Gondal: પૂર્વ MLA પોપટલાલ સોરઠીયા હત્યા કેસ, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટ ડાઉન
- Gondal: હાઇકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદ્દત
- અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં કરવુ પડશે સરેન્ડર
- અનિરુદ્ધસિંહ જાડેજા ગુરુવાર પૂર્વે સરેન્ડર કરી શકે: સૂત્ર
Gondal: ગોંડલના પૂર્વ MLA પોપટલાલ સોરઠીયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટ ડાઉન શરૂ થયુ છે. જેમાં હાઇકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદ્દત છે. અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવુ પડશે. તેમજ અનિરુદ્ધસિંહ જાડેજા ગુરુવાર પૂર્વે સરેન્ડર કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધારે કસાયો
ગોંડલના રીબડાવાળા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધારે કસાયો છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ધરપકડથી બચવા માટે રાજદીપસિંહ જાડેજાએ કરેલી આગોતરા જામીનની અરજી ગુજરાત હાઈકોર્ટે નકારી કાઢતાં પોલીસ રાજદીપસિંહની ધરપકડ કરી શકે છે. તે જ રીતે અનિરુદ્ધસિંહને પોપટ સોરઠિયા મર્ડર કેસમાં 2018માં આપવામાં આવેલ સજામાફી ગુજરાત હાઇકોર્ટે ગત 22 ઑગસ્ટે ગેરકાયદેસર ઠેરવી રદબાતલ કરતાં અનિરુદ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવા આદેશ કર્યો છે. આ મામલે હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અનિરુદ્ધસિંહની અરજી સુપ્રીમ કોર્ટે રદ કરતાં અનિરુદ્ધસિંહ પાસે જેલવાસથી બચવા માટેના કાયદાકીય વિકલ્પો જૂજ થઈ ગયા છે.
Gondal: અનિરુદ્ધસિંહ 1990ના દાયકાની જેમ ફરી એક વાર ભૂગર્ભમાં ઊતરી ગયા
બીજી બાજુ રાજકોટ રૂરલ પોલીસ કહે છે કે અનિરુદ્ધસિંહ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ વોન્ટેડ છે. હાઇકોર્ટે પોપટ સોરઠિયા મર્ડર કેસમાં સજા માફી રદ કરતાં 22 ઓગસ્ટના હુકમમાં એવો આદેશ આપ્યો છે કે અનિરુદ્ધસિંહ 18 સપ્ટેમ્બરે આત્મસમર્પણ કરે તે પહેલા સંલગ્ન પોલીસ સ્ટેશનમાં દર અઠવાડિયે એક વાર હાજરી પુરાવે, પરંતુ રાજકોટ રૂરલ પોલીસના અધિકારીઓ કહે છે કે અનિરુદ્ધસિંહે એકેય વાર હાજરી પુરાવી નથી, પણ કોર્ટના આદેશ મુજબ તેમના વકીલ મારફતે પાસપોર્ટ જમા કરાવી દીધો છે. અનિરુદ્ધસિંહ 1990ના દાયકાની જેમ ફરી એક વાર ભૂગર્ભમાં ઊતરી ગયા છે અને ચાર મહિના પછી પણ પોલીસના હાથમાં આવ્યા નથી.
શું છે આ સમગ્ર મામલો?
1997માં સુપ્રીમ કોર્ટે સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા તો ફટકારી પરંતુ અનિરુદ્ધસિંહે ન તો આત્મસમર્પણ કર્યું કે ન તો તેઓ પોલીસના હાથમાં આવ્યા. છેવટે ચારેક વર્ષ બાદ 28 એપ્રિલ, 2000ના રોજ તેમને પકડવામાં પોલીસને સફળતા મળી હતી અને તેમને જેલહવાલે કરાયા. 2000ની સલમાં પકડાઈ ગયા બાદ અનિરુદ્ધસિંહ તેમને ફટકારાયેલ સજા કાપતા અઢારેક વર્ષ જેલમાં ગાળ્યા. છેલ્લે તેઓ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જેલમાં સજા કાપી રહ્યા હતા. દરમિયાન, 29 જનયુઆરી, 2018ના રોજ રાજ્યની જેલોના તત્કાલીન વડા અધિક પોલીસ મહાનિદેશક ટી. એસ. બિષ્ટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જેલના તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટને એક પત્ર લખી હુકમ કર્યો કે અનિરુદ્ધસિંને જેલમાંથી છોડી મૂકવામાં આવે. પત્રમાં જેલોના વડાએ 24 જાન્યુઆરી, 2017ના રોજ રાજ્ય સરકારે શરતોને આધીન જે ગુનેગારોએ 12 વર્ષની જેલની સજા પૂરી કરી હોય તેમની સજા માફ કરી તેમને છોડી મૂકવાના નિર્ણયનો હવાલો આપ્યો. પરિણામે અનિરુદ્ધસિંહ મુક્ત થયા. પરંતુ હાઇકોર્ટે બિષ્ટના આ પત્રને ગેરકાયદેસર ઠેરાવ્યો અને અનિરુદ્ધસિંહની સાજામાફીને રદ કરી છે.
આ પણ વાંચો: Navaratri: અમદાવાદમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી DJ, ધ્વનિ પ્રદૂષણ પર પ્રતિબંધ


