Bharuch : સો. મીડિયા થકી સગીરા સાથે મિત્રતા કેળવી, લગ્નની લાલચ આપી ભગાડી ગયો, પછી..!
- Bharuch માં યુવકે સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ
- બળેલી ખો ચકલા વિસ્તારના યુવકે સગીરા સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી
- પ્રેમજાળમાં ફસાવી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનો આરોપ
- બી ડિવિઝન પોલીસે યુવક અને સગીરાને આબુ-અંબાજીથી પકડી લાવી ગુનો દાખલ કર્યો.
Bharuch : હાલના સોશિયલ મીડિયાનાં જમાનામાં સગીરાઓ ભાગી જવાના બનાવો સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે, જ્યાં યુવક સગીરાની સાથે સોશિયલ મીડિયામાં પરિચયમાં આવતા તેણીને લગ્નની લાલચ આપી ભગાડી લઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ (B Division Police) મથકમાં નોંધાતા પોલીસે ગણતરીનાં દિવસોમાં જ સગીરા અને યુવકને ઝડપી પાડી બળાત્કાર, પોક્સો, અપહરણનો ગુનો દાખલ કરી બંનેનાં મેડિકલ પરિક્ષણ કરવાની કવાયત હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkumar Jat Case : રાજસ્થાન HC નાં વકીલ જયંત મુંડે સાથે Gujarat first ની ખાસ વાતચીત
બળેલી ખો ચકલાના યુવકે સગીરા સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી
ભરૂચ (Bharuch) બી ડિવિઝન પોલીસ મથકમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે ભરૂચનાં બળેલી ખો ચકલા વિસ્તારમાં રહેતા મયુર રાજુભાઈ સાવલે નામના યુવક સાથે ફરિયાદીની દીકરી સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી હતી અને વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ દીકરીને ફોસલાવી મયુર સાવલે ભગાડી ગયો હતો. પોલીસે 17 વર્ષની સગીરાનું અપહરણ થયું હોવાની ફરિયાદ દાખલ થયા બાદ બી ડિવિઝન પોલીસે (B Division Police) તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો - Surat : પાંડેસરામાં ધો. 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ!
પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો, દુષ્કર્મ આચર્યાનો આરોપ
દરમિયાન, પોલીસે આબુ-અંબાજી (ABU-Ambaji) વિસ્તારમાંથી બંનેને પકડી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપી યુવક મયુર સાવલેએ સગીરા સાથે ભરૂચમાં તથા અન્ય અલગ-અલગ સ્થળોએ દુષ્કર્મ કર્યું હોવાની આશંકાએ બંનેનાં મેડિકલ પરિક્ષણ કરાવી યુવક મયુર સાવલે સામે દુષ્કર્મ, અપહરણ અને પોક્સોનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Valsad : કપરાડા તાલુકામાં વિચિત્ર ઘટના! મોડી રાતે એક સાથે 7 ની તબિયત લથડી


