Banaskantha : ડીસા વિસ્ફોટ કાંડમાં 21નાં મોત, એમ્બ્યુલન્સમાં મૃતદેહો મુકવાની કામગીરી શરુ
- તંત્રએ મૃતદેહોને મધ્યપ્રદેશ મોકલી આપવા વ્યવસ્થા કરી છે
- 11 જેટલી એમ્બ્યૂલન્સમાં મધ્યપ્રદેશ મૃતદેહ મોકલાશે
- એક એમ્બ્યૂલન્સમાં બે મૃતદેહ મધ્યપ્રદેશ મોકલાશે
Banaskantha : બનાસકાંઠાના ડીસા વિસ્ફોટ કાંડમાં તંત્રએ વ્યવસ્થા કરી છે. જેમાં તંત્રએ મૃતદેહોને મધ્યપ્રદેશ મોકલી આપવા વ્યવસ્થા કરી છે. તંત્રએ કુલ 20 જેટલી એમ્બ્યૂલન્સની વ્યવસ્થા કરી છે. તેમાં 11 જેટલી એમ્બ્યૂલન્સમાં મધ્યપ્રદેશ મૃતદેહ મોકલાશે. એક એમ્બ્યૂલન્સમાં બે મૃતદેહ મધ્યપ્રદેશ મોકલાશે. લાંબા અંતરના લીધે દરેક એમ્બ્યૂલન્સમાં બે ડ્રાઈવર રખાશે. પોલીસના કાફલા સાથે મૃતદેહ મધ્યપ્રદેશ મોકલાશે.
બનાસકાંઠાના ડીસા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર#DeesaBlastCase #DeepakMohanani #FireworksFactory #LCBAction #FatherAndSonArrested #IllegalFireworks #Gujaratfirst pic.twitter.com/rrErhY2tXo
— Gujarat First (@GujaratFirst) April 1, 2025
બનાસકાંઠાના ડીસા વિસ્ફોટમાં MPનો પરિવાર વિખરાયો
બનાસકાંઠાના ડીસા વિસ્ફોટમાં MPનો પરિવાર વિખરાયો છે. જેમાં મધ્યપ્રદેશથી એક જ પરિવારના છ સભ્યો ડીસા આવ્યા હતા. તેમાં MPનો પરિવાર ડીસામાં મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. અગ્નિકાંડમાં મોત થતા MPથી પરિવારના સભ્યો ડીસા આવ્યા છે. ડીસા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લેવા પરિવાર પહોંચ્યો છે. તેમજ બનાસકાંઠાના ડીસા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર એ છે કે ડીસાના દાનવ દીપક મોહનાણી અને પિતા ખૂબચંદને પોલીસે દબોચ્યા છે. આરોપી દીપકને પોલીસે ઈડરથી પકડી પાડ્યો છે. ફટાકડાની ફેક્ટરીનો માલિક દીપક મોહનાણી છે. જેમાં દીપક 2021થી ગેરકાયદે ફટાકડા ફેક્ટરી ચલાવતો હતો.
ડીસા બ્લાસ્ટ કેસમાં પિતા ખૂબચંદની LCBએ ધરપકડ કરી
ડીસા બ્લાસ્ટ કેસમાં પિતા ખૂબચંદની LCBએ ધરપકડ કરી છે. LCBએ ગણતરીના કલાકોમાં જ દીપકને પકડી પાડ્યો છે. ઈડર મહારાણા પ્રતાપ ચોક પાસેથી કારમાંથી ઝડપાયો છે. દીપકના પિતા ખુબચંદ મોહનાણી અન્ય કારમાં ફરાર થયા હતા. LCBએ ખૂબચંદ મોહનાણીને પણ ઝડપી પાડ્યો છે.
19 લોકોની થઈ ઓળખ 2 લોકોની ઓળખ બાકી
ડીસા જીઆઈડીસામાં બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે.જેમાંથી 19 લોકોની ઓળખ થઈ છે. જ્યારે બે લોકોની ઓળખ બાકી છે. મૃત્યકોના પીએમ પૂર્ણ થયા છે. તેમજ જીલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. શ્રમિકો મૂળ મધ્ય પ્રદેશનાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મધ્ય પ્રદેશથી SDM કક્ષાનાં અધિકારીઓ મૃતદેહો લેવા માટે નીકળ્યા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, 2021 ની સાલમાં તેને લાઈસન્સ આપવામાં આવ્યું હતું. ગોડાઈન તરીકે ઉપયોગ કરવા માટે. તેમજ 2024 ના ડિસેમ્બરમાં લાયસન્સ રીન્યુ માટે માંગ કરવામાં આવી હતી. પરંતું સ્થાનિક પોલીસ અને મામલતદારે તેની તપાસ કરી હતી.
ઘટના બની તે ગોડાઉનમાં અંદાજી 15 દિવસ પહેલા ફટાકડાનો ગેર કાયદેસર સંગ્રહ કરવામાં આવ્યો
ઘટના બની તે ગોડાઉનમાં અંદાજી 15 દિવસ પહેલા ફટાકડાનો ગેર કાયદેસર સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જિલ્લામાં અન્ય કોઈ આવા ગેરકાયદેસર ફટાકડાનાં ગોડાઉન છે કે નહી તેની તપાસ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી હાલત થઈ છે. ડીસામાં 21 લોકોનાં જીવ ગયા બાદ તંત્ર જાગ્યું છે. તેમજ ગેરકાયદેસર ગોડાઉન ધમ ધમે છે કે નહી તેની તપાસ માટે ટીમો કામે લાગી છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 2 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


