Gir Somnath : લાખોના દારૂ મામલામાં પીઆઈ સસ્પેન્ડ, LCB પીએસઆઈ સહિત અન્ય બે સામે કાર્યવાહી
Gir Somnath જિલ્લામાં વિદેશી દારૂનો વેપલો બેફામ થઈ રહ્યો છે. ભૂતકાળ અને વર્તમાનમાં તેના અનેક ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યાં છે. વિદેશી દારૂના ધંધાઓને લઈને Gir Somnath Police અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) ગીર સોમનાથ જિલ્લાના પીઆઈને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. પીઆઈના સસ્પેન્શનની સાથે-સાથે LCB ના જાડેજાને બદલી થયાંના 6 મહિના બાદ તુરંત છૂટા કરતા તેમજ એક ASI ની કચ્છ ખાતે બદલી કરાતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા (Manoharsinh N Jadeja) ચર્ચામાં આવ્યાં છે.
પોલીસ વહીવટદાર લિસ્ટેડ બુટલેગરના સંપર્કમાં હતો
ગત 7 જુલાઈના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલે લાંબા સમય બાદ Gir Somnath જિલ્લામાં ગીર ગઢડા પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડ્યો હતો. એસએમસી પીઆઈ આર. કે. કરમટા (PI R K Karamata) અને તેમની ટીમને અમરેલી જિલ્લાથી નજીક આવેલા બેડીયા ગામના ફાર્મ હાઉસમાંથી 39 લાખનો IMFL મળ્યો હતો. લિસ્ટેડ બુટલેગર ભગુ જાદવ અને તેનો ભાગીદાર છેલ્લાં કેટલાંય મહિનાઓથી દમણ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યનો વિદેશી દારૂ ગીર સોમનાથ જિલ્લા ખાતે લાવી સ્થાનિક બુટલેગરોને સપ્લાય કરતા હતા. ગીર ગઢડા પોલીસ સ્ટેશન (Gir Gadhada Police Station) ખાતે નોંધાયેલા દારૂના કેસની પ્રાથમિક તપાસમાં જિલ્લા પોલીસનો વહીવટ કરતા એક પોલીસ કર્મચારીની સંડોવણી સામે આવી હતી. બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતો પોલીસવાળો ઉચ્ચ પોલીસ અધિકારીના ખાસમખાસ પીએસઆઈનો ખાસ માણસ હતો.
Gir Somnath માં દારૂ પ્રકરણમાં થયેલા ચકચારી મામલા
ગીર સોમનાથ જિલ્લાની બદનામ ઉના ચેકપોસ્ટ કાંડ રાજ્યભરમાં ખૂબ ગાજ્યો હતો. દિવથી વિદેશી દારૂ લઈને વાયા ઉનાની માંડવી ચેકપોસ્ટથી આવતા લોકોના તોડ થતાં હોવાની માહિતી આધારે Gujarat ACB એ ફેબ્રુઆરી-2024માં કાર્યવાહી કરી હતી. એક વચેટિયાની ધરપકડ થતાં તત્કાલીન પીઆઈ એન. કે. ગોસ્વામી (PI N K Goswami) ફરાર થઈ ગયા હતા અને થોડાંક દિવસો બાદ એસીબી સમક્ષ હાજર થયાં હતાં. ચેકપોસ્ટ કરવામાં આવતા તોડની રકમ ઉપર સુધી જતી હતી. બીજા કિસ્સામાં રેશનીંગના અનાજનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ગોડાઉનમાં ઉના પ્રાંત અધિકારી અને મામલતદારે દરોડો પાડતા Illegal Rationing Grains ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત ગીર ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસવાળાની કારમાંથી ચોરી કરાયેલા વિદેશી દારૂનો જથ્થો મળી આવવાની ઘટનાએ જિલ્લા પોલીસની પોલ ખોલી નાંખી હતી.
SP મનોહરસિંહ જાડેજા કેમ વિવાદમાં આવ્યાં ?
વર્ષ 2022ના એપ્રિલ મહિનાથી Gir Somnath જિલ્લા પોલીસ વડા તરીકે મનોહરસિંહ જાડેજા ફરજ બજાવી રહ્યાં છે. જિલ્લામાં ચાલતી દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓને કાબૂ નહીં કરી શકનારા મનોહરસિંહ જાડેજાએ ગીર ગઢડા દારૂ પ્રકરણમાં પીઆઈ યશવંત ચૌહાણ (PI Yashvant R Chauhan) ને છાવરવાનો પ્રયાસ કરી તેમની સોમનાથ મંદિર સુરક્ષા અધિકારી તરીકે બદલી કરી હતી. જો કે, ડીજીપી સહાયે પીઆઈ વાય આર ચૌહાણને સસ્પેન્ડ કરવા હુકમ કર્યો છે. જિલ્લાની મહત્વની એજન્સી Gir Somnath LCB માં પીઆઈના સ્થાને મુકાયેલા પીએસઆઈ એ બી જાડેજા (PSI A B Jadeja) ની 6 મહિના અગાઉ બદલી આવી હોવા છતાં SP Manoharsinh Jadeja એ તેમને છૂટા કર્યા ન હતા. દારૂ મામલામાં Gujarat HoPF એ લાલ આંખ કરતાં જિલ્લા પોલીસ વડાએ તુરંત પીએસઆઈ જાડેજાને બદલીના સ્થળે છૂટા કરી દીધાં છે. અત્રે નોંધનીય છે કે, જિલ્લાના પરોલ ફર્લો સ્કવૉડના તત્કાલીન અને હાલમાં લીવ રિર્ઝવમાં રહેલાં ASI સુભાષ ચાવડાની કચ્છ પશ્ચિમ જિલ્લામાં બદલી કરાતા છૂટા કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Kheda Police : PI ક્વાટર્સમાં દારૂની મહેફિલ અને મારામારી, 3 PI સામે કાર્યવાહી


