Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ગોકુલનગરમાં ખેલાયો ખૂની ખેલ! 27 વર્ષીય યુવકની હત્યાથી ચકચાર!

આ મામલે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
jamnagar   ગોકુલનગરમાં ખેલાયો ખૂની ખેલ  27 વર્ષીય યુવકની હત્યાથી ચકચાર
Advertisement
  1. Jamnagar નાં ગોકુલનગરમાં યુવાનની છરીનાં ઘા ઝીંકી હત્યા
  2. પાણખાણ વિસ્તારમાં 27 વર્ષીય રોહિત દીલાભાઈ પરમારની કરપીણ હત્યા કરાઈ
  3. પરિવારમાં ભારે આક્રંદ, હત્યા પાછળનું કારણ હાલ અકબંધ
  4. પોલીસે હત્યા પાછળનું કારણ જાણવા અને આરોપીની ધરપકડ કરવા તપાસ આદરી

Jamnagar : ગોકુલનગરમાં આશાસ્પદ યુવકની હત્યા કરાઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પાણખાણ વિસ્તારમાં 27 વર્ષીય યુવક રોહિત દીલાભાઈ પરમાર નામની છરીનાં ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ મામલે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આશાસ્પદ યુવકનાં મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે.

આ પણ વાંચો - Amreli : જાફરાબાદ બંદર પર ફરી લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ, જાણો આગાહી!

Advertisement

Jamnagar નાં ગોકુલનગરમાં યુવાનની છરીનાં ઘા ઝીંકી હત્યા

જામનગનરનાં (Jamnagar) ગોકુલનગરમાં પાણખાણ વિસ્તારમાં 27 વર્ષીય રોહિત દીલાભાઈ પરમાર નામના યુવક પર અજાણ્યા હુમલાખોરો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે રોહિતને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું છે. હુમલામાં તેને શરીરનાં અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - ડીજીપીનો આદેશ છતાં વિવાદિત ડાયરેક્ટ PIને એસપી Rohan Anand છાવરતા હતા, દારૂ ચોરીકાંડમાં કરાઈ કાર્યવાહી

પરિવારમાં ભારે આક્રંદ, હત્યા પાછળનું કારણ હાલ અકબંધ

ઉપરાંત, આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે. રોહિત પરમારની હત્યા કયાં કારણોસર અને કોના દ્વારા કરવામાં આવી તે હાલ જાણી શકાયું નથી. આ મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આશાસ્પદ રહિત પરમારના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રોહિતના પરિવારે ન્યાયની માગ કરી છે અને પોલીસને આરોપીઓને જલ્દીથી પકડી કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો - Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી Amit Shah એ વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ

Tags :
Advertisement

.

×