Gujarat : પૂર્વ IPS કુલદીપ શર્મા પર કસાયો કાયદાનો ગાળિયો, એરેસ્ટ વોરંટ બાદ લૂકઆઉટ નોટિસ
- Gujarat : કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ
- કુલદીપ શર્માની ધરપકડ માટે સર્ચ ઓપરેશન કરાયું તેજ
- ઈભલા શેઠને માર મારવાના કેસમાં એરેસ્ટ વોરંટ ઈશ્યું
Gujarat : પૂર્વ IPS કુલદીપ શર્મા પર કાયદાનો ગાળિયો કસાયો છે. એરેસ્ટ વોરંટ બાદ કુલદીપ શર્મા સામે લૂકઆઉટ નોટિસ આપવામાં આવી છે. તેમજ કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ જાહેર કરાઇ છે. જેમાં કુલદીપ શર્માની ધરપકડ માટે સર્ચ ઓપરેશન તેજ કરાયું છે. ઈભલા શેઠને માર મારવાના કેસમાં એરેસ્ટ વોરંટ ઈશ્યુ થયુ હતુ. તેમાં ભુજ કોર્ટે કુલદીપ શર્માને 3 મહિનાની કેદ, દંડ ફટકાર્યો હતો. સજા થયા બાદ સરેન્ડર ન થતાં ભુજ કોર્ટે વોરંટ ઈશ્યું કર્યું છે.
જાણો શું હતો સમગ્ર મામલો
અગાઉ પૂર્વ IPS અધિકારી કુલદીપ શર્મા સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતુ. ભુજની સેશન્સ કોર્ટે 1984ના કેસમાં આ ધરપકડ વોરંટ જારી કર્યું હતુ. સાથે કુલદીપ શર્માને 15 દિવસમાં કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે. કચ્છના ઇભલા શેઠને માર મારવાના કેસમાં કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે. મળતી માહિતી મુજબ સજા બાદ કુલદીપ શર્માએ સરન્ડર ના કરતાં કોર્ટે આ એરેસ્ટ વોરન્ટ જારી કર્યું હતું. ગત ફેબ્રુઆરીમાં ઇભલા શેઠને માર મારવાના કેસમાં કુલદીપ શર્માને 3 મહિનાની કેદ થઇ હતી.
પૂર્વ IPS કુલદીપ શર્મા પર કસાયો કાયદાનો ગાળિયો
એરેસ્ટ વોરંટ બાદ કુલદીપ શર્મા સામે લૂકઆઉટ નોટિસ
કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ
કુલદીપ શર્માની ધરપકડ માટે સર્ચ ઓપરેશન કરાયું તેજ
ઈભલા શેઠને માર મારવાના કેસમાં એરેસ્ટ વોરંટ ઈશ્યું
ભુજ કોર્ટે કુલદીપ શર્માને 3 મહિનાની… pic.twitter.com/WkhvFZpPKs— Gujarat First (@GujaratFirst) October 12, 2025
Gujarat : કુલદીપ શર્માને ત્રણ મહિનાની સાદી કેદ અને 1 હજાર રુપિયાનો દંડ
મુસ્લિમ આગેવાન ઇભલા શેઠને માર મારવાનો આ કેસ 1984નો છે. તે સમયે પોલીસ વડા કુલદિપ શર્માને ઇભલા શેઠ મળવા ગયા હતા, ત્યારે કુલદીપ શર્મા સહિત ત્રણ અધિકારીઓએ ઇભલા શેઠને માર માર્યો હતો તેવી ફરિયાદ નોંધાઇ હતી. ઘટનામાં ઇભલા શેઠની સાથે કુલદીપ શર્માને મળવા ગયેલા શંકરલાલ જોશી દ્વારા આ ફરિયાદ કરાઇ હતી. તેમાં ભુજ કોર્ટે કુલદીપ શર્માને ત્રણ મહિનાની સાદી કેદ અને 1 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો: Jamnagar: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પૂરતો ભાવ ન મળતાં ખેડૂતોનો વિરોધ


