Junagadh : સો. મીડિયા થકી પરિણીત યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું
- Junagadh માં પરિણીત યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ
- બેંકમાં નોકરી કરતી યુવતીને વારંવાર બેંકમાં જઈ મિત્રતા કેળવી
- સો. મીડિયા પર વાતો કરી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી
- જુનાગઢ-રાજકોટની હોટેલોમાં લઈ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ
- પરિણીત યુવતીનો ઘરેલું હિંસાનો કેસ ચાલતો હોવાથી સાડા 5 લાખ પડાવ્યાનો આક્ષેપ
Junagadh : સોશિયલ મીડિયાનાં માધ્યમથી મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી એક પરિણીતા યુવતીને લગ્નની લાલચ આપી જુનાગઢનાં નિવૃત પોલીસ કર્મચારીના દીકરાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ થયો છે. યુવતીએ લગ્ન માટે દબાણ કરતા યુવકે લગ્ન કરવાની ના પાડતા પીડિત યુવતીએ યુવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદનાં આધારે પોલીસે (B Division Police) વસીમ સાદીકભાઈ નાગોરી નામના યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Junagadh : માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રનું મોત, સ્થાનિકોમાં શોકનું મોજું
Junagadh માં યુવતી બેંકમાં નોકરી કરતી, યુવક અવારનવાર જઈ મિત્રતા કેળવી
ફરિયાદ અનુસાર, જુનાગઢની પરિણીત યુવતી ખાનગી બેંકમાં નોકરી કરતી કરે છે. જ્યારે આરોપી યુવક વસીમ સાદીકભાઈ નાગોરી ગાડી લે-વેચનો ધંધો કરે છે. વસીમ પોતાના કામ સબબ અવારનવાર બેંકમાં જતો હતો દરમિયાન તેની યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ બન્ને મોબાઇલ થકી વાતચીત કરી એકબીજાની નજીક આવ્યા હતા અને યુવતીને લગ્નની લાલચ આપી વસીમ જુનાગઢ તેમ જ રાજકોટની (Rajkot) અલગ-અલગ હોટેલમાં યુવતીની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધતો હતો.
આ પણ વાંચો - Bharuch : ગણેશોત્સવમાં મીરાનગરના પંડાલમાં ભોજપુરી ગીતો પર ગંદો ડાન્સ, વાયરલ વીડિયો ચર્ચામાં!
યુવતીનો ઘરેલુ હિંસાનો કેસ ચાલતો હોવાથી યુવકે સાડા 5 લાખ પડાવ્યા
થોડા સમય પછી વસીમને જાણવા મળ્યું હતું કે યુવતીનો ઘરેલુ હિંસાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આથી, વસીમે આ કેસનો લાભ લઈ યુવતીને જણાવ્યું હતું કે, મારે પૈસાની જરૂર છે મને પૈસા આપ નહીં તો આપણા બન્નેનાં સંબંધની વાત તારા પતિને કહીશ એટલે કોર્ટ કેસમાં તારી વિરૂદ્ધ ચુકાદો આવશે. તેમ કહી યુવતી પાસે દાગીના, રોકડ, મોબાઇલ મળી કુલ સાડા પાંચ લાખ જેવી રકમ પડાવી હતી. ત્યાર બાદ ભોગ બનનાર યુવતી વસીમને અવારનવાર પોતાની સાથે લગ્ન કરવાનું કહેતી હતી પરંતુ, વસીમે લગ્ન કરવાની ના પાડતા અંતે યુવતીએ વસીમ નાગોરી વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસમાં (B Division Police) ફરિયાદ આપતા પોલીસે વસીમની ધરપકડ કરી તેની સામે બળજબરી દુષ્કર્મ સહિતની કલમો લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી અનુસાર, વસીમ નાગોરી વિરૂદ્ધ અગાઉ પણ દારૂ, શરીર સંબંધી, જૂગાર, છેતરપિંડી જેવા અનેક ગુનાઓ નોંધાયેલ છે.
આ પણ વાંચો - Gondal નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિનું અકસ્માતમાં મોત, શહેરમાં શોકનો માહોલ


