Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : Reliance કંપનીમાં સ્ક્રેપ વેપાર કરતી પેઢીએ વે બ્રીઝના કર્મીઓ સાથે મળી 1 કરોડની છેતરપીંડી આચરી

Reliance કંપનીમાંથી બે માસનાં ગાળા દરમિયાન ઉપાડેલ સ્ક્રેપમાંથી ૩૧૪ મેટ્રિક ટન જથ્થો ઓછો દેખાડી આચર્યું કૌભાંડ અમદાવાદની મેસર્સ એસએમ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર વિનોદ પટણી, વે બ્રીઝના સુપરવાઈઝર, ટ્રક ચાલકો સહીતનાઓએ મળીને રચ્યું કાવતરું બે દિવસ પૂર્વે શક જતા કંપની દ્વારા...
jamnagar   reliance કંપનીમાં સ્ક્રેપ વેપાર કરતી પેઢીએ વે બ્રીઝના કર્મીઓ સાથે મળી 1 કરોડની છેતરપીંડી આચરી
Advertisement
  • Reliance કંપનીમાંથી બે માસનાં ગાળા દરમિયાન ઉપાડેલ સ્ક્રેપમાંથી ૩૧૪ મેટ્રિક ટન જથ્થો ઓછો દેખાડી આચર્યું કૌભાંડ
  • અમદાવાદની મેસર્સ એસએમ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર વિનોદ પટણી, વે બ્રીઝના સુપરવાઈઝર, ટ્રક ચાલકો સહીતનાઓએ મળીને રચ્યું કાવતરું
  • બે દિવસ પૂર્વે શક જતા કંપની દ્વારા એક ટ્રક અંગે તપાસ કરવામાં આવતા સમગ્ર રેકેટ બહાર આવ્યું

Jamnagar: મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાં સ્ક્રેપ ધંધાર્થી પેઢીના પ્રોપરાઈર અને વે બ્રિજના કર્મચારીઓ તેમજ ટ્રક ચાલકોએ સાથે મળી બે મહિનામાં જ Reliance કંપની સાથે સ્ક્રેપના વેપાર પેટે એક કરોડની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. કંપનીમાંથી લોડ કરવામાં આવેલ સ્ક્રેપ વે બ્રીઝના ઇન્વોઇસમાં જાણી જોઈને વજન ઓછું બતાવી તમામ સખ્સોએ ૩૧૪ મેટ્રિક ટન સ્ક્રેપ બરોબરો સગેવગે કરી કંપનીને એક કરોડ ઉપરાંતનો ચૂનો ચોપડી દીધો છે. મેઘપર પોલીસે ૧૩ સખ્સો સામે ફરિયાદ નોંધી છે.

કોણ કોણ છે સામેલ કૌભાંડમાં ?

Jamnagar જિલ્લાના મોટી ખાવડી ગામે આવેલ Reliance કંપનીના રિફાઈનરી, એમ.જી. સીલીકોન એરીયામાથી લોખંડના સ્ક્રેપનો કોન્ટ્રાક્ટ ધરાવતી અમદાવાદની એસએમ એન્ટરપ્રાઈઝ નામની પેઢી કાર્યરત છે. આ પેઢીના પ્રોપરાઈટર વિનોદ પટની, વે-બ્રિજના ઓપરેટર શક્તિસિંહ જાડેજા, વે-બ્રિજના ઓપરેટર હિરેન સોનગરા રહે.બેડ ગામ, તા.જી.જામનગર, વે-બ્રિજના ઓપરેટર સંજય દોરૂ, મેસર્સ એસ.એમ.એન્ટરપ્રાઈઝના સુપરવાઈઝર અનિલ ચુડાસમા, મેસર્સ એસ.એમ.એન્ટરપ્રાઈઝના સુપરવાઈઝર જીતેન્દ્ર વિરાણી તેમજ સાત ટ્રકના ડ્રાઈવરો મોહંમદ અહેમદ એમ પઠાણ, બ્રજેન્દ્રસિંહ, ગીરીશ એ. વરીયાણી, મયુરકુમાર, રવિભાઈ સોલંકી, વિશાલસિંહ, શાલેન્દ્ર યાદવ સહિતના ૧૩ લોકોએ કંપનીમાંથી બહાર લઇ જવામાં આવતા ભંગારના જથ્થાને જાણી જોઇને ઓછો બતાવી આર્થિક ફાયદા માટે કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

Advertisement

કેવી રીતે પકડાયું સમગ્ર કૌભાંડ ?

બે દિવસ પૂર્વે Reliance કંપનીના કમર્ચારી નબા કિશોર રામચન્દ્ર મીશ્રાને કંપનીમાંથી ભંગાર ભરી નીકળેલ જી.જે. ૧૦ ટી.વી. ૭૧૧૯નંબરના ટ્રકના કરવામાં આવેલ વજન પર શંકા ઉપજી હતી જેથી તેઓએ ફરીથી વજન કરાવ્યું હતું જેમાં ટ્રક પાવતીમાં દર્શાવવામાં આવેલ વજન કરતા ૨૦,૯૩૦ કિ.ગ્રા. વધારાનો રૂપિયા ૬,૯૩,૮૨૯નો સ્ક્રેપનો જથ્થો ભર્યો હોવાનું સામે આવ્યું હતું.

બે મહિનામાં ૩૧૪ મેટ્રિક ટન જથ્થો બરોબર સગેવગે

આ ગોલમાલ બાદ છેલ્લા બે મહિનામાં કંપનીમાં વર્ક ઓર્ડર ધરાવતી અમદાવાદની પેઢીએ કરેલ વેપાર- વ્યવહાર અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત શખ્સોએ સાથે મળી સ્ક્રેપ ભરેલ ટ્રકનો વજન વધારે હોવા છતા ઓછો બતાવી, તે પ્રમાણેની ખોટી સ્લીપો બનાવી, તે ખોટી સ્લીપોનો સાચા તરીકે ઉપયોગ કરી, ઈનવોઈસ બનાવી અગાઉથી નક્કિ કર્યા મુજબ ગુન્હાહીત કાવતરૂ રચી રિલાયન્સ કંપનીમાથી ૩૧૪ મેટ્રીક ટન લોખંડ સ્ક્રેપ બરોબર સગેવગે કરી નાખ્યો હોવાનું સામે આવ્યું હતું. બે મહિનામાં તમામ શખ્સોએ સાથે મળી કંપનીમાંથી રૂ. ૧,૦૪,૦૯,૧૦૦ની કિંમતના વધારાના સ્ક્રેપના જથ્થા બરોબર લઈ જઈ છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ કંપનીના કર્મચારીએ તમામ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે મેઘપર પોલીસે તપાસ હાથ ધરી છે.

અહેવાલ: નાથુ રામદા, જામનગર

આ પણ વાંચો: તારક મહેતાના જેઠાલાલ કે તુલસી વિરાણી, Television દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર કોણ છે સ્ટાર ?

Tags :
Advertisement

.

×