Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : માતા-પિતાએ 5 વર્ષીય પુત્રને ઝેરી દવા પીવડાવી, પછી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો!

આર્થિક સંકળામણને કારણે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
vadodara   માતા પિતાએ 5 વર્ષીય પુત્રને ઝેરી દવા પીવડાવી  પછી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો
Advertisement
  1. વડોદરાનાં ગોરવા વિસ્તારમાં પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ (Vadodara)
  2. માતા-પિતાએ ઝેરી દવા પી 5 વર્ષનાં પુત્રને પણ દવા પીવડાવી
  3. ત્રણેય એસએસજી હોસ્પિટલમાં દાખલ, ત્રણેયની હાલત સ્થિતિ
  4. આર્થિક સંકળામણનાં કારણે પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યાની પ્રાથમિક માહિતી

Vadodara : વડોદરાનાં ગોરવા વિસ્તારમાં રહેતા પરિવાર દ્વારા સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માતા-પિતાએ પોતાનાં બાળકને ઝેરી દવા પીવડાવી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ, ત્રણેયની એસએસજી હોસ્પિટલ (SSG Hospital) ખાતે સારવાર ચાલી રહી છે અને ત્રણેયની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આર્થિક સંકળામણને કારણે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Mehsana : ખેરાલુ-સતલાસણા હાઇવે પર ST બસ-ઇકો કાર ધડાકાભેર અથડાયા, 2 નાં મોત, 3 ઘવાયા

Advertisement

માતા-પિતાએ ઝેરી દવા પી 5 વર્ષનાં પુત્રને પણ દવા પીવડાવી

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાનાં (Vadodara) ગોરવા વિસ્તારમાં સુભાષ દેવડા પત્ની સુરેખા દેવડા અને પાંચ વર્ષીય પુત્ર પાનવ દેવડા સાથે રહે છે. આજે સુભાષ અને સુરેખા દેવડાએ પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ બનાવ બાદ ત્રણેયને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, હાલ માતા-પિતા અને પુત્રની સ્થિતિ સ્થિર છે.

Advertisement

આ પણ વાંચો - Kutch : સોનાના દાગીના અને લાખો રૂપિયા ઘરેથી ચોરી ભાગી રહેલાં બે મિત્રોને ક્રાઈમ બ્રાંચે એરપોર્ટ ખાતેથી પકડ્યા

આર્થિક સંકળામણમાં પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યાની માહિતી

પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારે આર્થિક સંકડામણનાં કારણે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ અંગે પતિ સુભાષ દેવડા કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. આ મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર દ્વારા સામુહિક આપઘાતનો પ્રયાસ કરાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો - Gujarat Congress : પદગ્રહણ પહેલા નગરદેવી ભદ્રકાળીનાં દર્શન કર્યા, વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા

Tags :
Advertisement

.

×