Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખેલાયું ધીંગાણું! ચોંકાવનારા CCTV વાઇરલ

રાજુલા તાલુકાનાં (Rajula) શિયાળબેટમાં ઉપસરપંચ બનવા મામલે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી.
amreli   રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખેલાયું ધીંગાણું  ચોંકાવનારા cctv વાઇરલ
Advertisement
  1. Amreli ના રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખેલાયું ધિંગાણું!
  2. રાજુલાનાં શિયાળબેટમાં ઉપસરપંચ બનવા મામલે માથાકૂટ થઈ
  3. સિવિલ હોસ્પિટલમાં 15 શખ્સોએ ધોકા-પાઇપ સાથે મારામારી કરી
  4. 6 વ્યક્તિઓ પર ધોકા-પાઈપ વડે હિચકારો હુમલો કરી આરોપીઓ ફરાર

Amreli : અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલી સિવિલ હોસ્પિટલનાં (Civil Hospital) ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. ધોળા દિવસે હોસ્પિટલમાં મારામારીની ઘટના બની હતી. શિયાળબેટમાં ઉપસરપંચ બનવા મામલે માથાકૂટ થતાં 15 જેટલા અસામાજિક તત્વો ધોકા-પાઇપ જેવા હથિયારો સાથે હોસ્પિટલમાં ઘૂસી આવ્યા હતા અને 6 વ્યક્તિઓ પર હિચકારો હુમલો કરી ફરાર થયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે CCTV નાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Kheda : જે કામ પોલીસે કરવું જોઈએ તે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી એ કર્યું, એટલે મળી સજા ?

Advertisement

શિયાળબેટમાં ઉપસરપંચ બનવા મામલે બે જૂથ વચ્ચે માથાકૂટ

અમરેલી જિલ્લાના (Amreli ) રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ધોળા દિવસે મારામારીની ઘટના બની હતી, જેનાં કારણે દર્દીઓની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા તાલુકાનાં (Rajula) શિયાળબેટમાં ઉપસરપંચ બનવા મામલે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ બાબતે 15 જેટલા શખ્સો લાકડી-ડંડા-ધોળા-પાઇપ સહિતનાં હથિયારો સાથે સિવિલ હોસ્પિટલમાં ઘૂસી આવ્યા હતા અને બૂમાબૂમ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરી એકવાર ધારદાર અસર, GPCB દોડતું થયું

આરોપીઓએ હોસ્પિટલમાં 6 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો

અસામાજિક તત્વોએ હોસ્પિટલમાં 6 જેટલી વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. થોડા સમય માટે હોસ્પિટલમાં ભયનો માહોલ સર્જાયો હતો. 15 શખ્સોએ મચાવેલા તાંડવની ઘટના હોસ્પિટલનાં CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના અંગે હોસ્પિટલ તંત્રે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસની ટીમ સિવિલ પહોંચી હતી અને CCTV ફૂટેજનાં આધારે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે કયાં કારણોસર હુમલો કરાયો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - Ahmedabad : વ્હાઇટ ટોપિંગ રોડમાં ગાબડાનો મુદ્દો AMC ની સભામાં ગૂંજ્યો, વિપક્ષનાં આરોપ

Tags :
Advertisement

.

×