Gujarat ATS : નકલી લાઇસન્સથી હથિયાર ખરીદવાના મામલે વધુ 7 ની ધરપકડ કરી
- Gujarat ATS : અત્યાર સુધી 70 આરોપીની થઈ ચૂકી છે ધરપકડ
- નાગાલેન્ડ, મણિપુરના રહેવાસી પુરાવાથી મેળવ્યા હતા હથિયાર
- અમદાવાદના ચિરાગ ભરવાડની કરાઇ ધરપકડ
Gujarat ATS : નકલી લાઇસન્સથી હથિયાર ખરીદવાના મામલે ગુજરાત ATS એ વધુ 7 ની ધરપકડ કરી છે. અત્યાર સુધી બનાવટી લાયસન્સ કૌભાંડ મામલે 70 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જેમાં સુરેન્દ્રનગરના હિતેશ ગમારા, કેવલ રબારી, ગભરુ સંબળ, બોરસદના બિરેન પટેલ અને મનીષ પટેલ, આણંદના બાકરોલના મેહુલ ભરવાડ અને 1 અમદાવાદના ચિરાગ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. તેમાં નાગાલેન્ડ અને મણિપુરના રહેવાસી હોવાના પુરાવાના આધારે હથિયાર મેળવ્યા હતા.
ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાંથી ચાલતા ગન લાયસન્સ રેકેટનો પર્દાફાશ
ગત એપ્રિલ મહિનામાં Gujarat ATS એ ઉત્તર પૂર્વોત્તર રાજ્યોમાંથી ચાલતા ગન લાયસન્સ રેકેટ (Gun License Racket) નો પર્દાફાશ કર્યો હતો. મણીપુર-નાગાલેન્ડ ખાતેથી લાખો રૂપિયા ખર્ચીને હથિયાર પરવાના તેમજ વેપન ખરીદનારા અનેક ગુનેગારો, પશુપાલકો, ખેડૂત અને વેપારીઓની ધરપકડ કરી હતી. જીમ લોન્જનો વિજય સેંગર (Gym Lounge Vijay Sengar) ફાયરિંગ કરતો હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) હરકતમાં આવે તે પહેલાં Gujarat ATS એ રાતોરાત ઑપરેશન ગન ગેંગ (Operation Gun Gang) પાર પાડી દીધું અને 6 શખ્સોની ધરપકડ કરી. Gun License Scam નો સૂત્રધાર ઉત્તર ભારતીય વિકાસ પરિષદ (Uttar Bhartiya Vikas Parishad) નો રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનું સામે આવ્યું છે. એટીએસએ તમામ આરોપીઓ પાસેથી 3 રિવૉલ્વર, 4 પિસ્તૉલ અને 285 કારતૂસ કબજે લીધા છે.
Gujarat ATS એ આ આરોપીઓની કરી ધરપકડ
- શોલેસિંહ રામબાબુસિંહ સેંગર (ઉ.47 રહે. ધરતી સ્ટેટસ, આરટીઓ રોડ વસ્ત્રાલ, અમદાવાદ મૂળ વતન પથર્રા, જિ. ઇટાવા, ઉત્તરપ્રદેશ)
- વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ સેંગર (ઉ.62 રહે. આકૃતિ સોસાયટી, વસ્ત્રાલ, અમદાવાદ મૂળ વતન પથર્રા, જિ. ઇટાવા, ઉત્તરપ્રદેશ)
- મુકેશસિંહ હુકમસિંહ ચૌહાણ ઉર્ફે રિન્કુ ચૌહાણ (ઉ.48 રહે. રહે. આકૃતિ સોસાયટી, વસ્ત્રાલ, અમદાવાદ મૂળ વતન ભરઈપુર, જિ. ઇટાવા, ઉત્તરપ્રદેશ)
- વિજયસિંહ ભૂરેસિંહ સેંગર (ઉ.36 રહે. શ્રી બાલાજી અગોરા રેસીડેન્સી, સુઘડ, ગાંધીનગર મૂળ વતન સલેમપુર, જિ. ઇટાવા, ઉત્તરપ્રદેશ)
- અજય ભૂરેસિંહ સેંગર (ઉ.37 રહે. 16, આદર્શ સોસાયટી, મેઘાણીનગર, અમદાવાદ મૂળ વતન સલેમપુર, જિ. ઇટાવા, ઉત્તરપ્રદેશ)
- અભિષેક રાજદેવ ત્રિવેદી (ઉ.38 રહે. 8, ત્રિવેદી સદન, મણીયાસા કોર્નર, મણીનગર પૂર્વ, અમદાવાદ મૂળ વતન કાનપુર, ઉત્તરપ્રદેશ)
- રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલા (ઉ. 48 રહે. 29, વૃંદાવન પામ, એસ.પી.રિંગ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ મૂળ વતન મદાવાસ, જિ. ચુરૂ, રાજસ્થાન)
કોની પાસેથી કેટલા હથિયાર-કારતૂસ મળ્યા ?
- શોલેસિંહ સેંગર પાસેથી ઉત્તરપ્રદેશ કોતવાલીનગર એટા જિલ્લાનું બોગસ વેપન લાયસન્સ, રિવૉલ્વર, 56 જીવતા કારતૂસ અને 7 ફૂટેલાં કારતૂસ મળ્યા છે.
- વેદપ્રકાશસિંહ સેંગર પાસેથી મારહરા એટા જિલ્લાનો હથિયાર પરવાનો, રિવૉલ્વર, 55 જીવતા કારતૂસ અને 5 ફૂટેલાં કારતૂસ મળ્યા છે.
- મુકેશસિંહ ચૌહાણ ઉર્ફે રિન્કુ ચૌહાણ પાસેથી ઉત્તરપ્રદેશ કોતવાલીનગર એટા જિલ્લાનું બોગસ હથિયાર લાયસન્સ, પિસ્તૉલ, 26 જીવતા કારતૂસ મળ્યાં છે.
- વિજયસિંહ સેંગર પાસેથી UP કોતવાલીનગર એટા જિલ્લાનું બોગસ વેપન લાયસન્સ, રિવૉલ્વર, 63 જીવતા કારતૂસ અને 1 ફૂટેલો કારતૂસ મળ્યો છે.
- અજય સેંગર પાસેથી કોતવાલીનગર એટા જિલ્લાનું બોગસ વેપન લાયસન્સની ફૉટો કૉપી, પિસ્તૉલ, 9 જીવતા કારતૂસ મળ્યા છે.
- અભિષેક ત્રિવેદી પાસેથી કોતવાલીનગર એટા જિલ્લાનું બોગસ હથિયાર લાયસન્સ, પિસ્તૉલ, 27 જીવતા કારતૂસ અને 11 ફૂટેલાં કારતૂસ કબજે કરાયા છે.
- રાજેન્દ્રસિંહ સાંખલા પાસેથી કોતવાલીનગર એટા જિલ્લાનો બોગસ હથિયાર પરવાનો, પિસ્તૉલ, 25 જીવતા કારતૂસ મળ્યાં છે.
આ પણ વાંચો: Ahmedabad Seventh day School હત્યા કેસમાં શાળાએ લીધો આ નિર્ણય


