Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

​​Bharuch : બે વર્ષ પહેલા પ્રેમી-પ્રેમિકા વચ્ચે શારિરીક સંબંધ બંધાયા, પ્રેમિકાની સગાઈ થતાં પ્રેમીએ રચ્યું આ ષડયંત્ર

બે વર્ષ બાદ આ વીડિયો પ્રેમીએ તેની પ્રેમિકાનાં મંગેતરને મોકલી પ્રેમિકાની સગાઈ ન થાય તેવું કાવતરું રચ્યું હતું.
​​bharuch   બે વર્ષ પહેલા પ્રેમી પ્રેમિકા વચ્ચે શારિરીક સંબંધ બંધાયા  પ્રેમિકાની સગાઈ થતાં પ્રેમીએ રચ્યું આ ષડયંત્ર
Advertisement
  1. Bharuch માં પ્રેમીએ પ્રેમિકા સાથે 2 વર્ષ પહેલા બાંધેલા શરિરીક સંબંધનો Video પ્રેમિકાની મંગેતરને મોકલતા ફરિયાદ
  2. યુવકે એક તરફી પ્રેમમાં પ્રેમિકા સાથેનો વીડિયો પ્રેમિકાનાં મંગેતરને મોકલી સગાઈ ન થાય તે માટે કાવતરું ઘડ્યું
  3. યુવતીનાં મંગેતરે યુવતી અને તેના પ્રેમીનો વીડિયો યુવતીનાં પરિવારને સોંપતા ફરિયાદ નોંધાઈ
  4. નિઝામવાડીનાં યુવકે પોતાના ઘરમાં પ્રેમિકાને લઈ જઈ શારિરીક સંબંધ બાંધ્યો હતો

​​Bharuch : ભરૂચનાં પશ્ચિમ વિસ્તારમાં બે વર્ષ પહેલા એક પ્રેમીએ તેની પ્રેમિકાને પોતાનાં ઘરમાં લઈ જઈ શરિરીક સંબંધ બાંધ્યો હતો અને બંનેની મરજીથી મોબાઇલમાં વીડિયો પણ બનાવ્યો હતો. જો કે, બે વર્ષ બાદ આ વીડિયો પ્રેમીએ તેની પ્રેમિકાનાં મંગેતરને મોકલી પ્રેમિકાની સગાઈ ન થાય તેવું કાવતરું રચ્યું હતું. મંગેતરે પણ જે યુવતી સાથે સગાઈ થવાની હતી તે યુવતીનો વીડિયો પરિવારને સોંપતા સમગ્ર મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં (Bharuch B Division Police Station) પહોંચ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -Ahmedabad Plane Crash : કુલ 259 મૃતદેહની ઓળખ થઈ, 256 પાર્થિવદેહ સ્વજનોને સોંપાયા

Advertisement

બે વર્ષ પહેલા પ્રેમીએ પ્રેમિકાને પોતાનાં ઘરે લઈ જઈ શારિરીક સંબંધ બાંધ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચનાં પશ્ચિમ વિસ્તારનાં વેજલપુર નજીકનાં બંબાખાનાં નિઝામવાડી (Nizamwadi) ખાતે રહેતા રજની મિસ્ત્રી નામના યુવકને એક યુવતી સાથે પ્રેમસંબંધ થયો હતો, જેના પગલે બંને પ્રેમી પંખીડા એટલા ગળાડૂબ હતા કે બે વર્ષ પહેલા પ્રેમી યુવક પ્રેમિકાને તેના ઘરે લઈ ગયો હતો અને ત્યાં પ્રેમિકા સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન, બંનેએ પોતાની મરજીથી મોબાઇલમાં વીડિયો પણ બનાવ્યો હતો. જો કે, બે વર્ષ બાદ પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઇ નક્કી થતાં પ્રેમી ઉશ્કેરાયો હતો અને પ્રેમિકાની સગાઈ ન થાય તે માટે કાવતરું રચીને તેનો અને પ્રેમિકાનો શારિરીક સંબંધનો વીડિયો યુવતીનાં મંગેતરનો મોકલ્યો હતો.

Advertisement

આ પણ વાંચો -Surat માં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું, વરસાદી પાણી લોકોનાં ઘરમાં ઘુસ્યા

પ્રેમીએ યુવતીનાં મંગેતરને વીડિયો મોકલતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

મંગેતરે પણ જે યુવતી સાથે સગાઈ નક્કી થવાની હતી તે યુવતીનાં અન્ય યુવક સાથેનો શારિરીક સંબંધનો વીડિયો યુવતીનાં પરિવારને સોંપ્યો હતો. આ મામલે યુવતીનાં પરિવારે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં (Bharuch B Division Police Station) ફરિયાદ નોંધાવી છે. પોલીસે વીડિયો વાઇરલ કરનાર પ્રેમી રજની મિસ્ત્રી સામે સાઇબર એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, પ્રેમી અને પ્રેમિકા વચ્ચેનાં શરીર સંબંધનાં વીડિયોમાં કોઈપણ જાતની બળજબરીપૂર્વક ન હોય અને બંનેની મરજીથી શરીર સંબંધ બંધાયા હોય તેમ જણાતા બળાત્કારની કલમનો ઉમેરો કરાયો નથી.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો -Jamnagar Rain: રણજીત સાગરડેમ ઓવર ફલો થતા નવા નીરના વધામણાં

Tags :
Advertisement

.

×