Gujarat News: પ્રાંતિજના ભાગપુરમાં ડે.સરપંચ અંગે બબાલ થતાં 9 વિરૂદ્ધ ફરીયાદ
- રાજદિપસિંહે ૯ જણા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી
- રાજદીપસિંહને સ્ટેટસ મુકવા બાબતે ઝઘડો કર્યો
- પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
Gujarat News: પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભાગપુર ગામે બે દિવસ અગાઉ ડે.સરપંચ જીત્યા અંગેનું સ્ટેટસ મોબાઈલ પર મુકયું હોવાનો આક્ષેપ કરીને ૯ જણાએ એકસંપ થઈ એક જણા પર હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
રાજદીપસિંહને સ્ટેટસ મુકવા બાબતે ઝઘડો કર્યો
આ અંગે ભાગપુર ગામના શેરાવાળો વાસમાં રહેતા રાજદીપસિંહ કાળુસિંહ રાઠોડે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૪ જુલાઈના રોજ તેઓ ડે.સરપંચ જીત્યા અંગેનું સ્ટેટસ મોબાઈલ પર મુકયું હતું. જેથી ગામના રણજીતસિંહ દિપસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ જગતસિંહ રાઠોડ, સિધ્ધરાજસિંહ કાળુસિંહ રાઠોડ, રાજુસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ, રોહિતસિંહ મનહરસિંહ રાઠોડ, રવિરાજસિંહ કિરણસિંહ રાઠોડ, જીગરસિંહ ઉર્ફે બંટુ મહેન્દ્રસિંહ રાઠોડ, નટવરસિંહ તખતસિંહ રાઠોડ અને હિતેશસિંહ કાળુસિંહ રાઠોડ એકસંપ થઈ રાજદીપસિંહને સ્ટેટસ મુકવા બાબતે ઝઘડો કર્યો હતો.
પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
ત્યારબાદ આ નવ જણાએ એકસંપ થઈને રાજદિપસિંહ કાળુસિંહ રાઠોડને લોખંડના કડાથી ઈજા પહોંચાડી ધમકી આપી હતી કે ફરીથી આવા સ્ટેટસ મુકીશ તો જીવતો છોડીશું નહી. તેમ કહીં જાનથી મારી નાખવાની ધમકી આપતાં રાજદિપસિંહે ૯ જણા વિરૂધ્ધ મંગળવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
અહેવાલ - યશ ઉપાધ્યાય, સાબરકાંઠા


