Vadodara : ચૂંટણી ફોર્મ ભરવા બાબતે માથાકૂટ થઈ, યુવકને એકાંતમાં બોલાવી પેટ્રોલ છાંટી સળગાવ્યો!
- Vadodara માં ગ્રામ પંચાયતની ચૂંટણી બની લોહિયાળ!
- સાવલી તાલુકાનાં લસુન્દ્રામાં યુવકની હત્યાનો પ્રયાસ થયો
- ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે માથાકૂટ થતા હત્યાનો પ્રયાસ
- ઉદેસિંહ ચૌહાણ નામના શખ્સ પર પેટ્રોલ છાંટી આગ ચાંપી
વડોદરામાં (Vadodara) ગ્રામ પંચાયતની ચૂંટણી લોહિયાળ બની છે. ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે સાવલીનાં લસુન્દ્રામાં યુવકની હત્યાનો પ્રયાસ થયો છે. કેટલાક ઇસમો દ્વારા વોર્ડમાં ફોર્મ ભરવા બાબતે માથાકૂટ કરી યુવક પર પેટ્રોલ છાંટીને જીવતો સળગાવવામાં આવ્યો હતો. ભોગ બનનારનાં પરિવારે ગંભીર આરોપ લગાવી ન્યાયની માગ કરી છે. ગંભીર રીતે દાઝી ગયેલો યુવક હાલ હોસ્પિટલમાં દાખલ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Government Job : મહેસૂલી તલાટીની ભરતી માટે 5.54 લાખ અરજીઓ મળી, જાણો કેટલી થઈ કન્ફર્મ?
સાવલી તાલુકાનાં લસુન્દ્રામાં યુવકની હત્યાનો પ્રયાસ થયો
રાજ્યમાં 22 જૂન, 2025 ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Elections) માટે મતદાન યોજાશે. જો કે, આ પહેલા વડોદરામાં (Vadodara) ગ્રામ પંચાયતની ચૂંટણી લોહિયાળ બની છે. સાવલી તાલુકાના (Savli) લસુન્દ્રામાં ચૂંટણી ફોર્મ ભરવા મામલે માથાકૂટ થતાં રિક્ષાચાલક ઉદેસિંહ ચૌહાણ પર કેટલાક ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ઇસમોએ ઉદેસિંહ ચૌહાણને એકાંતમાં બોલાવી પેટ્રોલ છાંટી આગ ચાંપી હતી. ગંભીર રીતે દાઝેલા ઉદેસિંહ ચૌહાણને એસ.એસ.જી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ, તેઓ સારવાર હેઠળ છે.
આ પણ વાંચો - Jamnagar ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સુધી ઓળખ મળી છે - પૂનમ માડમ
ભોગ બનનારના ભત્રીજાએ ગામનાં માથાભારે લોકો સામે કર્યા આક્ષેપ
ભોગ બનનાર ઉદેસિંગ ચૌહાણના ભત્રીજાએ ગામનાં માથાભારે લોકો સામે આક્ષેપ કર્યા છે. તેણે આરોપ લગાવી કહ્યું કે, અબ્દુલ વ્હોરા, હુસૈન અને આરિફ નામનાં ઈસમે આ હુમલો કર્યો છે. આ સાથે પીડિતાની ભાણીએ આક્ષેપ લગાવી કહ્યું કે, જીવતો સળગાવીને પથ્થરનો માર મરાયો હતો. રાજકીય વગધરાવતા લોકો છે જે કંઈ પણ કરી શકે છે. આ મામલે પરિવારે ન્યાયની માગ કરી છે.
આ પણ વાંચો - Ahmedabad : લ્યો બોલો... મનપાની ઓફિસ જ જુગારનો અડ્ડો બની! Video વાઇરલ થતા ચકચાર


