Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar Encounter: PSI પાટડીયાની પિસ્તોલ ઝૂંટવી સાઇકો કિલરે પોલીસ પર ફાયરિંગ કરવુ ભારે પડ્યું

Gandhinagar Encounter: સાયકો કીલરે પોલીસ પર કર્યો હુમલો, આરોપી થયો ઠાર રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ પોલીસ પર કર્યો હુમલો જવાબી કાર્યવાહીમાં આરોપી વિપુલ પરમારનું મોત Gandhinagar Encounter: ગાંધીનગરના વૈભવ મનવાણીના હત્યારાનું એન્કાઉન્ટર થયુ છે. જેમાં રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ પોલીસ પર...
gandhinagar encounter  psi પાટડીયાની પિસ્તોલ ઝૂંટવી સાઇકો કિલરે પોલીસ પર ફાયરિંગ કરવુ ભારે પડ્યું
Advertisement
  • Gandhinagar Encounter: સાયકો કીલરે પોલીસ પર કર્યો હુમલો, આરોપી થયો ઠાર
  • રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ પોલીસ પર કર્યો હુમલો
  • જવાબી કાર્યવાહીમાં આરોપી વિપુલ પરમારનું મોત

Gandhinagar Encounter: ગાંધીનગરના વૈભવ મનવાણીના હત્યારાનું એન્કાઉન્ટર થયુ છે. જેમાં રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. તેમાં જવાબી કાર્યવાહીમાં આરોપી વિપુલ પરમારનું મોત થયુ છે. આરોપીના મૃતદેહને ગાંધીનગર સિવિલ પીએમ માટે લવાયો છે. આરોપી વિપુલ પરમારનું ફોરેન્સિક પીએમ કરાશે. ઘટનામાં PSI પાટડીયાનું હથિયાર આરોપીએ ઝૂંટવી લીધું હતું જેમાં ફાયરિંગમાં પોલીસ અધિકારી રાજેન્દ્રસિંહ ઘાયલ થયા હતા.

આરોપીએ LCBના વાહનો પર પણ ફાયરિંગ કર્યું

આરોપીએ LCBના વાહનો પર પણ ફાયરિંગ કર્યું હતુ. આરોપીના ફાયરિંગ સામે પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે. જેમાં પોલીસની જવાબી કાર્યવાહીમાં આરોપી વિપુલનું મોત નીપજ્યું છે. તેમાં પોલીસ અધિકારી રાજેન્દ્રસિંહ એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના બાદ પોલીસે તત્કાલ 108ની ટીમને બોલાવી હતી. જેમાં 108ની ટીમે તપાસ બાદ આરોપી વિપુલ પરમારને મૃત જાહેર કર્યો હતો. આરોપીએ ફાયરિંગ કર્યું હતું તે હથિયારની તપાસ ચાલુ છે. અધિકારીઓએ કરેલા ફાયરિંગના હથિયારની પણ તપાસ થશે.

Advertisement

Advertisement

Gandhinagar Encounter: જાણો એન્કાઉન્ટર કેવી રીતે થયું?

પોલીસ ટીમે વૈભવ મનવાણીની હત્યાના કેસનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપી વિપુલ પરમારને કેનાલ પર લઈ ગઈ હતી. આ દરમિયાન, વિપુલ પરમારે અચાનક પોલીસ પાસેથી રિવોલ્વર છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જોખમી પરિસ્થિતિમાં પોલીસે સ્વ-બચાવમાં જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસે કુલ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં વિપુલ પરમારને ગોળી વાગતા તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો.

ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને પણ સારવાર આપવામાં આવી રહી છે

આ અથડામણ દરમિયાન, વિપુલ પરમાર દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં 3 પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી છે. તેમાંથી એક પોલીસકર્મી, જેમનું નામ રાજભા છે, તેમને પગના ભાગે ગોળી વાગી છે અને હાલ તેમનું એપોલો હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું છે. અન્ય ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને પણ સારવાર આપવામાં આવી રહી છે.

આ કાર્યવાહીથી તેમને ન્યાય મળ્યાનો સંતોષ

જે જગ્યાએ વૈભવ મનવાણીની હત્યા થઈ હતી, તે જ જગ્યાએ તેના હત્યારાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં વૈભવના પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પોલીસની ઝડપી અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્યવાહીથી તેમને ન્યાય મળ્યાનો સંતોષ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ પણ પુરાવા એકત્ર કરવા માટે સ્થળ પર તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Gujrat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં જાણો ક્યા છે ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×