Gondal : હેડ પોસ્ટ ઓફિસમાં સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં પોસ્ટ કર્મીએ ફિનાઈલ ગટગટાવ્યું!
- Gondal ની હેડ પોસ્ટ ઓફિસમાં બન્યો આપઘાતનો પ્રયાસનો બનાવ
- સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં પોસ્ટ કર્મચારીએ ફિનાઇલ ગટગટાવ્યું આપઘાતનો પ્રયાસ કર્યો
- પોસ્ટ કર્મચારીના પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ સામે કિન્નાખોરીનો ગંભીર આરોપ
- અન્ય કર્મીઓને બદલી આપી પણ અનેક રજૂઆતો છતાં બદલી ન મળતા કર્મીએ પગલું ભર્યું!
Rajkot : ગોંડલની હેડ પોસ્ટ ઓફિસમાં (Gondal's Head Post Office) આવેલી સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં પોસ્ટ કર્મચારીએ ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા દોડધામ મચી જવા પામી હતી. કર્મચારીને એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અનેક કર્મચારીઓની હાજરીમાં બનાવ બન્યો હોવા છતા સારવારમાં ખસેડાયેલા કર્મચારીની ખબર કાઢવા પોસ્ટ વિભાગના કોઇ જવાબદાર અધિકારીઓ ફર્ક્યા ના હોય કર્મચારીઓમાં આશ્ચર્ય ફેલાયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલની હેડ પોસ્ટ ઓફિસમાં મેઇલ ઓવરસિયર તરીકે ફરજ બજાવતા અને જામકંડોરણા રહેતા જયકુમાર જિતેન્દ્રભાઈ દવે (ઉં.28) એ સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં ફિનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમને તુરંત ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.
આ પણ વાંચો - Jamnagar : પોલીસને મોટી સફળતા! 50 ગુનાઓમાં સંળોવાયેલ ફરાર આરોપી આખરે ઝબ્બે
જયકુમાર દવે એ સ્યુસાઈડ નોટ પણ લખી, જે પોલીસે કબ્જે કરી
હોસ્પિટલમાં સારવારમાં રહેલા જયકુમારે પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ સંજય મિસ્ત્રી પર આક્ષેપ કરી જણાવ્યું કે, મને હરસની સમસ્યા હોય મેં અગાઉ જામકંડોરણા (Jamkandorana) ફરી જૂની જગ્યાએ બદલી કરી આપવા લેખિત રજૂઆત કરી હતી. એ પછી મૌખિક રજૂઆત પણ કરી હતી. આ સમયમાં અન્ય ત્રણ કર્મચારીઓને માંગ્યા મુજબ બદલી અપાઇ હતી અને મારાં પ્રત્યે કિન્નાખોરી રખાઇ હોવાથી આજે સુપ્રિટેન્ડેન્ટ મિસ્ત્રીને મળી રજૂઆત કરતા તેમણે મને સસ્પેન્ડ કરી નાખવાની ધમકી આપી હતી. વધુમાં 'તમે નોકરીને લાયક નથી રાજીનામું આપી દો' તેવું કહી ધમકાવ્યો હતો, જેને લીધે આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો - Mehsana : કડીમાં રખડતા ઢોરે લીધો વધુ એક યુવકનો જીવ, ગ્રામજનોમાં રોષ!
જયકુમાર જામકંડોરણા પોસ્ટ ઓફિસમાં બે વર્ષથી પોસ્ટમેન તરીકે નોકરી કરે છે
ગત જૂન મહીનામાં તેમની બદલી ગોંડલ હેડ પોસ્ટ ઓફિસમાં (Gondal's Head Post Office) મેઇલ ઓવરસીયર તરીકે કરી દેવાતા હાલ ગોંડલ ફરજ બજાવે છે. જયકુમારના જણાવ્યાં મુજબ, જામકંડોરણામાં તેના મોટા બાપુ સાથે જમીન અંગે પારિવારિક વિવાદ ચાલે છે. તેથી મોટા બાપુ દ્વારા મારા વિરુદ્ધમાં પોસ્ટ વિભાગમાં ખોટી ફરિયાદો કરાઇ હોવાથી મારી બદલી ગોંડલ થઇ હતી. નિયમ મુજબ, ત્રણ વર્ષ બાદ મેઇલ ઓવરસીયરની પોસ્ટ મળતી હોય છે. મારે નોકરીનાં બે વર્ષ થયા છે. ઓવરસીયર હેઠળ ગોંડલ 35 ગામડાં આવે છે, જેમાં રોજીંદા બે ગામડાની મુલાકાત લેવાની હોય છે. હરસની બીમારીને કારણે ટ્રાવેલિંગ થતું ના હોવાથી મારી મૂળ જગ્યા જામકંડોરણા પરત કરવા અનેક રજૂઆત કરી હતી પણ મારા પ્રત્યે કિન્નાખોરી રખાતી હોય આપઘાતનો પ્રયાસ કર્યો છે. બનાવ અંગે બી' ડિવિઝન પોલીસ (Gondal B Division Police) તપાસ હાથ ધરી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Rajkot : રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી!


