Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand : બાકરોલમાં લાકડીઓ-પાઇપો વડે હુમલો કરનારાઓની પોલીસે શાન ઠેકાણે લાવી!

આરોપીઓએ બાકરોલની શ્રી બંગલોઝમાં લાકડીઓ અને પાઇપો વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો અને આખી સોસાયટી બાનમાં લીધી હતી
anand   બાકરોલમાં લાકડીઓ પાઇપો વડે હુમલો કરનારાઓની પોલીસે શાન ઠેકાણે લાવી
Advertisement
  1. Anand માં પોલીસે અસમાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવ્યો
  2. બાકરોલમાં ગત શનિવારે અસમાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો
  3. શ્રી બંગલોઝમાં લાકડીઓ અને પાઇપો વડે હુમલો કર્યો હતો
  4. પોલીસે આરોપીઓને સ્થળે લઈ જઈ લોકોની માફી મંગાવી

Anand : આણંદનાં બાકરોલમાં (Bakrol) આવેલ સોસાયટીમાં શનિવારનાં રોજ આતંક મચાવનાર અસમાજિક તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. સરાજાહેર સરઘસ કાઢી હાથ જોડાવી લોકોની માફી મંગાવી છે. આરોપીઓએ બાકરોલની શ્રી બંગલોઝમાં (Shri Bungalows) લાકડીઓ અને પાઇપો વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો અને આખી સોસાયટી બાનમાં લીધી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જે બાદ પોલીસે આરોપીઓની ઓખળ કરી ધરપકડ કરી છે અને સ્થળે લઈ જઈ લોકોની માફી મંગાવી છે.

આ પણ વાંચો - નવરાત્રિ બાદ શું હવે Diwali પર પણ વરસાદનું સંકટ? Ambalal Patel ની આગાહી

Advertisement

Advertisement

Anand માં બાકરોલમાં શનિવારે અસમાજિક તત્વોએ આંતક મચાવ્યો હતો

આણંદનાં (Anand) બાકરોલમાં આવેલ શ્રી બંગલોઝમાં સ્ટ્રીટ પરનાં શ્વાનને લઈને થયેલી સામાન્ય બોલાચાલીમાં મામલો ઉગ્ર બન્યો હતો અને ગત શનિવારે અસામાજિક તત્વોનું ટોળું લાકડી-ડંડા લઈ સોસાયટીમાં પહોંચ્યું હતું અને જીવલેણ હુમલો કર્યો હતો. ટોળાએ સમગ્ર સોસાયટીને બાનમાં લીધી હતી. આરોપીઓએ વાહનોમાં તોડફોડ કરી ડરનો માહોલ ઊભો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોનાં આધારે સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Vadodara : જાંબુવા લેન્ડફિલ સાઇટ પર કચરાના પર્વત, 5 કિમિ સુધી દુર્ગંધ ફેલાઇ

વલ્લભવિદ્યાનગરમાં જાહેર સ્થળોએ પોલીસે વરઘોડો કાઢ્યો

આજે વલ્લભવિદ્યાનગરમાં (Vallabhvidyanagar) જાહેર સ્થળોએ પોલીસે અસામાજિક તત્વોનો વરઘોડો કાઢ્યો હતો. એટલું જ નહીં પણ પોલીસે આરોપીને હાથ જોડાવીને લોકોની માફી પણ મગાવી હતી. પોલીસે બાકરોલ ગેટ, શહીદ ચોક, મોટા બજાર ચોકડી વિસ્તારમાં આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. જાહેરમાં હુમલો કરનારાઓમાં બિલ્ડર ઉમંગ ઇનામદાર પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : કુબેરનગરમાં જાહેર રસ્તા પર Dance Bar જેવી પાર્ટી, યુવતીએ બિભત્સ ચેનચાળા અને અશ્લીલ હરકતો કરી; Video Viral

Tags :
Advertisement

.

×