Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Slavery Racket : સાઇબર સ્લેવરીનાં ઇન્ટરનેશનલ રેકેટમાં મોટી સફળતા! બે ગુજરાતી યુવકની દર્દનાક આપવીતી!

મ્યાનમારનાં જંગલોમાં કાળા પાણી જેવી સજા આપવામાં આવી હતી. ટોર્ચર રૂમમાં ભૂખ્યાં રાખતા, કામ ન કરનારને ઢોર માર મારતા હતા.
slavery racket   સાઇબર સ્લેવરીનાં ઇન્ટરનેશનલ રેકેટમાં મોટી સફળતા  બે ગુજરાતી યુવકની દર્દનાક આપવીતી
Advertisement
  1. સાઇબર સ્લેવરીનાં ઇન્ટરનેશનલ રેકેટ મામલે મોટા સમાચાર (Slavery Racket)
  2. સાઇબર ક્રાઇમને વધુ એક મોટી સફળતા, સબ એજન્ટ અકીબને દબોચ્યો
  3. અગાઉ 3 આરોપીઓને સાઇબર ક્રાઇમે ઝડપી પાડ્યા હતા
  4. થાઈલેન્ડમાં રૂ.70 હજાર પગારની નોકરની લાલચ આપી બે મુસ્લિમ યુવાનને મ્યાનમાર ધકેલ્યાનો આરોપ
  5. છત્રાલના સબ એજન્ટ અકીબે એજન્ટ દાનીશ દંતેરિયા મારફતે યુવકોને મોકલ્યાનો ઘટસ્ફોટ

Surat : સુરતમાં સાઇબર સ્લેવરીનાં ઇન્ટરનેશનલ રેકેટ (International Cyber Slavery Racket) મામલે મોટા સમાચાર આવ્યા છે. સાઇબર ક્રાઇમે વધુ એક આરોપી એજન્ટની ધરપકડ કરી છે. છત્રાલના સબ એજન્ટ અકીબને સાઇબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. અકીબે એજન્ટ દાનીશ દંતેરિયા મારફતે બે મુસ્લિમ યુવાનોને ઊંચા પગારે નોકરીની લાલચ આપીને મ્યાનમાર (Myanmar) મોકલ્યા હતા. અગાઉ સાઇબર ક્રાઇમે 3 આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે હાલ પણ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - Banaskantha Rain : 13 ગામો સંપર્કવિહોણા, ખેડૂતોને ભારે નુકસાન, રાહત કામગીરી ચાલું

Advertisement

Slavery Racket માં છત્રાલનાં સબ એજન્ટ અકીબની ધરપકડ

મ્યાનમારની ગેંગ (Myanmar Gang) દ્વારા ચલાવાતા સાઇબર સ્લેવરી ઇન્ટરનેશનલ રેકેટ મામલે સુરત સાઇબર ક્રાઇમને (Surat Cyber Crime) વધુ એક મોટી સફળતા મળી છે. સાઇબર ક્રાઇમે આ રેકેટ સાથે સંકળાયેલા વધુ એક આરોપીની ધરપકડ કરી છે. છત્રાલનાં સબ એજન્ટ અકીબને સાઇબર ક્રાઇમે દબોચી લીધો છે. માહિતી અનુસાર, સબ એજન્ટ અકીબે એજન્ટ દાનીશ દંતેરિયા સાથે મળીને બે મુસ્લિમ યુવકોને મ્યાનમાર મોકલ્યા હતા. આ યુવકોને થાઈલેન્ડમાં રૂ.70 હજારનાં પગારની નોકરી હોવાની લાલચ આપી હતી. ઉપરાંત, ચાઈનીઝ કોલ સેન્ટરમાં નોકરી છે કહી ગેરમાર્ગે દોરી મુસ્લિમ યુવકોને સાઇબર સ્લેવરી (Slavery Racket) બનાવી દીધા હતા.

Advertisement

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યા છે વરસાદનું રેડ એલર્ટ

અકીબના બે દિવસના રિમાન્ડ મંજૂર, યુવાનની આપવીતી રૂંવાટા ઊભા કરે એવી!

સાઇબર ક્રાઇમે સબ એજન્ટ અકીબના બે દિવસના રિમાન્ડ મેળવાયા છે. અગાઉ સાઇબર ક્રાઇમે આ રેકેટનાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. નોંધનીય છે, સુરત સાઇબર ક્રાઇમનાં ગુપ્ત ઓપરેશન બાદ મ્યાનમારની ગેંગનાં ત્રાસમાંથી બે ગુજરાતી યુવકોનો છૂટકારો થયો છે. સુરતનાં રાંદેર અને વડોદરાનાં (Vadodara) યુવકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, 20 જુલાઈનાં રોજ બંને યુવક બેંગકોક પહોંચ્યા હતા. ત્યાં તેમને ઉત્તરપ્રદેશ તથા હૈદરાબાદનાં અન્ય યુવકો સાથે એક વાહનમાં બેસાડી 400 કિમી દૂર મ્યાનમારનાં જંગલવાળા વિસ્તારમાં લઈ જવાયા હતા. ત્યાં તેમને કાળા પાણી જેવી સજા આપવામાં આવી હતી. ટોર્ચર રૂમમાં ભૂખ્યાં રાખતા, કામ ન કરનારને ઢોર માર મારતા હતા. આ ઘટનાએ વિદેશમાં નોકરીનાં નામે ચાલતી માનવ તસ્કરી અને સાઇબર ગુનાખોરીનાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આગામી તપાસમાં વધુ મસમોટા અને ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Gujarat Rain: પાટણ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો, જનજીવન અસ્ત વ્યસ્ત

Tags :
Advertisement

.

×