ગાડીની બહાર આવીને છરીના ઘા માર્યા હતા . જેના લીધે નૈસલ ઠાકોર લોહી- લુહાણ થયો હતો. તેની બાદ હત્યારા ભાગી છુટ્યા હતા. જયારે પોલીસને આ અંગે જાણ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેની બાદ પાલડી પોલીસે સીસીટીવી ફૂટેજ વગેરેના આધારે તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં પણ પાલડીમાં પાર્થ હોસ્પિટલની સામે 4 શખ્સોએ યુવકની હત્યા કરી હતી
અગાઉ પાલડી વિસ્તારમાં પાર્થ હોસ્પિટલ પાસે આવેલ શહિદ સ્મારક પાસે 4 લોકોએ અલ્પેશ દેસાઇ નામના યુવક સાથે ઝઘડો કરી તેના પર કાર ચઢાવી તેનું મોત નિપજાવી દીધું હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે CCTV ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવક ગાંધીનગરના પોર ગામનો હોવાનું સામે આવ્યું હતુ. ત્યારે CCTVમાં જોવા મળ્યું હતુ કે, આરોપી વિશાલ દેસાઈ સહિત 4 યુવકોએ આવીને એક યુવાન સાથે બોલાચાલી કરી હતી. ત્યારબાદ આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ચારેય યુવકો દ્વારા અલ્પેશ દેસાઇ નામના યુવકને માર માર્યો હતો અને ગુસ્સામાં આવેલા યુવાનોએ અલ્પેશ પર કાર ચઢાવી દેતા, તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: Devayat Khavad અને તેના 6 સાગરિતે મધરાતે 2 વાગ્યે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું


