Gujarat News: નકલી ડોક્ટરોથી રહેજો સાવધાન! ઈલાજ કરાવતા પહેલા ડિગ્રી જોઈ લેજો
- સાળંગપુર રોડ અને તાજપર ગામમાં SOGનો સપાટો!
- ક્લિનિક ચલાવતા 2 'મુન્નાભાઈ MBBS' પકડાયા!
- રૂપિયા ખાતર ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં
Bogus Doctor: બોટાદના સાળંગપુર રોડ પર મોમદનગર વિસ્તારમાં આવેલી ચાંદ ક્લિનિક ધરાવતો ડોક્ટર નકલી હોવાની બાતમી SOGને મળી હતી. તેના આધરે પોલીસે રેડ કરતા ક્લિનિકના ડોક્ટર મેહકુઝખાન પઠાણ પાસે ડોક્ટરની કોઈ ડિગ્રી ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી, પોલીસે નકલી તબીબ મેહકુઝખાનની ધરપકડ કરી. તેની ક્લિનિકમાંથી દવાના પેકેટ, ગ્લુકોઝની બોટલ, સિરીંજ, બીપી મીટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તાજપર ગામના પણ મુન્નાભાઈ MBBS વિશે બાતમી મળી
આ સિવાય, બોટાદ જિલ્લાના તાજપર ગામના પણ મુન્નાભાઈ MBBS વિશે બાતમી મળી હતી. જેથી, પોલીસે તાજપર ગામના પરા વિસ્તારમાં ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતા નકલી તબીબ હર્ષિત બાલાને ઝડપી લીધો હતો. આ નકલી ડોક્ટર છેલ્લા ત્રણ વર્ષથી લોકોનો ઈલાજ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેની ક્લિનિકમાંથી પણ દવા, નીડલ સહિત સારવાર માટે ઉપયોગમાં લેવાતો સામાન જપ્ત કર્યો છે. બોટાદ SOG પોલીસે બે ડિગ્રી વગરના ડોક્ટરોને ઝડપી વધુ કાર્યવાહી હાથધરી છે.
ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે રમત કરનારા આ નકલી તબીબો
ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે રમત કરનારા આ નકલી તબીબોને તો પોલીસે જેલ હવાલે કરી દીધા છે. પરંતુ, લોકોએ પણ જાગૃત બનવું જરૂરી છે. જે ડોક્ટર પાસે તમે ઈલાજ કરાવવા જાઓ છો. જે ડોક્ટર તમને દવા આપે તે તમે આંખ બંધ કરી લઈ લો છે. તે ડોક્ટર અસલી છે કે નકલી, તેની પાસે ખરેખર ડોક્ટરની ડિગ્રી છે કે નહીં તે ચકાસવું જરૂરી છે.
આ પણ વાંચો: Raksha Bandhan 2025: રક્ષાબંધને રાખડી બાંધવાનો શુભ સમય અને પૂજા પદ્ધતિ જાણો


