Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલની હત્યા કેસમાં આવ્યો નવો વળાંક

Gandhinagar: હત્યા કરનાર આરોપી મોહન પારઘીની અમરેલીથી ધરપકડ આરોપી મોહન અને મૃતક કોન્સ્ટેબલ રીંકલ વચ્ચે હતા પ્રેમસંબંધ કોલેજ કાળથી મોહન અને રીંકલ હતા એકબીજાના સંપર્કમાં Gandhinagar: મહિલા કોન્સ્ટેબલની હત્યા કેસમાં હત્યા કરનાર આરોપી મોહન પારઘીની અમરેલીથી ધરપકડ કરવામાં આવી...
gandhinagar  મહિલા કોન્સ્ટેબલની હત્યા કેસમાં આવ્યો નવો વળાંક
Advertisement
  • Gandhinagar: હત્યા કરનાર આરોપી મોહન પારઘીની અમરેલીથી ધરપકડ
  • આરોપી મોહન અને મૃતક કોન્સ્ટેબલ રીંકલ વચ્ચે હતા પ્રેમસંબંધ
  • કોલેજ કાળથી મોહન અને રીંકલ હતા એકબીજાના સંપર્કમાં

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલની હત્યા કેસમાં હત્યા કરનાર આરોપી મોહન પારઘીની અમરેલીથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી મોહન અને મૃતક કોન્સ્ટેબલ રીંકલ વચ્ચે પ્રેમસંબંધ હતા. કોલેજ કાળથી મોહન અને રીંકલ એકબીજાના સંપર્કમાં હતા. છેલ્લા 15 વર્ષથી રીંકલ વણઝારા સાથે મોહનના સંબંધ હતા. લગ્ન પછી પણ મોહને રીંકલ સાથે પ્રેમસંબંધ રાખ્યા હતા.

રીંકલ મોહનને લગ્ન માટે વારંવાર દબાણ કરતી હતીે

રીંકલ મોહનને લગ્ન માટે વારંવાર દબાણ કરતી હતી. જેમાં લગ્ન બાબતે ઝઘડો થતા મોહને પ્રેમિકા રીંકલની હત્યા કરી છે. ક્વાર્ટ્સમાં રીંકલની હત્યા કરી મોહન અમરેલી ભાગી ગયો હતો. તેમજ અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં રીંકલ ફરજ બજાવતી હતી. ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે એક અમરેલીના શંકાસ્પદ શખસને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી હતી.

Advertisement

Gandhinagar: પોલીસ હાલમાં પ્રેમપ્રકરણના એંગલ પર પણ તપાસ ચલાવી રહી છે

શંકાસ્પદ શખસ મહિલા કોન્સ્ટેબલના ઘરે આવ્યો હોવાના પુરાવા મળતાં પોલીસે ઉઠાવી લઈ ઇન્ટ્રોગેશન કર્યું હતું. મહિલા પોલીસકર્મીનું મોઢું દબાવીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સાથે જ મહિલા કોન્સ્ટેબલના મોબાઈલમાંથી એક નંબર મળ્યો છે, જે બંધ આવી રહ્યો છે. પોલીસ હાલમાં પ્રેમપ્રકરણના એંગલ પર પણ તપાસ ચલાવી રહી છે.

Advertisement

આ પણ વાંચો: RSS શતાબ્દી સમારોહ: સંઘનો ઉદ્દેશ્ય વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ - PM Modi

Tags :
Advertisement

.

×