ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Crime News: અમદાવાદના સેટેલાઇટમાં તાંત્રિક વિધિ કરતા ભુવાનો ભાંડો ફૂટ્યો

ફરિયાદી મહિલા પાસે નાગદોષની વિધિ કરવાના બહાને સોના ચાંદીના દાગીના લઇને ઠગ ભુવો ફરાર થઈ ગયો
02:33 PM Jul 20, 2025 IST | SANJAY
ફરિયાદી મહિલા પાસે નાગદોષની વિધિ કરવાના બહાને સોના ચાંદીના દાગીના લઇને ઠગ ભુવો ફરાર થઈ ગયો
Crime News, Tantric, Ahmedabad, Satellite

Crime News: અમદાવાદના સેટેલાઇટમાં તાંત્રિક વિધિના નામે ઠગાઇ કરનાર ભુવાની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદી મહિલા પાસે નાગદોષની વિધિ કરવાના બહાને સોના ચાંદીના દાગીના લઇને ઠગ ભુવો ફરાર થઈ ગયો હતો. આ મામલે સેટેલાઇટ પોલીસે આરોપીની ધરપકડ કરીને ચાંદીના દાગીના કબ્જે કર્યા છે.

આરોપી નેનુનાથ ઉર્ફ ભરત પંડિતને બનાસકાંઠાથી ધરપકડ કરી

આરોપી નેનુનાથ ઉર્ફે ભરત પંડિતની સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 10 માર્ચના રોજ રોશનભાઈ ધોબી નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે ભરત પંડિત નામના આરોપીએ નાગદોષની વિધિ કરવાના નામે તથા રાજસ્થાન ખાતેની જમીન અને જૂના દાગીના પાછા મેળવવાની વિધિ કરી આપવાનું કહીને છેતરપીંડી કરી હતી. આરોપી ભરત પંડિત વિધિના નામે ગુનાહીત કાવતરું રચી રૂપિયા 3 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના પડાવીને ફરાર થઇ ગયો હતો. સેટેલાઇટ પોલીસે બાતમીના આધારે આરોપી નેનુનાથ ઉર્ફ ભરત પંડિતને બનાસકાંઠાથી ધરપકડ કરી છે.

22 વર્ષીય આરોપી ભુવો ભરત પંડિત બનાસકાંઠાનો રહેવાસી

પોલીસ તપાસમાં સામે આવ્યું કે 22 વર્ષીય આરોપી ભુવો ભરત પંડિત બનાસકાંઠાનો રહેવાસી છે. આરોપી પરિણીત છે અને એક સંતાન પણ છે. આરોપી ભરત પંડિત અને સિક્કાનાથ નામના આરોપીઓ ગ્રહોના નંગનું વેચીને લોકોને અંધશ્રદ્ધા ફેલાવીને ઠગતા હતા. આ આરોપી પીડિત લોકોની તકલીફ જાણીને તાંત્રિક વિધિના બહાને નિરાકરણ લાવવાનું કહીને છેતરપીંડી કરતા હતા. આરોપીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી પીડિત લોકોનો વિશ્વાસ કેળવતો હતો અને ત્યારબાદ વિધિના નામે માટલી મંગાવીને માટલીમાં સોના ચાંદીના દાગીના અને રોકડ વસ્તુઓ મુકાવી દેતો હતો. આ માટલીની વિધિના બહાને બહાર મોકલી કિંમતી વસ્તુઓ પોતે લઈ લેતો અને ખાલી માટલી પરિવારને આપી દેતો. જે બાદ જ્યારે તે કહે ત્યારે જ માટલી ખોલવા માટે માટે ભોગ બનનારને જાણ કરતો.

ફરિયાદીને શંકા ગઈ અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો

જોકે આ કિસ્સામાં ભુવાને અનેક વાર ફોન કરવા છતાં વારંવાર વાયદા આપતો રહ્યો અને વધારાની વિધિ માટે રકમની માંગણી કરી રૂ 11 લાખની કિંમતનું કેસર મંગાવવા માટે પૈસા માંગ્યા, જેથી ફરિયાદીને શંકા ગઈ અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જે બાત તપાસ દરમિયાન આખા કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચો: Changur Baba Exploit: UP પોલીસનું ઓપરેશન અસ્મિતા, છાંગુર બાબાએ PM Modi ના ફોટાવાળા લેટરહેડનો ઉપયોગ કર્યો

Tags :
AhmedabadCrime NewsGujarat FirstGujarati NewsGujarati Top NewsSatellite Gujarat NewsTantricTop Gujarati News
Next Article