Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં સ્ટાફ પર જીવલેણ હુમલાનો મામલો, 3 આરોપીની ધરપકડ

આ ઘટનામાં ઇજાગ્રસ્ત ફોરેસ્ટ કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે હવે આ કેસમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે.
jamnagar   ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં સ્ટાફ પર જીવલેણ હુમલાનો મામલો  3 આરોપીની ધરપકડ
Advertisement
  1. જામનગરમાં ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીના સ્ટાફ પર હુમલાનો કેસ (Jamnagar)
  2. ફરિયાદ બાદ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી
  3. આરોપી પોપટ રાતડીયા, વાલસૂર વીર, વાલા ચરણની ધરપકડ કરાઈ
  4. માલધારીઓ સાથે ફોરેસ્ટ સ્ટાફનું ગઈકાલે ઘર્ષણ થયું હતું

Jamnagar : જામનગર નજીક આવેલા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં (Khijadia Bird Sanctuary) સ્ટાફ પર ગઈકાલે સેન્ચુરીમાં પ્રવેશ કરનારા માલધારીઓ દ્વારા લાકડી-ડંડા વડે હુમલો કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ફોરેસ્ટ કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે હવે આ કેસમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Jamnagar : ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં સ્ટાફ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ

Advertisement

Advertisement

ગઈકાલે માલધારીઓ સાથે ફોરેસ્ટ સ્ટાફનું ઘર્ષણ થયું હતું

જામનગર નજીક (Jamnagar) ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે. આથી, સેન્ચુરીમાં અવરજવર અને પ્રવેશ પર પ્રતિબંધ છે. આરોપ મુજબ, ગઈકાલે સેન્ચુરીમાં (Khijadia Bird Sanctuary) માલધારીઓ દ્વારા પ્રવેશ કરવાનો પ્રયાસ કરાયો હતો. તે સમય ફોરેસ્ટ સ્ટાફ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. માલધારીઓ દ્વારા ફોરેસ્ટનાં કર્મચારીઓ પર લાકડી-ડંડા વડે હુમલો કરી ઢોર માર મારવામાં આવતા એક મહિલા સહિત 5 ફોરેસ્ટ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તમામને હોસ્પિટલ ખસેડાયા હતા.

આ પણ વાંચો - Vadodara Bridge Collapse : મંત્રી રાઘવજી પટેલે દુઃખ વ્યક્ત કર્યુ, પણ સાથે જ આપ્યું આશ્ચર્યજનક નિવેદન!

ફરિયાદ બાદ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી

આ સમગ્ર મામલે પંચ એ ડિવિઝન પોલીસમાં (A Division Police) ફરિયાદ બાદ 3 સામે ગુનો નોંધાયો છે. પોલીસનાં જણાવ્યા મુજબ, આરોપી પોપટ રાતડીયા, વાલસૂર વીર અને વાલા ચરણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીનાં (Khijadia Bird Sanctuary) સ્ટાફમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - Jamnagar : ક્ષત્રિય આગેવાન PT જાડેજાની ધરપકડનો વિરોધ, રાજપૂત સમાજની બાઇક રેલી

Tags :
Advertisement

.

×