Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : પાલીતાણામાં ભાજપ નગરસેવક, કારોબારી સમિતિનાં ચેરમેનની ધરપકડ

ભાજપના નગરસેવક અને તેમના ભાઈ અને વૃદ્ધ મહિલાનાં દિયર સામે ગત 16 મેનાં રોજ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
bhavnagar   પાલીતાણામાં ભાજપ નગરસેવક  કારોબારી સમિતિનાં ચેરમેનની ધરપકડ
Advertisement
  1. પાલીતાણાનાં ભાજપના નગરસેવકની ધરપકડ કરવામાં આવી (Bhavnagar)
  2. નગરસેવક સાથે કારોબારી સમિતિનાં ચેરમેનની પણ પોલીસે ધરપકડ કરી
  3. વડીલોપાર્જિત મિલકતમાં વૃદ્ધા, તેમની દીકરીને ધમકી આપતા ફરિયાદ થઈ
  4. વૃદ્ધ મહિલાએ 16 મેનાં રોજ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી

Bhavnagar : ભાવનગર જિલ્લાનાં પાલીતાણામાં (Palitana) ભાજપનાં નગરસેવક અને કારોબારી સમિતિનાં ચેરમેનની ધરપકડ કરવામાં આવી છે. વડીલોપાર્જિત મિલકત મામલે વૃદ્ધા અને તેમની દીકરીને ધમકી આપી હોવાનાં આરોપ સાથે ભરતનગર પોલીસ મથકમાં (Bharatnagar Police Station) ફરિયાદ થતાં પોલીસે બંનેની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળું જાગ્યું AMC તંત્ર! શહેરનાં તમામ બ્રિજોનું ચેકિંગ શરૂ

Advertisement

ભાજપના નગરસેવક સાથે કારોબારી સમિતિનાં ચેરમેનની ધરપકડ

પ્રાથમિક માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના (Bhavnagar) પાલીતાણામાં વોર્ડ નંબર 1 નાં ભાજપના નગરસેવક સાથે કારોબારી સમિતિનાં ચેરમેન વીનુભાઈ માંજરની ભરતનગર પોલીસે ધરપકડ કરી છે. ભરતનગર પોલીસ સ્ટેશનમાં (Bharatnagar Police Station) ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે વડીલોપાર્જિત મિલકત મામલે વૃદ્ધા અને તેમની દીકરીને ફોન કરી ધમકી આપવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : બાવળામાં સાંજે 7 વાગે BJP નેતા પર થયો જીવલેણ હુમલો, હોસ્પિટલમાં દાખલ

વડીલોપાર્જિત મિલકતમાં વૃદ્ધા, તેમની દીકરીને ધમકી આપતા ફરિયાદ થઈ હતી

આ મામલે પાલીતાણા ભાજપના (Palitana BJP) નગરસેવક અને તેમના ભાઈ અને વૃદ્ધ મહિલાનાં દિયર સામે ગત 16 મેનાં રોજ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદનાં આધારે ભરતનગર પોલીસે પાલીતાણાનાં ભાજપના નગરસેવક, તેમના ભાઈ અને વૃદ્ધ મહિલાનાં દિયરની ધરપકડ કરી છે. ભાજપના નગરસેવકની ધરપકડ થતા પાલીતાણા ભાજપમાં ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - Ambaji : 'ભાદરવી મહામેળો 2025' ની તારીખો જાહેર, પૂરજોશમાં તૈયારીઓ શરૂ

Tags :
Advertisement

.

×