Gujarat: રાજ્યમાં દારૂબંધી છતાં liquor માફિયાઓ લાવે છે નવી-નવી રીત
- સુરતના ભેસ્તાનમાં એન્જિન ઓઈલના ડબ્બામાં છુપાવેલો દારૂ ઝડપાયો
- ‘શ્રી જી ટ્રેડ્સ’ દુકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો
- દારૂ માફિયાઓએ ઓઈલના લેબલ લગાવી પોલીસને છેતરવાનો પ્રયાસ કર્યો
liquor: ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ માફિયાઓ નવી-નવી રીત અપનાવે છે. જેમાં સુરતના ભેસ્તાનમાં એન્જિન ઓઈલના ડબ્બામાં છુપાવેલો દારૂ ઝડપાયો છે. ‘શ્રી જી ટ્રેડ્સ’ દુકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો છે. જેમાં દુકાનમાં ઓઈલના ડબ્બામાંથી વિદેશી દારૂ નીકળ્યો છે. દારૂ માફિયાઓએ ઓઈલના લેબલ લગાવી પોલીસને છેતરવાનો પ્રયાસ કર્યો છે. કુલ 30 બોક્સમાંથી 480 લિટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળ્યો છે.
રોયલ ચેલેન્જર, બ્લેન્ડર પ્રાઈડ, સિગ્નેચર સહિત અનેક બ્રાન્ડનો જથ્થો
ઝડપાયેલા દારૂ (liquor) ની કુલ કિંમત 5.24 લાખ જેટલી આંકાઈ છે. જેમાં રોયલ ચેલેન્જર, બ્લેન્ડર પ્રાઈડ, સિગ્નેચર સહિત અનેક બ્રાન્ડનો જથ્થો મળ્યો છે. દુકાનના માલિક શૈલેન્દ્રકુમાર વેદરામસિંગની અટકાયત કરવામાં આવી છે. તથા બોલેરો પીકઅપમાં દારૂ (liquor) લાવનાર રામકુમાર ઉપાધ્યાય ઝડપાયો છે. બોઈલર તારાપુરથી મોકલાવનાર અનિલસિંગ વેદરામસિંગ વોન્ટેડ છે.
liquor કેસમાં ભેસ્તાન પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી
બોલેરો પીકઅપ વાહન અને ટી.વી.એસ. જ્યુપિટર મોપેડ કબજે કરાયુ છે. તથા બે મોબાઇલ ફોન સહિત કુલ 9.84 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. તથા બુટલેગરે દારૂ હેરાફેરીનો નવો કીમિયો બહાર પાડ્યો છે. જેમાં ભેસ્તાન પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
શૌચાલયમાં કામોડની નીચે વિદેશી દારૂ છુપાવવાની જગ્યા બનાવી
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ (liquor) જથ્થો પકડાઈ રહ્યો છે. જાણે આવું લાગી રહ્યું છે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી જ હોય. દારૂ વેપાર કરવા બુટલેગરો દ્વારા નવા નવા કિમિયા પણ અપનાવતા હોય છે. તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી બુટલેગરની વિદેશી દારૂ વેચાણ કરવાનો નવો કીમિયો સામે આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અસલાલી ગામના ચુનારાવાસ વિદેશી દારૂ વેચાણ કરવામાં આવી રહ્યું હતુ. જેની બાતમી અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળે છે. અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અસલાલી ગામમાં આવેલ ચુનારાવાસમાં તપાસ કરે છે ત્યારે પોલીસ પણ આ બુટલેગરો વિદેશી દારૂ કીમિયો જોઈને ચોંકી ઉઠી હતી. આ બુટલેગરે પોતાના ઘરના શૌચાલયમાં કામોડની નીચે વિદેશી દારૂ છુપાવવાની જગ્યા બનાવી હતી.
આ પણ વાંચો: Surat: શહેરમાંથી ફરી એક વખત નકલી પોલીસ ઝડપાઈ, મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ


