Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : નડિયાદમાં દેશી દારૂ પીવાના કારણે 3 લોકોના મોતથી ચકચાર

નડિયાદ શહેર પોલીસની બંધ આંખોને લઈ ત્રણના મોત થયા
gujarat   નડિયાદમાં દેશી દારૂ પીવાના કારણે 3 લોકોના મોતથી ચકચાર
Advertisement
  • નડિયાદ શહેર પોલીસની બંધ આંખોને લઈ ત્રણના મોત
  • મુખ્ય મથક નડિયાદમાં દેશી દારૂ પીવાના કારણે મોત થયા
  • નડિયાદના જવાહર નગર પાસે આ ઘટના બની છે

Gujarat lattha kand : લો બોલો દારૂબંધીની વાતો વચ્ચે નડિયાદમાં લઠ્ઠાકાંડ થયુ છે. જેમાં નડિયાદ શહેર પોલીસની બંધ આંખોને લઈ ત્રણના મોત થયા છે. મુખ્ય મથક નડિયાદમાં દેશી દારૂ પીવાના કારણે ત્રણ લોકોના મોતથી ચકચાર મચી છે. નડિયાદના જવાહર નગરની આ ઘટના છે. પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામ કરનાર બે લોકો અને અન્ય એકનું મોત થયુ છે.

Advertisement

દેશી દારુના અડ્ડા અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી

યોગેશકુમાર ગંગારામ કુસ્વાહા ઉંમર વર્ષ 45નું દેશી દારૂ પીવાના કારણે મોત થયુ છે. તેમજ રવિન્દ્ર ઝીણાભાઈ રાઠોડ કલર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય વ્યક્તિનું મોત થયુ છે. તેમજ અન્ય એક વ્યક્તિ જેનું નામ ઠામ હજુ સુધી સામે આવ્યું નથી. એવા વ્યક્તિનું પણ દેશી દારૂના અડ્ડે જ મોત થયુ છે. જેમાં દારુ પીવાથી મોત થયાનો પરિવારનો આરોપ છે. તથા આવતીકાલે સવારે ત્રણેયના પોસ્ટમોર્ટમ થશે. શંકાસ્પદ મોતને લઈ પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે. તેમજ કઈ જગ્યાએથી દારુ લીધો તે અંગે તપાસ શરુ થશે. તથા લઠ્ઠાવાળો દારુ પીવાથી ત્રણેના મોત થયાનો પરિવારનો આરોપ છે તેથી દેશી દારુના અડ્ડા અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે.

Advertisement

અગાઉના લઠ્ઠાકાંડની વિગત :

- 2022માં બોટાદ જિલ્લાના બરવાળામાં લઠ્ઠાકાંડમાં 42 થી વધુના મોત
- 2024 માં દહેગામનાં લીહોડા ગામે ઝેરી દારૂ પીતા 2 લોકોના મૃત્યુ
- 2023 માં ખેડાના સિરપકાંડમાં એક જ ગામના 7ના મોત
- 2016માં સુરતના કડોદરામાં 19ના મોત થયા હતા

આ પણ વાંચો: Patan : ચાણસ્માના વડાવલી ગામે તળાવમાં ડૂબી જતા 5 ના મોત

Tags :
Advertisement

.

×