Dahod : દારૂની હેરાફેરીનો ફરી એકવાર પર્દાફાશ! 3 લાખનાં દારૂનાં જથ્થા સાથે 3 ઝડપાયા!
- Dahod માં દારૂની હેરાફેરીનો ફરી એકવાર પર્દાફાશ!
- મધ્યપ્રદેશથી ગુજરાતમાં લવાતો 3 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો
- અલગ-અલગ કાર્યવાહીમાં ગરબાડા પોલીસે કુલ 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- આ કાર્યવાહીમાં ગરબાડા પોલીસે કુલ 3 બુટલેગરની ધરપકડ કરી
Dahod : દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે અને બુટલેગરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. દાહોદ જિલ્લા પોલીસે (Dahod Police) અન્ય રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાનની બોર્ડર પરની તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ વધુ સઘન કરી દીધું છે. દરમિયાન, પોલીસે કરોડો રુપિયાનો વિદેશી દારૂ પણ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી હેઠળ ગરબાડા પોલીસે એક જ દિવસમાં અલગ-અલગ તપાસમાં 3 લાખથી વધુનો વિદેશી દારૂ અને કુલ 13 લાખનાં મુદ્દામાલ સાથે 3 બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
MP માંથી Dahod માં દારૂ ઘુસાડતા બુટલેગરો સામે કાર્યવાહી
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાનો બુટલેગરો દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય છે. પરંતુ, ગુજરાત પોલીસ પણ સક્રિય બની છે અને આવા અસામાજિક અને બેફામ બુટલેગરોને ઝડપી પાડવા માટે અસરકારક કામગીરી હાથ ધરી રહી છે. દરમિયાન, દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ દાહોદ પોલીસે ગુજરાતને જોડતી મધ્યપ્રદેશ (Madhya Pradesh) બોર્ડર હોય કે પછી રાજસ્થાન બોર્ડર આ તમામ ચેકપોસ્ટ પર પોલીસ તહેનાત કરી છે અને શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરીને બુટલેગરોનાં ઇરાદાઓને ના કામ કરી રહી છે. તેઓને દારૂ સાથે ઝડપી પાડી જેલ ભેગા કરી રહી છે. તાજેતરમાં જ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને દાહોદ પોલીસે કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો - Rajkot : TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ મનસુખ સાગઠિયાએ RTIથી માહિતી માંગતા ખળભળાટ
એક જ દિવસમાં 3 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો, 2 બુટલેગર ઝડપાયા
ગરબાડા પોલીસે પણ અસરકારક કામગીરી કરીને એક દિવસમાં અલગ-અલગ કાર્યવાહીમાં લાખોની કિંમતનાં વિદેશી દારૂ સાથે 3 બુટલેગરની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં લવાતો 3 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ તેમ જ કુલ 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ 3 બુટલેગરોને ઝડપી પાડ્યા છે. ભાભરા ચોકડી પાસે ચેકિંગ દરમિયાન ગરબાડા પોલીસે કારમાંથી બે લાખથી વધુનો વિદેશી દારૂ, ત્રણ મોબાઈલ ફોન અને બે શખ્સની ધરપકડ કરી છે. જ્યારે, અન્ય એક કારને નિમચ ગામ ખાતેથી ઝડપી પાડી હતી, જેના અંદરથી ગરબાડા પોલીસે 1.5 લાખથી વધુનો વિદેશી દારૂનાં જથ્થા સાથે મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) એક બુટલેગરને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. આમ, ગરબાડા પોલીસ મથકનાં પી.આઈ એસ.એમ રાદડિયાનાં માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસે એક જ દિવસમાં દારૂ ભરેલી 2 કાર સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ 3 શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : રાહુલ ગારી, દાહોદ
આ પણ વાંચો - DGP Vikas Sahay : MLA જીગ્નેશભાઈ મેવાણીનું નામ લીધા વિના DGP વિકાસ સહાયનો જવાબ!


