Attack on Journalist : પત્રકાર પર હુમલા મામલે હવે તપાસ LCB ની 3 ટીમ કરશે
- મહેસાણાનાં વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરીનાં સંચાલકોની દાદાગીરી (Attack on Journalist)
- નકલી પનીર બનાવતા ફેક્ટરી સંચાલકોએ પત્રકારો પર હુમલો કર્યાનો મામલો
- એક બાજુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં બીજી તરફ પત્રકારો પર હુમલો
- પત્રકાર પર હુમલા મામલે તાપસ LCB ને સોંપાઈ, 3 ટીમો બનાવી તાપસ
Mehsana : મહેસાણામાં પત્રકાર હુમલા (Attack on Journalist) મામલે મોટા સમાચાર આવ્યા છે. વિજાપુરમાં શંકાસ્પદ નકલી પનીર પકડવા મામલે ફેક્ટરી માલિક દ્વારા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે LCB પોલીસને તપાસ સોંપાઈ છે. LCB પોલીસની 3 ટીમ આ કેસમાં તપાસ કરશે. પત્રકાર પર હુમલો કરતા ફેક્ટરી સંચાલકો કેમેરામાં કેદ થયા હતા. આ અંગે વિજાપુર પોલીસ મથકે (Vijapur Police Station) ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો - Rajkot : લુખ્ખા તત્વોનો આતંક! નજીવી બાબતે પેટ્રોલ પંપનાં સ્ટાફ પર છરી વડે હુમલો
વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરીના સંચાલકોની દાદાગીરી
નકલી પનીર બનાવતા ફેક્ટરી સંચાલકોએ પત્રકારો પર કર્યો હુમલો
એક બાજુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં બીજી તરફ પત્રકારો પર હુમલો
સમગ્ર મામલે સંચાલક દિનેશ સામે પોલીસે નોંધી ફરિયાદ#Gujarat #Mehsana #Vijapur #FakePaneer… pic.twitter.com/wIP0OA4TEM— Gujarat First (@GujaratFirst) August 9, 2025
ભેળસેળયુક્ત પનીર બનાવતી ફેક્ટરીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો પર હુમલો
મહેસાણા જિલ્લાનાં વિજાપુર પાસે હિંમતનગર હાઇવે પર ડીવાઇન ફૂડ નામની એક ફેક્ટરી (Divine Food Factory) આવેલી છે, જ્યાં શંકાસ્પદ ભેળસેળયુક્ત નકલી પનીર (Duplicate Paneer) બનાવી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાતા હોવાની માહિતી મળતા વિવિધ ખાનગી ન્યૂઝ ચેનલનાં પત્રકારો ત્યાં પહોંચ્યા હતા અને કવરેજ કરી રહ્યા હતા. દરમિયાન, ફેક્ટરીનાં માલિક દિનેશ પટેલને નકલી પનીર અંગે સવાલ કરતા તે ઉશ્કેરાયા હતા અને પત્રકારો પર હુમલો કર્યો હતો. એક પત્રકારને બચકાં ભરી કેમેરામેનનાં કેમેરા અને માઈક પણ તોડી નાખ્યા હતા. આ મામલે વિજાપુર પોલીસ સ્ટેએશનમાં ફેક્ટરી માલિક દિનેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો - Ahmedabad : દારૂનો અડ્ડો બંધ કરાવવા મુદ્દે થયેલ મારામારીમાં એકનું મોત થયાનો આરોપ
આજે FSL સહિત પોલીસની ટીમો ફેક્ટરી પહોંચી તપાસ કરી
પત્રકારો પર હુમલો (Attack on Journalist) કરતા ફેકટરી માલિક દિનેશ પટેલ કેમેરામાં કેદ થયા હતા. આ મામલે આગળની તપાસ LCB ને સોંપવામાં આવી છે. LCB ની 3 ટીમ (Mehsana LCB Police) આ કેસની તપાસ કરશે. માહિતી મુજબ, આજે FSL સહિત પોલીસની ટીમો ફેક્ટરી પહોંચી હતી. આરોપી ફેક્ટરી માલિક દિનેશ પટેલની ધરપકડ કરવા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટનાં સવાલ : (Attack on Journalist)
> મીડિયાકર્મીઓ પર જીવલેણ હુમલો કેમ?
> એક બાજું ચોરી, ઉપરથી સિના જોરી?
> નકલી પનીરની આખી ફેક્ટરી, સવાલ કર્યો તો હુમલો?
> કેમેરા તોડ્યા, હુમલો કર્યો, પત્રકારો સાથે કેમ ગુંડા જેવું વર્તન?
> આ ગુંડાઓને કાયદો હાથમાં લેવાની સત્તા કોણે આપી?
> ભેળસેળ તો કરો છો હવે કાયદો પણ હાથમાં લેશો?
> શું આ ગુંડાની જાહેરમાં સરભરા થશે ખરી?
> ચોથી જાગીર પર હુમલો, કાર્યવાહી ક્યારે?
આ પણ વાંચો - Vadodara : કાળા કાચ વાળી સ્કોર્પિયોમાં નિયમો તોડીને કરેલી 'રીલબાજી' વાયરલ


