Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : નશામાં ધૂત કારચાલકે અનેક વાહન-લોકોને અડફેટે લીધા! 10 કિમી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે ઝડપ્યો

10 કિમી સુધી ફિલ્મ સ્ટાઇલમાં પીછો કરી પોલીસે કારચાલક સહિત અન્ય બે લોકોની ધરપકડ કરી છે.
junagadh   નશામાં ધૂત કારચાલકે અનેક વાહન લોકોને અડફેટે લીધા  10 કિમી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે ઝડપ્યો
Advertisement
  1. Junagadh માં માળીયા હાટીનામાં અકસ્માત સર્જનાર બેફામ કારચાલક ઝડપાયો
  2. કારચાલકે અનેક વાહન અને લોકોને અડફેટે લીધા હતા
  3. પોલીસને જોતા જ નશામાં દ્યૂત કારચાલક કાર લઈને ફરાર થયો
  4. ફિલ્મી ઢબે 10 કિમી સુધી પીછો કરી પોલીસે કારચાલકને દબોચ્યો
  5. કારચાલક સહિત પોલીસે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી

Junagadh : જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં અનેક વાહન અને લોકોને અડફેટે લેનારા બેફામ કારચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. અકસ્માત સમયે કારચાલક ચિક્કાર નશામાં હોવાનો આરોપ છે. અકસ્માત સર્જ્યા બાદ પોલીસને જોતા જ કારચાલક ફરાર થયો હતો. જો કે, 10 કિમી સુધી ફિલ્મ સ્ટાઇલમાં પીછો કરી પોલીસે કારચાલક સહિત અન્ય બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનની બહાર લોકોની ભીડ ભેગી થતાં પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં માફી માગવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : તિરંગા યાત્રાને લઇને તંત્રએ કમર કસી, 50 હજાર લોકોને જોડવાનું આયોજન

Advertisement

નશામાં ધૂત કારચાલકે અનેક વાહન-લોકોને અડફેટે લીધા

જુનાગઢ જિલ્લાના (Junagadh) માળીયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેફામ આવતી કારે અનેક વાહન અને લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ અંગે જાણ થતાં PI સહિતનો પોલીસ સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. જો કે, પોલીસને જોતા જ અકસ્માત સર્જનાર કારચાલક ફરાર થઈ ગયો હતો. પરંતુ, પોલીસે આરોપીનો ફિલ્મી ઢબે 10 કિમી સુધી પીછો કર્યો હતો અને કારચાલક સહિત બે અન્ય લોકોને ઝડપી પાડ્યા છે. ઘટના સમયે કારચાલક નાશમાં ધૂત હોવાનો આરોપ છે.

આ પણ વાંચો - Gujarat Police એ નિવૃત્ત પોલીસ અધિકારીઓને રક્ષાબંધનના તહેવારમાં સરપ્રાઈઝ આપી

Junagadh માળીયા હાટીના પોલીસે 10 કિમી પીછો કરી આરોપીઓને ઝડપ્યા

ઘટના બાદ પોલીસ સ્ટેશન (Maliya Hatina Police Station) બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. લોકોએ આરોપીઓને કડક સજા કરવા માગ ઉચ્ચારી હતી. લોકોનો રોષ જોઈ પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં માફી મગાવી હતી. આ મામલે પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, હવે તહેવારી સિઝન શરૂ થતા જુનાગઢ શહેર અને જિલ્લામાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો આનંદ સાથે તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસે આગોતરા તૈયારી શરૂ કરી છે.

આ પણ વાંચો - Gujarat Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાણો કયા જિલ્લાઓમાં અપાયુ વરસાદનું એલર્ટ

Tags :
Advertisement

.

×