Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રીબડાનાં Amit Khunt Case માં મોટા સમાચાર, સ્યુસાઈડ નોટનો આવ્યો FSL રિપોર્ટ

આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા (Anirudhsinh Jadeja), રાજદીપસિંહ સહિત ત્રણ સામે ગુનો નોંધાયેલ છે.
રીબડાનાં amit khunt case માં મોટા સમાચાર  સ્યુસાઈડ નોટનો આવ્યો fsl રિપોર્ટ
Advertisement
  1. રીબડાનાં Amit Khunt Case માં આવ્યા મોટા સમાચાર
  2. મૃતક પાસેથી મળેલી સ્યુસાઈડ નોટનો FSL રિપોર્ટ આવ્યો
  3. તપાસનીશ અધિકારીએ FSL રિપોર્ટ કોર્ટમાં સબમિટ કર્યો
  4. કોર્ટમાં રજૂ થયેલા FSL રિપોર્ટ અંગે ભારે સસ્પેન્સ
  5. આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ સહિત ત્રણ સામે ગુનો

Amit Khunt Case : રાજકોટના (Rajkot) ગોંડલ તાલુકાનાં બહુચર્ચિત રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. મૃતક પાસેથી મળેલી સ્યુસાઈડ નોટનો FSL રિપોર્ટ આવી ગયો છે. તપાસનીશ અધિકારીએ FSL રિપોર્ટ કોર્ટમાં સબમિટ કર્યો છે. જો કે, આ FSL રિપોર્ટમાં શું ખુલાસો થયો છે તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ, FSL રિપોર્ટ અંગે સસ્પેન્સ યથાવત છે. આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા (Anirudhsinh Jadeja), રાજદીપસિંહ સહિત ત્રણ સામે ગુનો નોંધાયેલ છે.

આ પણ વાંચો - ભુજમાં Sanskar Collegeની વિદ્યાર્થીનીને ચપ્પુ મારનારા આરોપીને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Advertisement

Amit Khunt Case માં સ્યુસાઈડ નોટનો FSL રિપોર્ટ આવ્યો

ગોંડલ તાલુકાનાં (Gondal) રીબડામાં એક વાડીમાં ઝાડ પર લટકતી યુવક અમિત ખૂંટની લાશ મળી આવી હતી. યુવક અમિત ખૂંટે આપઘાત (Amit Khunt Case) કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ, આ કેસમાં સમય જતા નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે આ બહુચર્ચિત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. મૃતક અમિત ખૂંટ પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેને તપાસ અર્થે FSL મોકલાઈ હતી. જો કે, હવે મૃતક પાસેથી મળેલી સ્યુસાઈડ નોટનો FSL રિપોર્ટ આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - SURAT માં હરિયાણાની આંતરરાજ્ય ચોર ગેંગ ઝડપાઈ : રિક્ષામાંથી 32 લાખની સોનાની લગડીઓની ચોરી, 5 આરોપીઓની ધરપકડ

કોર્ટમાં રજૂ થયેલા FSL રિપોર્ટ અંગે ભારે સસ્પેન્સ

માહિતી અનુસાર, તપાસનીશ અધિકારીએ આ FSL રિપોર્ટને કોર્ટમાં સબમિટ કર્યો છે. જો કે, આ રિપોર્ટમાં શું ખુલાસો થયો છે તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ, રિપોર્ટને લઈને હાલ પણ સસ્પેન્સ યથાવત છે. જણાવી દઈએ કે, અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ (Rajdeepsinh Jadeja) સહિત ત્રણ સામે ગુનો નોંધાયેલ છે. જણાવી દઈએ કે 3-4 મહિના પહેલા અનિરૂદ્ધસિંહ જાડેજા (Aniruddhshinh jadeja) એ એક વીડિયો જાહેર કરી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (jayrajshinh jadeja) સામે આક્ષેપ કર્યા હતા અને પોલીસને મળેલ સુસાઇડ નોટને ટાંકી દાવો કર્યો હતો કે, સ્યુસાઈડ નોટમાં ઘણા બધા ચેડા કરવામાં આવ્યા છે. મારૂ અને મારા પુત્ર રાજદીપનું નામ ખોટી રીતે ઉમેરી અમને ફસાવવાનું કાવતરૂં રચવામાં આવ્યું છે. પોલીસ ઉંડી ઉતરી તપાસ કરે તેવી માંગ અનિરૂદ્ધસિંહ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો - કચ્છમાં ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માગ : Yogi Devnath બાપુનું અનશન પાંચમા દિવસે યથાવત

Tags :
Advertisement

.

×