ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dahod : નકલી નોટ છાપવા સ્પેશિયલ પેપર રૂ. 300 માં આપી 30 ટકા ભાગીદારી કરનારા ઝડપાયા

10 આરોપીની રાજસ્થાન પોલીસે ધરપકડ કર્યા બાદ તપાસનો રેલો તેલંગાણા અને દાહોદ સુધી પણ પહોચ્યો હતો.
11:52 PM Apr 16, 2025 IST | Vipul Sen
10 આરોપીની રાજસ્થાન પોલીસે ધરપકડ કર્યા બાદ તપાસનો રેલો તેલંગાણા અને દાહોદ સુધી પણ પહોચ્યો હતો.
Dahod_gujarat_First main
  1. 8 રાજ્યમાં નકલી ચલણી નોટોનાં નેટવર્કનો મામલો
  2. રાજસ્થાનમાં નકલી નોટો સાથે ઝઢપાયેલા ઇસમની પૂછપરછ બાદ વધુ 10 ની ધરપકડ
  3. તપાસનો રેલો તેલંગાણાથી દાહોદ સુધી પહોંચ્યો
  4. કેસમાં મુખ્ય સૂત્રધારને ગુજરાત માં લાવનાર મુખ્ય આરોપી સહિત બે ની ધરપકડ

થોડા દિવસ પહેલા રાજસ્થાનમાં નકલી નોટો સાથે ઝડપાયેલા ઈસમની પૂછપરછમાં 10 આરોપીની રાજસ્થાન પોલીસે ધરપકડ કર્યા બાદ તપાસનો રેલો તેલંગાણા અને દાહોદ સુધી પણ પહોચ્યો હતો. જ્યારે, આ મામલે દાહોદ પોલીસે ટેકનિકલ સોર્સનાં આધારે હુસેન પીરના દાહોદમાં થયેલા સંપર્કોનાં આધારે ફતેપુરા તાલુકાનાં લીમડીયાનાં દંપતીની નકલી નોટ પ્રિન્ટ કરેલા પેપરો, પ્રિન્ટર સહિત નોટ છાપવાની અન્ય સામગ્રી કબ્જે કરી તપાસમાં વધુ ત્રણ લોકોની પણ સંડોવણી સામે આવતા પોલીસે 5 લોકોનાં રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો - Bhavnagar : પાલિતાણામાં લોહિયાળ મારામારી, 8 થી વધુ ઘવાયા, 5 લોકો ગંભીર!

આરોપી ડિમ્પલ પંચાલ 2023 થી હુસેન પીરાનાં સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ

પોલીસ તપાસમાં હુસેન પીરાનો સંપર્ક કરી તેને દાહોદ જિલ્લામાં બોલાવનાર, અન્ય લોકો સાથે મુલાકાત કરાવનાર અને સંજેલી ખાતે ફોટો સ્ટૂડિયોનું કામ કરતાં કૃષ્ણકુમાર ઉર્ફે ડિમ્પલ પંચાલ વર્ષ 2023 થી હુસેન પીરાનાં સંપર્કમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઉપરાંત, આરોપીએ સ્થાનિક લોકો સાથે સંપર્ક કરીને નેટવર્ક વધાર્યું હતું. પોલીસે આરોપી ડિમ્પલ પંચાલ અને મુકેશની ધરપકડ કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. આ કેસમાં હજું કોની-કોની સંડોવણી છે ? તેમ જ કેટલી નકલી નોટો બજારમાં ફરતી કરી ? તે માં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Junagadh : જુનાગઢ-ધોરાજી રોડ પર ગમખ્વાર અકસ્માત, આશાસ્પદ 3 યુવકના મોત

જાણો, શું છે કેસ ?

પોલીસ તપાસ અનુસાર, આરોપી ડિમ્પલ પંચાલ, મુકેશ મુનિયા સહિતનાં લોકો વર્ષ 1939 નાં ડબલધારી વાળા રાજા રાણી સિક્કા, જૂની હરણવાળી નોટો બજારમાં બહુ ઊંચી કિમતે વેચાતી હોય છે અને તેની તાંત્રિક વિધિ મારફતે નોટોનો વરસાદ થતો હોય તેવી માન્યતાઓ સાથે આવી નોટો અને સિક્કાની શોધમાં એકબીજા સાથે સંપર્કમાં હતા. દરમિયાન, મધ્યપ્રદેશનાં ફિરોજ નામનાં વ્યક્તિ સાથે ડિમ્પલ પંચાલે આ પ્રકારની નોટો અને સિક્કાની વાત કરતાં ફિરોજે હુસેન પીરા એક નાં ડબલ રૂપિયા આપે છે તેમ કહી હુસેન પીરાનો સંપર્ક કરાવ્યો હતો અને બાદમાં હુસેન પીરા દાહોદમાં પણ આવ્યો હતો, જ્યાં અલગ-અલગ લોકો સાથે મુલાકાત કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું. હુસેન પીરા ડિમ્પલ પંચાલ સહિતની ટોળકી આ બાબતે રસ ધરાવતા લોકોને સમજાવી નોટો પ્રિન્ટ કરવા માટે ગાંધીજીના ફોટો અને નોટમાં વપરાતો તાર લગાવેલ તૈયાર પેપર 300 રૂપિયા લેખે વેચતા અને નોટ પ્રિન્ટ કરવા માટે PDF ફાઇલ આપતા નકલી નોટમાં નફો મળે તેમાં 30 ટકાની ભાગીદારી રહેતી. હાલ, પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અહેવાલ : સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો - Shankarsinh Vaghela : શંકરસિંહ બાપુ ફરી કોંગ્રેસ પર વરસ્યા, જણાવ્યું પાર્ટી છોડવાનું કારણ!

Tags :
Crime NewsDahodDahod PoliceDimple Panchalfake notesGUJARAT FIRST NEWSHussain PirLimdia of Fatepura talukaMadhya PradeshMukesh MuniyaTop Gujarati News
Next Article