Jamnagar : દુષ્કર્મ કેસમાં 9 પૈકી 4 આરોપીને 20 વર્ષની આકરી કેદની સજા, ફટકારાયો આટલો દંડ
- Jamnagar માં દુષ્કર્મનાં આરોપીઓને 20 વર્ષની સજા
- પોક્સો કોર્ટે 9 માંથી 4 આરોપીને તકસીરવાન ઠેરવ્યા
- પોક્સો કલમ 4 મુજબ 20 વર્ષની કેદ અને રૂ.10 હજારનો દંડ
- ઉપરાંત સગીરાને પાંચ લાખનું વળતર આપવા પણ કરાયો હુકમ
Jamnagar : જામનગરનાં ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર થયેલ દુષ્કર્મ કેસમાં આરોપીઓને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારવામાં આવી છે. પોક્સો કોર્ટે (POCSO Court) 9 માંથી 4 આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા છે અને પોકસો કલમ 4 મુજબ 20 વર્ષની કેદની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે. વર્ષ 2022 માં નોંધાયેલા ચકચારી કેસનો કોર્ટે આ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
આ પણ વાંચો - Bhavnagar : ખાણ ખનીજ વિભાગના આધિકારી-કર્મચારીઓની રેકી કરતા 3 ઝડપાયા
Jamnagar માં દુષ્કર્મના આરોપીઓને 20 વર્ષની સજા | Gujarat First
પોક્સો કોર્ટે 9માંથી 4 આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા
પોક્સો કલમ 4 મુજબ 20 વર્ષની કેદ અને રૂ.10 હજારનો દંડ
ઉપરાંત સગીરાને પાંચ લાખનું વળતર આપવા કરાયો હુકમ
વર્ષ 2022ના નોંધાયેલા ચકચારી કેસનો આવ્યો ચુકાદો
નવ શખ્સોએ… pic.twitter.com/m4bkxore3S— Gujarat First (@GujaratFirst) September 11, 2025
Jamnagar માં દુષ્કર્મનાં 4 આરોપીને 20 વર્ષની કેદની સજા
જામનગર જિલ્લાનાં (Jamnagar) ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2022 માં નોંધાયેલા એક ચકચારી બળાત્કાર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે (POCSO Court) મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ દુષ્કર્મ કેસમાં ઝડપાયેલ 9 આરોપી પૈકી 4 આરોપીને તકસીરવાન ઠેરવી કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપી હરપાલસિંહ અજિતસિંહ જાડેજા, કમલેશ ઉર્ફે કવા પટેલ, બાબભા ઊર્ફે ભીખુભાઈ જાડેજા, મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને કોર્ટે આ સજા ફટકારી છે. ઉપરાંત, ભોગ બનનાર સગીરાને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ હુકમ કરાયો છે.
આ પણ વાંચો - Junagadh : આલ્ફા હોસ્ટેલનાં માલિક, સંચાલક સામે આખરે કાર્યવાહી! PI ખુદ બન્યા ફરિયાદી
કોર્ટે 9 પૈકી 4 આરોપીને તકસીરવાદ ઠેરવી સજા સંભળાવી
આ કેસમાં પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (Panchkoshi 'A' Division Police Station) ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી અનુસાર, 9 આરોપીઓએ એક સગીરા વયની તરુણીને લલચાવી, ફસાવી અને અલગ-અલગ સ્થળે લઈ જઈ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના વારંવાર બની, જેના કારણે તરુણી ગર્ભવતી થઈ ગઈ. તરુણીએ બાળકને જન્મ આપ્યા પછી જ આ ભયાનક રહસ્ય પરથી પર્દાફાશ થયો હતો. સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતાં પીડિતાની માતા તરફે વકીલે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. તમામ પુરાવા અને દલીલોનાં આધારે જજ દ્વારા 9 પૈકીનાં 4 આરોપીઓને તકસીરવાદ ઠેરવી સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો - Rajkot : જિ. પં.નું સ્થળાંતર શાસકોને ફળી ગયું? લાખોનો ખર્ચ બતાવ્યાનો વિપક્ષી નેતાનો આરોપ


