Gondal : ચોંકાવનારી ઘટના! મોબાઇલમાં રીલ્સ જોતા મેડિકલ સ્ટોરનાં માલિકે રૂ.1.01 કરોડ ગુમાવ્યાં!
- Gondal માં શેરબજારમાં રોકાણનાં નામે વધુ એક છેતરપિંડની ઘટના
- મોબાઇલમાં રીલ્સ જોતા મેડિકલ સ્ટોરનાં માલિક છેતરાયા!
- ગોંડલમાં મેડિકલ સ્ટોરનાં સંચાલક સાથે રૂ. 1 કરોડ 1 લાખની ઠગાઈ થઈ
- ક્રિતિકા જોશી નામની યુવતી સાથે વાત કરી, લિંક મોકલી રોકાણ કરાવ્યું
- છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
Gondal : શેરબજારમાં કમાણીનાં નામે લાખો-કરોડોની ઠગાઈનો (Stock Market Fraud) વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. ગોંડલમાં મેડિકલ સ્ટોરનાં સંચાલક સાથે રૂ. 1 કરોડ 1 લાખની ઠગાઈ થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેડિકલ સ્ટોર સંચાલક મોબાઇલમાં રીલ્સ જોતાં હતાં ત્યારે શેરબજારમાં ટ્રેડિંગને લગતી રીલ આવી હતી. તેની લિંક પર ક્લિક કરતા તેઓ વ્હોટ્સએપ ગ્રુપમાં એડ થયા હતાં. પછી તેમને શેરબજારમાં રોકાણ પર મોટો ફાયદો થશે તેમ જણાવી ક્રિતિકા જોશી નામની યુવતી સાથે વાત કરવાનું કહેતાં યુવતિનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ તેણીએ નવી લિંક મોકલી ગ્રૂપમાં એડ કરી ટ્રેડિંગ કરવાનું કહેતાં તેમણે રોકાણ કર્યું હતું. આ રીતે મેડિકલ સ્ટોરનાં સંચાલકે 1 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. પણ છેલ્લે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. આ મામલે સાઇબર ક્રાઇમે (Rajkot Rural Cyber Crime Police) તપાસ હાથ ધરી છે.
Gondal માં શેરબજારમાં રોકાણ કરી સારા નફાનો દાવો કરતી રીલ્સ જોઈ રોકાણ કર્યું
બનાવની વિગત અનુસાર, રાજકોટ ગ્રામ્ય સાઇબર ક્રાઇમ પોલીસે ગોંડલની (Gondal) ભોજરાજપરા વિસ્તારમાં મારવાડી મિલ કમ્પાઉન્ડ પાસે રહેતા ચંન્દ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ સખિયાની (ઉ.વ.59) ફરિયાદ પરથી ક્રિતિકા જોશી સહિત કેટલાક ઇસમો વિરુદ્ધ ઠગાઇ, IT એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચંન્દ્રકાંતભાઈ સખિયા ગોંડલમાં ચોરડી દરવાજા ઉદ્યોગ ભારતી ચોક પાસે સુરજ મેડિકલ સ્ટોર ચલાવે છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગત જૂન મહિનામાં મોબાઈલમાં અલગ-અલગ રીલ્સ જોતા સમયે એક રીલ્સમાં શેરબજારમાં પૈસા રોકાણ કરી મોટો નફો મેળવવાનો દાવો કરાયો હતો.
આ પણ વાંચો - BJP MLA દિનેશ કુશવાહને મત વિસ્તાર બાપુનગરથી ગાંધીનગર સુધી ભારતની સૌથી લાંબો ભૂર્ગભ રોડ બનાવો છે
ક્રિતિકા જોશી નામની મહિલાનો સંપર્ક કરતા લિંક મોકલી, ફોર્મ ભરાવ્યું, ડોક્યું. માંગ્યા
તેમણે વધુમાં જણાવ્યું કે, આ રીલ્સનાં નીચે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ (Stock Market Fraud) માટે જોઈન્ટ થવા માટેની લિંક આપી હતી, જેના પર ક્લિક કરતા એક અજાણ્યા વોટ્સએપ ગ્રૂપમાં તેઓ જોઈન્ટ થયા હતા. જે ગ્રૂપમાં શેરબજારમાં IPO માં રોકાણ કરવાથી ફાયદો થાય છે, તેવી ચર્ચા થતી હતી. આ બાબતે વધુ જાણવાની ઇચ્છા થતા તે ગ્રૂપમાં મેસેજ આવતા હતા કે વધુ જાણકારી માટે આપેલા મોબાઇલ નંબર પર ક્રિતિકા જોશી નામની મહિલા સાથે સંપર્ક કરવો. આથી 25 જૂન-2025 ના રોજ ક્રિતિકા જોશીનાં મોબાઈલ નંબર પર વોટસએપ મેસેજથી સંપર્ક કરતા તેઓએ એક લિંક મોકલી હતી. તેમ જ તે લિંક સાથે રિપ્રેઝેન્ટેટિવ ઇન્વિટેશન કોડ પણ મોકલ્યો હતો. આ લિંક પર ક્લિક કરી તેમાં ખુલેલ ફોમમાં મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબરની વિગત તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરી ફોર્મ સબમિટ કર્યં હતું.
આ પણ વાંચો - Vadodara : ટ્રેનના બે ડબ્બા વચ્ચેથી બેગ ભરીને ગાંજો ઝડપાયો, તહેવારોમાં રેલવે પોલીસ સતર્ક
વિવિધ નંબરથી વોટ્સએપ ચેટ કરી. રૂ.1.01 કરોડ ટ્રાન્સફર કરાવ્યાં
બાદમાં આ ગ્રૂપમાં અપાતી માહિતી મુજબ, ટ્રેડિંગ ચાલુ કરેલ હતું, જેમાં ક્રિતિકા જોશીએ વોટ્સએપ પર મેસેજ કરી અલગ-અલગ બેંકનાં એકાઉન્ટ નંબર આપી તેમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. આથી, તેઓએ તેમના અને તેમના પત્નીનાં એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. ત્યાર બાદ ક્રિતિકા જોશી એ પોતાની ઓળખ ફાયર્સ ટીમનાં કસ્ટમર કેર એક્ઝિકયુટિવ તરીકે આપી અલગ-અલગ મોબાઈલ નંબર પરથી વોટ્સએપ પર ચેટ કરી કુલ રૂ.1.01 કરોડ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા અને દરમિયાન રાજિલ મહેતા નામના શખ્સે પણ પોતાની ઓળખ ફાયર્સ ટીમનાં વિશ્વ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે આપી હતી અને રોકાણ બાબતે વોટ્સએપ પર લોભામણી સ્કિમો આપી તેમ જ પૈસા ન ભર્યાથી તમારી ક્રેડિટ ઓછી થવાથી ભવિષ્યમાં IPO તથા શેર નહિં લાગે તેવું જણાવ્યું હતું. આવું કહી વધુ રોકાણ કરવા મજબૂર કર્યા હતા. ફરિયાદીને પૈસા ભર્યા બાદ પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. આ મામલે રાજકોટ ગ્રામ્ય સાઇબર કાઈમની ટીમે Rajkot Rural Cyber Crime Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો - Diwali 2025 : દિવાળી પૂર્વે સરકારનાં કર્મચારીઓની બલ્લે બલ્લે! CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત


