Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : 468 કેસમાં જપ્ત 384 કરોડના 8 હજાર કિલો ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે ભરૂચ ખાતે 'ડ્રગ્સ નાબુદી કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
bharuch   468 કેસમાં જપ્ત 384 કરોડના 8 હજાર કિલો ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ
Advertisement
  1. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી Bharuch નાં દહેજની મુલાકાતે
  2. ગુજરાત પોલીસે 468 કેસમાં ઝડપેલા ડ્રગ્સનો કરાયો નાશ
  3. 384 કરોડના 8 હજાર કિલો ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ
  4. વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ જથ્થાનો નાશ કરવામાં આવ્યો
  5. એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો પણ પ્રારંભ કરાયો

Bharuch : રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) ઉપસ્થિતિમાં આજે શુક્રવાર 3 ઓક્ટોબર 2025 ના રોજ ભરૂચ ખાતે 'ડ્રગ્સ નાબુદી કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) 'નશા-મુક્ત ગુજરાત'ના (Drug-Free Gujarat) સંકલ્પને વધુ દ્રઢ બનાવવાનાં ભાગરૂપે, ગુજરાત પોલીસ દ્વારા 442 ગુનામાં જપ્ત કરાયેલા અંદાજે 8,000 કિલોગ્રામ અને રૂ.381 કરોડથી વધુની કિંમતનાં નાર્કોટિક્સનો નાશ કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના (ANTF) વિધિવત પ્રારંભની જાહેરાત

તાજેતરમાં વિજયાદશમીનાં પર્વે જેમ રાવણરૂપી બુરાઈનું દહન થયું, તેમ જ સમાજને ખોખલો કરી રહેલા ડ્રગ્સરૂપી દાનવનાં દહન દ્વારા ગુજરાત સરકાર પોતાની નશા વિરોધી ઝુંબેશ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને દર્શાવશે છે. આ અભિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) "ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા"ના આહ્વાન અને "ઝીરો ટોલરન્સ"ની નીતિ અંતર્ગત આગળ ધપાવવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) રાજ્યમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ના વિધિવત પ્રારંભની જાહેરાત કરી હતી.ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરી સાથે કાર્યરત થનારી આ વિશિષ્ટ ફોર્સમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ ફક્ત નાર્કોટિક્સના ગુનાઓ સામે જ કામગીરી કરશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Gujarat First ના અહેવાલ પર લાગી મહોર! ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષપદે જગદીશ વિશ્વકર્માની બિનહરીફ, સત્તાવાર જાહેરાત બાકી

'મેન્ટર પ્રોજેક્ટ'ને વધુ સઘન બનાવાશે, ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પો. જવાન સન્માનિત

તદુપરાંત, રાજ્યમાં ચાલી રહેલા 'મેન્ટર પ્રોજેક્ટ'ને વધુ સઘન બનાવવા પણ પગલાં ભરાશે. હાલ, જામીન પર છૂટેલા આશરે 2640 નાર્કોટિક્સનાં આરોપીઓ પર 1978 પોલીસ મેન્ટર નજર રાખી રહ્યા છે. સાથે જ,જનભાગીદારીને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની 'માનસ' હેલ્પલાઇન 1933 ને વધુ અસરકારક બનાવવામાં આવશે. નવી વ્યવસ્થા અંતર્ગત આ હેલ્પલાઇન પર મળતી માહિતી સીધી જ ગૃહ રાજ્ય મંત્રીના કાર્યાલય સુધી પહોંચશે. ડ્રગ્સ વિરોધી લડતમાં (Drug-Free Gujarat) ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ જવાનોને આ પ્રસંગે બિરદાવવામાં આવશે. રાજ્ય સરકારની 'રિવોર્ડ પોલિસી' અંતર્ગત 7 મોટા કેસોમાં સફળ કામગીરી કરનાર 92 પોલીસ જવાનોને કુલ ₹29.67 લાખની ઇનામની રકમ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Rajkot : 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, સુસાઇડ નોટમાં ચોંકાવનારો ખુલાસો!

Bharuch માં આજે ડ્રગ્સના રાવણને દહન કરવામાં આવ્યું : હર્ષ સંઘવી

આ મહત્ત્વના કાર્યક્રમ થકી રાજ્ય સરકાર ડ્રગ્સનાં કારોબારીઓને કડક ચેતવણી આપશે તેમ જ 'નશા-મુક્ત ગુજરાત'ના (Drug-Free Gujarat) નિર્માણ માટેની પ્રતિબદ્ધતાને વધુ એકવાર દોહરાવશે. આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભરૂચમાં (Bharuch)આજે ડ્રગ્સના રાવણને દહન કરવામાં આવ્યું છે, જે ખૂબ મોટી બાબત છે. ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નહીં, પરંતુ લડત લડી રહી છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ડ્રગ્સનાં દુષણને ડામવા મહત્ત્વપૂર્ણ સાબિત થશે, સાથે જ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતાં.

આ પણ વાંચો - મોરબીના Jaysukh Patel ની કંપની અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં 5 મજૂરોના મોતનો મામલો, ધરપકડ માટે પોલીસ કમિટીના રિપોર્ટની રાહમાં

Tags :
Advertisement

.

×