Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : હિચકારા 'લૂંટ વીથ ડબલ' મર્ડર કેસમાં 4 ની ધરપકડ, સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું

આરોપીઓએ 17 જુલાઈનાં રોજ વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
amreli   હિચકારા  લૂંટ વીથ ડબલ  મર્ડર કેસમાં 4 ની ધરપકડ  સમગ્ર ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાયું
Advertisement
  1. અમરેલીમાં લૂંટ વીથ ડબલ મર્ડરથી હાહાકાર (Amreli)
  2. વડિયાનાં ઢુંઢિયા પીપળીયા ગામની ઘટના
  3. લૂંટ કર્યા બાદ બે લોકોની હત્યા કરવામાં આવી હતી
  4. પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી, ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું

Amreli : અમરેલીનાં વડીયા તાલુકાનાં ઢુંઢીયા પીપળીયા ગામે લૂંટ કર્યા બાદ બે લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હિચકારી ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આજે ચારેય આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓએ 17 જુલાઈનાં રોજ વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- Rajkot : વધુ એક સિંગર અને લોકસાહિત્યકારનાં સિવિલ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપ

Advertisement

લૂંટ કર્યા બાદ વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી

અમરેલી જિલ્લાનાં (Amreli) વડીયા તાલુકાનાં ઢુંઢીયા પીપળીયા ગામે 17 જુલાઈનાં રોજ વૃદ્ધ દંપતીનાં ઘરે 4 ઇસમો લૂંટનાં ઇરાદે ઘૂસી આવ્યા હતા. લુટારુઓએ લૂંટ કરી ફરાર થવાની ફિરાકમાં હતા કે વૃદ્ધ દંપતીને જાણ થતાં લુટારુઓને રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ વૃદ્ધ દંપતીની હત્યા કરી ફરાર થયા હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે પોલીસે (Amreli Police) કાર્યવાહી કરીને 4 આરોપી બાલા સોલંકી, અનિલ સોલંકી, આશિષ સોલંકી અને રામસિંહ મુહાની ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો- Bhavnagar : ભડભીડ ટોલનાકા પર થયેલી બબાલનાં CCTV- LIVE વીડિયો વાઇરલ

4 આરોપીની ધરપકડ, પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું

આજે પોલીસે ચારેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. હત્યારાઓને હાથમાં દોરડું બાંધીને સમગ્ર હત્યાનાં ઘટનાક્રમનું રિ-કન્સ્ટ્રકશન કરાયું હતું. દરમિયાન, આખું ગામ ત્યાં એકત્ર થયું હતું. લૂંટ વિથ ડબલ મર્ડરની આ હૃદયદ્રાવક ઘટનામાં એકપણ સીસીટીવી ફૂટેજ ન હોવા છતાં અમરેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીનાં દિવસોમાં આરોપીઓને ઝડપી લઈ ભેદ ઉકેલ્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- Ahmedabad : AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો હાસ્યસ્પદ દાવો! જનતામાં ફાટી નીકળ્યો આક્રોશ

Tags :
Advertisement

.

×