Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Fake Paneer: પત્રકારો પર હુમલો કરનાર નકલી પનીર માફિયા ઝડપાયો

Fake Paneer: મહેસાણા LCB ટીમે નકલી પનીર માફિયાને ઝડપ્યો છે જેણે પત્રકારો પર હુમલો કર્યો હતો
fake paneer  પત્રકારો પર હુમલો કરનાર નકલી પનીર માફિયા ઝડપાયો
Advertisement
  • મહેસાણા LCB ટીમે Fake Paneer માફિયાને ઝડપ્યો
  • પનીર ફેક્ટરી પર પત્રકારો પર હુમલો કરાયો હતો
  • આરોપી દિનેશ પટેલને ગાંધીનગરમાંથી દબોચ્યો છે

Fake Paneer: મહેસાણાના વિજાપુરનો નકલી પનીર માફિયા ઝડપાયો છે. જેમાં મહેસાણા LCB ટીમે નકલી પનીર માફિયાને ઝડપ્યો છે. પનીર ફેક્ટરી પર પત્રકારો પર હુમલો કરાયો હતો. જેમાં આરોપી દિનેશ પટેલને ગાંધીનગરમાંથી દબોચ્યો છે. LCB ટીમ અને વિજાપુર પોલીસની સંયુક્ત કામગીરી સામે આવી છે. ત્યારે વિજાપુરમાંથી શંકાસ્પદ નકલી પનીર ઝડપાયુ હતુ. હુમલા બાદ આરોપી દિનેશ પટેલ ફરાર થયો હતો.

Fake Paneer બનાવતી ફેક્ટરીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો પર હુમલો

મહેસાણા જિલ્લાનાં વિજાપુર પાસે હિંમતનગર હાઇવે પર ડીવાઇન ફૂડ નામની એક ફેક્ટરી (Divine Food Factory) આવેલી છે, જ્યાં શંકાસ્પદ ભેળસેળયુક્ત નકલી પનીર (Duplicate Paneer) બનાવી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાતા હોવાની માહિતી મળતા વિવિધ ખાનગી ન્યૂઝ ચેનલનાં પત્રકારો ત્યાં પહોંચ્યા હતા અને કવરેજ કરી રહ્યા હતા.

Advertisement

Advertisement

ફેક્ટરીનાં માલિક દિનેશ પટેલને Fake Paneer અંગે સવાલ કરતા તે ઉશ્કેરાયા

દરમિયાન, ફેક્ટરીનાં માલિક દિનેશ પટેલને નકલી પનીર અંગે સવાલ કરતા તે ઉશ્કેરાયા હતા અને પત્રકારો પર હુમલો કર્યો હતો. એક પત્રકારને બચકાં ભરી કેમેરામેનનાં કેમેરા અને માઈક પણ તોડી નાખ્યા હતા. આ મામલે વિજાપુર પોલીસ સ્ટેએશનમાં ફેક્ટરી માલિક દિનેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.

FSL સહિત પોલીસની ટીમો ફેક્ટરી પહોંચી તપાસ કરી

પત્રકારો પર હુમલો (Attack on Journalist) કરતા ફેકટરી માલિક દિનેશ પટેલ કેમેરામાં કેદ થયા હતા. આ મામલે આગળની તપાસ LCB ને સોંપવામાં આવી હતી. LCB ની 3 ટીમ (Mehsana LCB Police) આ કેસની તપાસ કરી છે. માહિતી મુજબ, FSL સહિત પોલીસની ટીમો ફેક્ટરી પહોંચી હતી. આરોપી ફેક્ટરી માલિક દિનેશ પટેલની ધરપકડ કરવા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી અને વિજાપુરનો નકલી પનીર માફિયા ઝડપાયો છે.

આ પણ વાંચો: Ahmedabad News: BJP MLA અને કોર્પોરેટરને કડવો અનુભવ, નિકોલમાં સ્થાનિકોએ હિસાબ માંગ્યો

Tags :
Advertisement

.

×