Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana: વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ, 6 નરાધમો સામે ફરિયાદ

Mehsana: વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે ગેંગરેપ થયો 6 નરાધમ યુવકોએ વારાફરતી સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ ત્રણ દિવસમાં ત્રણ વખત સગીરાનું વારાફરતી અપહરણ Mehsana: વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં વિસનગરમાં 15 વર્ષની કિશોરી...
mehsana  વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ  6 નરાધમો સામે ફરિયાદ
Advertisement
  • Mehsana: વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે ગેંગરેપ થયો
  • 6 નરાધમ યુવકોએ વારાફરતી સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ
  • ત્રણ દિવસમાં ત્રણ વખત સગીરાનું વારાફરતી અપહરણ

Mehsana: વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે ગેંગરેપ થતા ગુજરાત શર્મસાર થયુ છે. 6 નરાધમ યુવકોએ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. તેમાં ત્રણ દિવસમાં ત્રણ વખત સગીરાનું વારાફરતી અપહરણ થયુ હતુ. ત્રણ વખત કરાયેલા અપહરણમાં 6 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો છે. તેમાં પ્રકાશ મોદી નામના યુવકે 15 વર્ષીય સગીરાને ગોંધી રાખી હતી.

અપહરણ બાદ પ્રકાશ મોદીએ બે દિવસ સગીરાને ગોંધી રાખી

અપહરણ બાદ પ્રકાશ મોદીએ બે દિવસ સગીરાને ગોંધી રાખી હતી. જેમાં 6 શખ્સોએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થઇ છે.વારાફરતી દુષ્કર્મ ગુજાર્યા બાદ શખ્સોએ સગીરાને ધમકી આપી હતી. જેમાં બે દિવસ અગાઉની ઘટનામાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો છે. જેમાં પોલીસે પોક્સો, બળાત્કાર અને અપહણની ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં પહેલા 2 યુવકો સગીરાને વિસનગર નજીકમાં અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. બાદમાં બીજા 2 યુવકોએ પહોંચી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. તથા અન્ય યુવકે લિફ્ટ આપી ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ. જેમાં 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ અંગે ફરિયાદ દાખલ થઇ છે.

Advertisement

બે દિવસ અગાઉની ઘટનામાં 6 ઈસમો સામે ગુન્હો દાખલ થયો

બે દિવસ અગાઉની ઘટનામાં 6 ઈસમો સામે ગુન્હો દાખલ થયો છે. તેમાં પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને એક અન્ય ઈસમ સામે ફરિયાદ થઇ છે. આ ઘટનાને પગલે વિસનગર તથા આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભારે રોષ વ્યાપ્ત છે. અનેક સમાજસેવી સંસ્થાઓએ પોલીસ પાસે માંગ કરી છે કે આરોપીઓને તાત્કાલિક ઝડપીને કડક સજા અપાવવામાં આવે. સ્થાનિક મહિલાસંસ્થાઓએ પણ કિશોરી માટે ન્યાયની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ બનાવે ફરી એકવાર મહિલાઓની સલામતીનો પ્રશ્ન ઉઠાવ્યો છે. માતા-પિતા અને સમાજ બંને માટે આ એક ચેતવણીરૂપ ઘટના છે કે કિશોરીઓની સુરક્ષા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.

Advertisement

આ પણ વાંચો: Gujarati Top News : આજે 8 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×