Gujarat News: ખેડામાં કળિયુગી પિતાએ 7 વર્ષની દિકરીને જનેતાની સામે કેનાલમાં ફેંકી દીધી
- પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં અંધ પિતાને નહોતી ગમતી પુત્રી
- દિકરીને ફેંક્યા બાદ કહ્યું કે માતાજીને બલિ ચઢાવી છે
- પુત્રપ્રાપ્તિ માટે પુત્રીની હત્યા કે અકસ્માતે મોત અંગે રહસ્ય
Gujarat News: ખેડામાં કળિયુગી પિતાએ સગી દિકરીની હત્યા કરી છે. જેમાં 7 વર્ષની દિકરીને જનેતાની સામે કેનાલમાં ફેંકી દીધી હતી. પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં અંધ પિતાને પુત્રી ગમતી ન હતી. તેમજ દિકરીને ફેંક્યા બાદ કહ્યું કે માતાજીને બલિ ચઢાવી છે. પુત્રપ્રાપ્તિ માટે પુત્રીની હત્યા કે અકસ્માતે મોત અંગે રહસ્ય છે. જેમાં વિજય સોલંકી નામના કળિયુગી પિતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે.
કપડવંજના વાઘાવત પુલ પરથી ફેંકી દીધાનો આરોપ
કપડવંજના વાઘાવત પુલ પરથી ફેંકી દીધાનો આરોપ છે. તેમજ હત્યા થયાના આરોપ સાથે મોસાળપક્ષની રજૂઆત છે. આરોપી વિજય સોલંકીને સંતાનમાં બે દિકરીઓ હતી. જેમાં બીજી પુત્રીના જન્મ બાદ પત્નીને ત્રાસ આપતો હતો. તથા માતાની ફરિયાદ બાદ આરોપી પિતાની ધરપકડ કરાઈ છે. 7 વર્ષની દિકરીની હત્યા અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.
Kheda : 7 વર્ષની માસુમ પુત્રીને ફેંકી દીધી, કળિયુગી પિતાની પુત્રની ઘેલછા! । Gujarat First@collectorkheda @SPKheda #KhedaMurderCase #FatherKillsDaughter #JusticeForDaughter #KhedaCrimeNews #PoliceInvestigation #gujaratfirst pic.twitter.com/8W5inOfJgd
— Gujarat First (@GujaratFirst) July 15, 2025
જાણો સમગ્ર શું બની
ખેડા જિલ્લામાં આવેલા કઠલાલમાં સગા પિતા વિજયભાઈ બચુભાઈ સોલંકીનું પોતાની 7 વર્ષની દીકરી ભૂમિ પ્રત્યે જન્મથી જ વર્તન યોગ્ય ન હતું. એટલે દીકરીના જન્મ બાદ તેની માતાએ પોતાના પિયરમાં મોકલી દીધી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે લીંબા ગામે માતાજીના દર્શન કરી બાઈક પર વિજયભાઈ પોતાની ધર્મપત્ની અંજના અને દીકરી ભૂમિ સાથે પરિવાર ચેલાવત ગામ પરત આવવાનું હતું. વઘાવત નજીક નર્મદાની કેનાલ ઉપર બાઈક ઉભું રાખી પિતા વિજયભાઈ સોલંકીએ ભૂમિકાને પાળ ઉપર ઉભી રાખી ધક્કો મારી ફેંકી પાણીમાં ફેંકી દીધી હતી. આ સમગ્ર ઘટના અંગે કોઈ અજાણ્યા લોકો દ્વારા હેમતાજીના મુવાડા ખાતે અંજનાના પિયરમાં જાણ કરી હતી.
સ્થાનિક તરવૈયા દ્વારા બે કલાક બાદ ભૂમિકાનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો
7 વર્ષની ભૂમિકાના પાલક નાના અને મામા સહિત લોકો સવારે ચેલાવત ગામ પહોંચ્યા હતા. જ્યાં નર્મદા કેનાલ ઉપરથી જ 100 નંબર ઉપર જાણ કરી પોલીસને ઘટનાસ્થળે બોલાવી હતી. જે બાદ સ્થાનિક તરવૈયા દ્વારા બે કલાક બાદ ભૂમિકાનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી ડેડબોડીનું પીએમ કરાવ્યું હતું.
આ પણ વાંચો: Ahmedabad: આખરે ક્ષત્રીય આગેવાન પી.ટી.જાડેજા જેલમુક્ત થશે, જાણો સમગ્ર મામલો


