Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Devbhoomi Dwarka : પોલીસની કડક કાર્યવાહી! સ્પે. ડ્રાઇવ હેઠળ પ્રોહિબિશનનાં 134 કેસ દાખલ!

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં (Devbhoomi Dwarka) કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
devbhoomi dwarka   પોલીસની કડક કાર્યવાહી  સ્પે  ડ્રાઇવ હેઠળ પ્રોહિબિશનનાં 134 કેસ દાખલ
Advertisement

Devbhoomi Dwarka જિલ્લામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી
ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 18 બોગસ ડોક્ટર્સ સામે FIR
13 સપ્ટેમ્બરે ખાસ પ્રોહિબિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી
ડ્રાઈવમાં કુલ 130 થી વધુ પ્રોહિબિશનનાં કેસ દાખલ કર્યા

Devbhoomi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 18 જેટલા બોગસ ડોક્ટર (Bogus Doctors) સામે ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાત, જિલ્લામાં 13 સપ્ટેમ્બરનાં રોજ ખાસ પ્રોહિબિશન ડ્રાઈવ (Special Prohibition Drive) હાથ ધરવામાં આવી હતી, જે હેઠળ કુલ 130 થી વધુ પ્રોહિબિશનનાં કેસ દાખલ થયા છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસે આ કાર્યવાહી કરી છે.

Advertisement

આ પણ વાંચો -Rajkot: મનપા-કોન્ટ્રાક્ટર સામે સફાઈ કામદારોનાં પગાર, PF, બોનસમાં ભ્રષ્ટાચારનો આરોપ 

Advertisement

Dwarka જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 18 બોગસ ડોક્ટરની ધરપકડ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં (Devbhoomi Dwarka) કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. માહિતી અનુસાર, જિલ્લામાં 1 થી 13 સપ્ટેમ્બર દરમ્યાન ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 18 જેટલા બોગસ ડોક્ટરો સામે FIR નોંધાઈ હતી. જે બાદ પોલીસે તમામની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત, 13 સપ્ટેમ્બરનાં રોજ ખાસ પ્રોહિબિશન ડ્રાઈવ હાથ ધરી હતી. આ ડ્રાઇવ હેઠળ કુલ 130 થી વધુ કેસ દાખલ કરાયા છે.

આ પણ વાંચો -Revenue Talati Exam : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર!

પ્રોહિબિશન ડ્રાઈવમાં કુલ 130 થી વધુ કેસ દાખલ થયા : DSP માનસેતા

દ્વારકા જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતાએ (DSP Vismay Manseta) જણાવ્યું હતું કે, 1 થી 13 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લામાં બોગસ ડોક્ટર્સને પકડવા માટે સ્પેશ્યિલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હેઠળ 18 બોગસ ડોક્ટરને પકડવામાં આવ્યા છે. 13 સપ્ટેમ્બરનાં રોજ સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ (Special Prohibition Drive) હાથ ધરાઈ હતી, જે હેઠળ કુલ 130 થી વધુ પ્રોહિબિશનના કેસ દાખલ થયા છે. આ અંગે વધુ કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો -Kidnapping of a Woman: Gandhinagar ના Dahegam માં પ્રેમલગ્ન કરનાર યુવતીનું LIVE અપહરણ

Tags :
Advertisement

.

×