Mehsana : પત્રકારો પર હુમલો કરનારા ફેક્ટરી માલિક 3 દિવસનાં રિમાન્ડ પર, લાઇસન્સ પણ રદ!
- વિજાપુર (Mehsana) નકલી પનીર બનાવતી ફેક્ટરીનો મામલો
- પનીર માફિયાના ત્યાં ફૂડ વિભાગે દારોડો પાડ્યો હતો
- મોટી માત્રામાં પામોલિનમાંથી પનીર બનાવવાનો જથ્થો ઝડપાયો હતો
- મીડિયાકર્મીઓ પર હુમલાનાં કેસમાં પનીર માફિયા પોલીસ કસ્ટડીમાં
- મહેસાણા ફૂડ વિભાગે ડિવાઇન ફૂડ ફેક્ટરીનું લાઇસન્સ રદ્દ કર્યું
Mehsana : વિજાપુર પાસે આવેલ ડિવાઇન ફૂડ નામની ફેક્ટરીમાં (Divine Food Factory) નકલી પનીર બનાવવાનો કાળો કારોબાર ઝડપાયા બાદ નકલી પનીર માફિયા અને ફેક્ટરી માલિક દિનેશ પટેલ સામે એક પછી એક કાનૂની કાર્યવાહી થઈ રહી છે. કવરેજ કરવા ગયેલા પત્રકારો પર હીંચકારી હુમલો કરનારા આરોપી ફેક્ટરી માલિક દિનેશ પટેલ સામે ફરિયાદ બાદ પોલીસે અટકાયત કરી હતી અને 3 દિવસના રિમાન્ડ માગી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Temple Robbery : શ્રાવણ મહિનામાં મહંતોને ફટકારી ત્રણ જિલ્લાના મંદિરો લૂંટનારી ટોળકી રાજકોટ ગ્રામ્ય પોલીસે પકડી
કવરેજ કરવા ગયેલ પત્રકારો પર હુમલો કર્યો, આરોપી 3 દિવસનાં રિમાન્ડ પર
મહેસાણા જિલ્લાના (Mehsana) વિજાપુરમાં હિંમતનગર હાઇવે પર આવેલી ડિવાઇન ફૂડ નામની એક ફેક્ટરીમાં (Divine Food Factory) નકલી પનીર માફિયા દ્વારા પામોલિન તેલમાંથી પનીર બનાવવાનું સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ અંગે ત્યાં કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મી પર પનીર માફિયા અને ફેક્ટરી (Duplicate Paneer Factory) માલિક દિનેશ પટેલે હુમલો કર્યો હતો. પત્રકારોને માર મારી, બચકાં ભરી કેમેરા તૂડ્યા હતા.
વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરીના સંચાલકોની દાદાગીરી
નકલી પનીર બનાવતા ફેક્ટરી સંચાલકોએ પત્રકારો પર કર્યો હુમલો
એક બાજુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં બીજી તરફ પત્રકારો પર હુમલો
સમગ્ર મામલે સંચાલક દિનેશ સામે પોલીસે નોંધી ફરિયાદ#Gujarat #Mehsana #Vijapur #FakePaneer… pic.twitter.com/wIP0OA4TEM— Gujarat First (@GujaratFirst) August 9, 2025
આ પણ વાંચો - Lumpy virus: પાલનપુર તાલુકામાં લમ્પી વાયરસના કારણે પશુપાલકોમાં ભય ફેલાયો
Mehsana ફૂડ વિભાગે ફેક્ટરીનું ફૂડ લાઇસન્સ રદ કર્યું
પત્રકારો પર હુમલા બાદ આરોપી દિનેશ પટેલ સામે પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલમાં નકલી પનીર માફિયા દિનેશ પટેલની ધરપકડ મહેસાણા LCB એ કરી છે. આરોપી દિનેશ પટેલ ત્રણ દિવસના રિમાન્ડ સાથે પોલીસ કસ્ટડીમાં છે. જો કે, પોલીસ વિભાગની કડક કાર્યવાહી બાદ હવે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે (Food and Drugs Department) પણ નકલી પનીર માફિયાની ફેક્ટરીનું ફૂડ લાઇસન્સ રદ કરતા અખાદ્ય એવી પનીર, બટર, ચીઝ અને માવા જેવી નકલી ખાદ્ય વસ્તુઓ બનાવતી ફેક્ટરી માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો - Dahod : લીમખેડાની એક શાળામાં LC કાઢવા માટે 5000 રુપિયાની લાંચ મંગાઈ


