ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : ઘરે કોઈ નહોતું ત્યારે નરાધમ કૌટુંબિક બનેવીએ સગીરાને પીંખી નાખી

'કોઈ ને વાત કરીશ તો જાનથી મારી નાખીશ' એવી ધમકી આપી હતી. સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
04:46 PM Jul 10, 2025 IST | Vipul Sen
'કોઈ ને વાત કરીશ તો જાનથી મારી નાખીશ' એવી ધમકી આપી હતી. સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
Junagadh_gujarat_first 1
  1. જુનાગઢ જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો (Junagadh)
  2. સગીરા સાથે કૌટુંબિક બનેવીએ જ આચર્યું દુષ્કર્મ
  3. સગીરાને 'કોઈને કહીશ તો મારી નાખીશ' એવી ધમકી આપી
  4. સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર બાબત સામે આવી
  5. ફરિયાદ બાદ પોલીસે નરાધમ બનેવીની ધરપકડ કરી

Junagadh : જુનાગઢ જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમા સગીરાને તેના જ કૌટુંબિક બનેવી એ હવસનો શિકાર બનાવી હતી. સગીરા ઘરે એકલી હતી ત્યારે તેના કૌટુંબિક જીજાએ એકલતાનો લાભ લઈ ધમકાવી-લલચાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને 'કોઈ ને વાત કરીશ તો જાનથી મારી નાખીશ' એવી ધમકી આપી હતી. સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ પોલીસે (Chorwad Police) નરાધમ બનેવીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : મુંબઈ-અમદાવાદ NH-48 પર પરિવારને કાળ ભેટ્યો! બાઇકસવાર બેનાં મોત

નરાધમ બનેવીએ ઘરે એકલતાનો લાભ લઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું!

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના (Junagadh) ચોરવાડ તાલુકાના જુજારપુર ગામે સગીરાને તેના કૌટુંબિક બનેવી એ હવસનો શિકાર બનાવી હતી. સગીરા ઘરે એકલી હતી ત્યારે બનેવી રવિ ભીખા વાઢેર તેની ઘરે આવ્યો હતો અને ત્યારે ઘરે કોઈ ન હોવાથી એકલતાનો લાભ લઈ સગીરાને ડરાવી-ધમકાવી અને ફોસલાવી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. સાથે જ બળાત્કારી બનેવીએ સગીરાને એમ પણ ધમકી આપી હતી કે 'કોઈ ને વાત કરીશ તો જાનથી મારી નાખીશ'.

આ પણ વાંચો - Gujarat Congress: રાજ્યમાં કોંગ્રેસ પ્રમુખને લઈ સૌથી મોટા સમાચાર

પરિવારે સમજાવતા સગીરાએ ફરિયાદ કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી

જો કે, ત્યાર બાદ સગીરાને ગર્ભ રહી જતા પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું. પરિવારે સગીરાની પૂછપરછ કરતા બનેવી રવિએ દુષ્કર્મ આચર્યું હોવાનું સગીરાએ જણાવતા પરિવાર ભાંગી પડયો હતો, કેમ કે રવિ સંબંધને નાતે અવારનવાર તેમની ઘરે જતો હતો. પણ પરિવારે સગીરાને સમજાવી ફરિયાદ કરવાનું કહેતા સગીરાએ રવિ ભીખા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચોરવાડ પોલીસે (Chorwad Police) ગણતરીની કલાકોમાં જ આરોપી રવિની ધરપકડ કરી પોકસો, બળજબરી, ધાક-ધમકી સહિતની કલમો લગાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - VADODARA : મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કમિટી દ્વારા તપાસ આરંભાઇ

Tags :
ChorwadChorwad Policegujaratfirst newsJunagadhJunagadh Crime Newsminor girl molest by Brother-in-LawTop Gujarati News
Next Article