Jamnagar : પોલીસને મોટી સફળતા! 50 ગુનાઓમાં સંળોવાયેલ ફરાર આરોપી આખરે ઝબ્બે
- Jamnagar માં ખંડણી માંગનાર ફરાર આરોપીને પોલીસે દબોચ્યો
- લૂંટ, ખંડણી સહિતના 50 થી વધુ ગુનામાં સંડોવાયેલો છે આરોપી
- આરોપી દિવ્યરાજસિંહ ચૌહાણને જામનગર શહેર પોલીસે ઝડપ્યો
- આરોપીએ તાજેતરમાં 4 ઘરમાં ઘૂસી તોડફોડ કરી ખંડણી માંગી હતી
- 7 વખત તો પાસાની હવા ખાઈ ચુક્યો છે દિવ્યરાજસિંહ ચૌહાણ
Jamnagar : શહેર પોલીસને મોટી સફળતા મળી છે. મકાનોમાં તોડફોડ કરી ખંડણી માંગનાર ફરાર આરોપીને પોલીસે આખરે દબોચ્યો છે. આરોપી સામે લૂંટ, ખંડણી સહિતના 50 થી વધુ ગુના નોંધાયેલા છે. આરોપીએ તાજેતરમાં જ 4 ઘરમાં ઘૂસી તોડફોડ કરી ખંડણી માંગી હોવાનો પણ આરોપ છે. જ્યારે, અગાઉ સાત વખત પાસા (PASA) હેઠળ જેલની હવા ખાઈ ચુક્યો છે. જામનગર શહેર પોલીસે (Jamnagar City Police) આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Mehsana : કડીમાં રખડતા ઢોરે લીધો વધુ એક યુવકનો જીવ, ગ્રામજનોમાં રોષ!
તાજેતરમાં 4 ઘરમાં ઘૂસી તોડફોડ કરી ખંડણી માગનારા આરોપીની ધરપકડ
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર શહેર પોલીસે એક રીઢા આરોપીની ધરપકડ કરી છે. તાજેતરમાં 4 જેટલા મકાનોમાં ઘૂસી તોડફોડ કરી ખંડણી માગવાનાં આરોપો હેઠળ ફરાર આરોપી દિવ્યરાજસિંહ ચૌહાણની જામગનર પોલીસે ધરપકડ કરી છે. રીઢા ગુનેગાર દિવ્યરાજસિંહ ચૌહાણ લૂંટ, ચોરી, મારામારી, ખંડણી, હત્યા પ્રયાસ સહિતનાં 50 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - Rajkot : રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી!
50 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ છે આરોપી, Jamnagar પોલીસને મોટી સફળતા!
એક દાયકામાં જ આરોપી દિવ્યરાજસિંહ ચૌહાણની ગુનાહિત વણઝાર જોવા મળી છે. જામનગર શહેર પોલીસ છેલ્લા ઘણા સમયથી આરોપી દિવ્યરાજસિંહ ચૌહાણની તલાશમાં હતી. જો કે, હવે રીઢો ગુનેગાર સકંજામાં આવી જતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. માહિતી અનુસાર, આરોપી દિવ્યરાજસિંહ ચૌહાણ અગાઉ પણ સાત વખત પાસા હેઠળ જેલની હવા ખાઈ ચુક્યો છે. જામનગર શહેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Bhavnagar અલંગ શિપ બ્રેકીંગ યાર્ડની ખોલીમાંથી પરપ્રાંતિય શ્રમિકની લાશ મળી આવતા ખળભળાટ


