Gujarat ATS : મોટો ખુલાસો! મહિલા આતંકી શમા પરવીને પાક. આર્મી ચીફ મુનીરને સંબોધી કરી હતી પોસ્ટ!
- Gujarat ATS દ્વારા ધરપકડ કરાયેલી શમા પરવીન મામલે મહત્ત્વના ખુલાસા!
- પરવીન દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલી પોસ્ટ સામે આવી
- 7 થી 10 મે સુધી ભારત-પાક સંઘર્ષ દરમિયાન પરવીને કરી હતી પોસ્ટ
- ગઝવા-એ-હિન્દ હેઠળ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા માટે કરી હતી પોસ્ટ
- પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને સંબોધી કરી હતી પોસ્ટ
Gujarat ATS : ગુજરાત એટીએસ દ્વારા જેહાદી વિચારધારા ફેલાવવા મામલે અલ કાયદાના આતંકવાદી મોડ્યુલની 30 વર્ષીય મહિલા આતંકવાદી શમા પરવીનની (Shama Parveen) બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં મહત્ત્વનો ખુલાસો થયો છે. શમા પરવીન દ્વારા સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલી કેટલીક પોસ્ટ સામે આવી છે, જેમાં ભારત-પાક સંઘર્ષ દરમિયાન ગઝવા-એ-હિન્દ (Ghazwa-a-Hind) હેઠળ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા માટે પોસ્ટ કરી હોવાનું અને ભારત વિરુદ્ધ હિંસા માટે ઉશ્કેરણીજનક લખાણ પોસ્ટ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Gujarat Politics : કાંતિભાઈએ કહ્યું અને તેમાં 501 મો હું પણ ગાંડો છું : પંકજ ધામેલીયા
અસીમ મુનીરને સંબોધિ ગઝવા-ઉલ-હિન્દ હેઠળ 'પ્રોજેક્ટ ખિલાફત' શરૂ કર્યું
ગુજરાત ATS (Gujarat ATS) દ્વારા થોડા દિવસ પહેલા શમા પરવીન નામની મહિલાની બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી. તેણીની સામે સોશિયલ મીડિયા થકી જેહાદી વિચારધારા ફેલાવવાનો અને ભારત વિરુદ્ધ હિંસા માટે ઉશ્કેરણીજનક લખાણ પોસ્ટ કર્યું હોવાનો આરોપ છે. ત્યારે હવે આ કેસમાં મહત્ત્વનાં ખુલાસા થયા છે. માહિતી અનુસાર, અલ કાયદાનાં આતંકવાદી મોડ્યુલની 30 વર્ષીય મહિલા આતંકવાદી શમા પરવીન દ્વારા ભારત-પાક સંઘર્ષ દરમિયાન 7 થી 10 મે, 2025 સુધીમાં કેટલાક સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં ભારત માટે નફરત અને જેહાદી વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. 4 સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ગઝવા-એ-હિન્દ હેઠળ પ્રોજેક્ટ ખિલાફત (Project Khilafat) શરૂ કરવા માટે પાકિસ્તાનનાં આર્મી ચીફ અસીમ મુનીરને (Asim Munir) સંબોધી વિવિધ પોસ્ટ શેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Surat: પંચશીલ નગરમાં ડ્રગ્સ માફિયાના રેકેટ મામલે ચોંકાવનારો ખુલાસો
ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે નિવેદન ટાંકી કરી હતી પોસ્ટ
પ્રાપ્ત માહિતી અનુસાર, લાહોરની લાલ મસ્જિદનાં ઇમામ અબ્દુલ અઝીઝના (Abdul Aziz) ભારત સરકાર વિરુદ્ધ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા અંગે નિવેદન ટાંકી પોસ્ટ કરાઈ હતી. સાથે જ AQIS અમીર અસીમ મુનીરના નિવેદન, ગઝવા-ઉલ-હિન્દ સાથે સંબંધિત, ભારત વિરુદ્ધ હિંસા માટે ઉશ્કેરણીજનક લખાણ પોસ્ટ કરાયું હતું. આ મામલે હજું વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Bullet Train Update : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશ્વામિત્રી નદી પરનો પુલ પૂર્ણ