Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : ગરબાડામાં બાઇક ચોરી કરી તરખાટ મચાવનાર મધ્યપ્રદેશની ગેંગનાં 4 ઝડપાયા

દાહોદના ગરબાડા તાલુકામાં અનેકવાર બાઈક ચોરીની ઘટના બની છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પરંતુ, આ બાઈકોની ચોરી કરનાર તસ્કરો મધ્યપ્રદેશનાં હોવાના કારણે અનેકવાર પોલીસ તસ્કરોને શોધવામાં લોઢાના ચણા ચાખવાનો વારો આવ્યો હતો. પરંતુ, પોલીસે સઘન તપાસ કરી બાઇકો ચોરી કરનારા તસ્કરોને ઝડપી પાડ્યા છે અને કુલ રૂ.1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આદરી છે.
dahod   ગરબાડામાં બાઇક ચોરી કરી તરખાટ મચાવનાર મધ્યપ્રદેશની ગેંગનાં 4 ઝડપાયા
Advertisement
  1. Dahod નાં ગરબાડામાં બાઇક ચોરી કરતી ગેંગનાં 4 ઝડપાયા
  2. મધ્યપ્રદેશનાં 4 આરોપીની ગરબાડા પોલીસે ધરપકડ કરી
  3. રાતનાં સમયે રેકી કરી બાઇકોની ચોરી કરી ફરાર થઈ જતા હતા
  4. બાઇકો ચોરી કરવાની ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા

Dahod : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં (Garbada) અનેકવાર બાઈક ચોરીની ઘટના બની છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ ઘણીવાર સામે આવ્યા છે. પરંતુ, આ બાઈકોની ચોરી કરનાર તસ્કરો ગુજરાતને અડીને આવેલ મધ્યપ્રદેશનાં હોવાના કારણે અનેકવાર પોલીસ આ બાઈક તસ્કરોને શોધવામાં લોઢાના ચણા ચાખવાનો વારો આવ્યો હતો. પરંતુ, પોલીસે સઘન તપાસ કરી બાઇકો ચોરી કરનારા તસ્કરોને ઝડપી પાડ્યા છે. પોલીસે (Garbada Police) ચોરી કરેલી 3 બાઇક, મોબાઇલ સહિત કુલ 1 લાખ 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Dahod નાં ગરબાડામાં બાઇક ચોરી કરતી ગેંગનાં 4 ઝડપાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં બાઇક ચોરી કરનારી ગેંગે તરખાટ મચાવ્યો હતો. આ ગેંગ દ્વારા વિસ્તારમાં અનેકવાર બાઈક ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બાઈક ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસે ચોર ટોળકીને પકડી પાડવા માટે તપાસ આદરી હતી. પરંતુ, સફળતા મળી નહોતી. પરંતુ, પોલીસે તપાસ વધુ તેજ કરી તસ્કરોને ઝડપી પાડવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધર્યા હતા અને આખરે આ બાઈક ચોરીને અંજામ આપતી મધ્યપ્રદેશની (Madhya Pradesh) ગેંગ ગરબાડા પોલીસનાં હાથે ઝડપાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar નલ સે જલ કૌભાંડમાં 5 લોકોની ધરપકડ, હવે ખુલશે મોટા નામ

Advertisement

Dahod_Gujarat_first 1

ચારેય આરોપી મધ્યપ્રદેશનાં, 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત

ગરબાડા પોલીસ મથકનાં પીઆઈ એસએમ રાદડિયાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ગેંગને ઝડપી પાડવામાં ગરબાડા પોલીસને સફળતા મળી હતી, જેમાં ગરબાડા પોલીસની ટીમે ગાંગરડીનાં શરાબની ફળિયામાંથી આ ત્રણ ચોરીની મોટરસાઇકલ પણ રિકવર કરી હતી. તપાસમાં સામે આવ્યું કે, આ તસ્કરોએ ગરબાડા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે બાઇકની ચોરીની ઘટનાને અંજામ આપતા હતા અને બાઈક ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેમાં બે બાઈક ગરબાડા મેનબજાર તેમ જ એક બાઈક ગરબાડાનાં નિમચ ગામ ખાતેથી ચોરી હોવાનું આ ગેંગ દ્વારા કબૂલવામાં આવ્યું હતું.

ગરબાડા પોલીસે મધ્યપ્રદેશનાં 4 આરોપી રાજદીપ કેશવાભાઈ મીનામા, કુલદીપ કેશવા મીનમા, શ્યામસિંગ દરુભાઈ ભુરીયા અને મુકેશભાઈ દીતિયાભાઈ ભુરીયાને ઝડપી પાડ્યા છે. ગરબાડા પોલીસે 1 લાખ 10 હજાર કિંમતની 3 મોટરસાઇકલ તેમ જ આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન મળી કુલ 1 લાખ 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગરબાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ : રાહુલ ગારી ગરબાડા/દાહોદ

આ પણ વાંચો - Gandhinagar : પૂર્વ મુખ્ય સચિવ પંકજભાઈ જોશીને મહત્ત્વની જવાબદારી સોંપાઈ, GERC માં મુકાયા

Tags :
Advertisement

.

×