Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Devayat Khavad : જાણીતા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી! નોંધાઈ ફરિયાદ

દેવાયત ખવડ સહિત 15 લોકો સામે આ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દેવાયત ખવડ સામે હત્યાનો પ્રયાસ સહિતના આરોપો હેઠળ ગુનો નોંધ્યો છે.
devayat khavad   જાણીતા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓ વધી  નોંધાઈ ફરિયાદ
Advertisement
  1. ડાયરાના કલાકાર Devayat Khavad ની મુશ્કેલીઓ વધી
  2. ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે ઘર્ષણને લઈને ફરિયાદ નોંધાઈ
  3. દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ
  4. દેવાયત ખવડ સામે હત્યાનો પ્રયાસ સહિતના આરોપ હેઠળ ગુનો નોંધાયો

Junagadh : ડાયરા કલાકાર દેવાયત ખવડની (Devayat Khavad) મુશ્કેલીઓમાં વધારો થયો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ (DhruvRajSingh Chauhan) નામના યુવક સાથે ઘર્ષણ મામલે ફરિયાદ નોંધાઈ છે. દેવાયત ખવડ સહિત 15 લોકો સામે આ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દેવાયત ખવડ સામે હત્યાનો પ્રયાસ સહિતના આરોપો હેઠળ ગુનો નોંધ્યો છે. વાહન અથડાવી મૃત્યુ નીપજાવવાની કોશિશ કરવી, ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવાનો ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Devayat Khavad : દેવાયત ખવડે બંદુક બતાવી કેસ ન કરવાની આપી ધમકીઃ ધ્રુવરાજસિંહ

Advertisement

Advertisement

Devayat Khavad સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ

ડાયરાના કલાકાર દેવાયત ખવડ (Devayat Khavad) ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમનાં સાથીઓ સામે ધ્રુવરાજસિંહ ચૌહાણની (DhruvRajSingh Chauhan) કારને ટક્કર મારવાનો અને માર મારવાનો આરોપ છે. આ મામલે તાલાલા પોલીસે (Talala Police) વધુ તપાસ હાથ ધરી છે. ધ્રુવરાજસિંહ ચૌહાણને માર મારી હત્યાનાં પ્રયાસના આરોપ હેઠળ દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. માહિતી અનુસાર, દેવાયત ખવડ સામે વાહન અથડાવી મૃત્યુ નીપજાવવાની કોશિશ, ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવી, ગેરકાયદે મંડળી રચવી, નુકસાન પહોંચાડવું, ગુનાહિત ષડયંત્ર રચવું, ઈરાદાપૂર્વક ઉશ્કેરવા અને ધમકી આપવા સહિતનાં આરોપો હેઠળ ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો - Devayat Khavad : દેવાયત ખવડ પર ફરી મારામારીનો ગંભીર આરોપ! જાણો સમગ્ર મામલો

દેવાયત ખવડે બંદુક બતાવીને કેસ ન કરવાની ધમકી આપી : ધ્રુવરાજસિંહ ચૌહાણ

ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણે આરોપ સાથે જણાવ્યું હતું કે, તેમના પર હુમલો કરવામાં 10 થી 15 જેટલા લોકો હતા. તેમની સોનાની ચેન અને રોકડ રકમની લૂંટ પણ કરાઈ હતી. જ્યારે દેવાયત ખવડે બંદુક બતાવીને આ મામલે કેસ ન કરવાની ધમકી આપી છે. ધ્રુવરાજસિંહનો (DhruvRajSingh Chauhan) આક્ષેપ છે કે, આજે સવારે 11 કલાકે તાલાલાના ચિત્રાવડ ગામે હુમલો થયો હતો. આ હુમલો જૂની અદાવતમાં કર્યો હોવાનો ધ્રુવરાજસિંહનો આરોપ છે. 50 ની સ્પીડે ગાડી ચલાવતા હોવા છતાં તેમની કારને દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને ક્રેટાએ પાંચ વખત ટક્કર મારી હતી. પછી બંને ગાડીમાંથી ઉતરેલા લોકોએ ધ્રુવરાજસિંહને માર માર્યો હતો. ગાડીમાંથી ઉતરેલા ત્રણ લોકોએ ધ્રુવરાજસિંહને જ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. પગમાં એક અને હાથમાં બે ફેક્ચર થયા હોવાનો દાવો કરાયો છે.

આ પણ વાંચો - Jairaj Singh Parmar : જયરાજસિંહ પરમાર અને મહાકાલ સેનાના પ્રમુખ વચ્ચે થયેલ વાતચીતનો ઓડિયો વાઇરલ!

Tags :
Advertisement

.

×