Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવા, તેમના પુત્ર સહિત 6 ને કોર્ટમાં રજૂ કરાયા

હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા, હાસોટ તાલુકા પંચાયતનાં ઓપરેટર રાજેશ ટેલર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
bharuch   મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવા  તેમના પુત્ર સહિત 6 ને કોર્ટમાં રજૂ કરાયા
Advertisement
  1. ભરૂચનો ચકચારી મનરેગા કૌભાંડ મામલો (Bharuch)
  2. હીરા જોટવા અને તેના પુત્ર સહિત 6 ને કોર્ટમાં રજૂ કરાયા
  3. રિમાન્ડ પૂર્ણ થતાં પુન: કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
  4. કોર્ટે આરોપીઓને સબજેલમાં મોકલવા હુકમ કર્યો

Bharuch : ભરૂચનાં બહુચર્ચિત મનરેગા કૌભાંડ (MNREGA Scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. આ કૌભાંડમાં ઝડપાયેલા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હીરા જોટવા (Hirabhai Jotva) અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા (Digvijay Jotva) સહિત 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં આજે પુન: કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, કોર્ટે આરોપીઓને સબજેલમાં મોકલવા હુકમ કર્યો છે.

આ પણ વાંચો - Dwarka : રાવળા તળાવ નજીક કોમર્શિયલ બાંધકામ, ગોરીંજા ગામ પાસે 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ દૂર કરાયા

Advertisement

હીરા જોટવા અને તેના પુત્ર સહિત 6 ને કોર્ટમાં રજૂ કરાયા

ભરૂચમાં મનરેગામાં ખોટા બિલ મુકાવી રૂપિયા 7 કરોડ 30 લાખની છેતરપિંડી (Bharuch MNREGA Scam) આચરવાનાં આરોપ હેઠળ કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા, હાસોટ તાલુકા પંચાયતનાં ઓપરેટર રાજેશ ટેલર સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આજે આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં પુન: કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીઓને સબજેલમાં મોકલવા હુકમ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - Surat : ખાડીપૂર બાદ 'ખાડા'નાં સામ્રાજ્ય સામે અનોખો વિરોધ! કોંગ્રેસનાં નેતાઓ-કાર્યકરો ગરબે ઘૂમ્યા, નાચ્યા

ખોટા બિલ મુકાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ

જણાવી દઈએ કે, ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં મનરેગા યોજના હેઠળ કામ માટે ટેન્ડર પ્રક્રિયા સાથે એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું હતું પરંતુ એજન્સીઓએ કામ કરવાના બદલે સીધા જ બિલ મુકાવી મોટી રકમ પડાવી મનરેગા યોજના કૌભાડને (MNREGA Scam) અંજામ આપ્યો હોય તેવી ફરિયાદ ભરુચ એ ડિવિઝન પોલીસ (Bharuch A Division Police Station) મથકમાં નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી 70 થી વધુ લોકોના નિવેદન નોંધ્યા હતા. સરકારી મનરેગા યોજનામાં 7 કરોડ 30 લાખનું કૌભાંડ થયું હોવાનાં આરોપ સાથે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો - Amit Khunt Case : CCTV જમા કરાવવા કોર્ટનો આદેશ, પોલીસે આપ્યો ચોંકાવનારો જવાબ!

Tags :
Advertisement

.

×